Last Update : 04-May-2012, Friday

 
દિલ્હીની વાત
 

નકસલવાદ આગળ ઝુકતી સરકાર
નવી દિલ્હી, તા. ૩
બીજેડીના વિધાનસભ્ય જિના હીકાક અને સુકમાના જિલ્લા કલેક્ટર એલેક્સ પાઉલ મેનજ જેવા મોટા માથાઓનું અપહરણ કરીને બાદમાં જેમના પર કેસ ચાલે છે એવા નકસલવાદીઓને છોડવાની ઘટના એ નકસલવાદીઓનો હાથ ઉપર રાખ્યો છે. ઓરિસા અને છત્તીસગઢ બંનેની સરકારોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ નકસલવાદીઓ આગળ ઝુકી જવા અંગે તેમની ટીકા થઈ રહી છે. NCTC ની બેઠકમાં આ મુદ્દો ઉભો થશે. આ મુદ્દાને કારણે કેન્દ્રનો હાથ ઉપર રહેશે જ્યારે રાજ્યોએ તેમની માગણીને ઢીલી પાડવી પડશે. ઇન્ટરનેલ સિક્યોરીટીની જવાબદારી વહેંચવાની વાત આગળ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમ્ ઝુકવા તૈયાર નથી એવું ગઈકાલે ગૃહમંત્રાલયે ગ્રાન્ટ આપવાની બાબતની ચર્ચામાં દેખાઈ આવ્યું હતું. જોકે બીજી તરફ યુપીએ સરકારના સાથીપક્ષો અને વિપક્ષો રાજ્યની સ્વાયત્તા પર તરાપના મુદ્દે અડગ છે.
નક્સલોને છોડયા
છેલ્લા ૧૪ મહિનામાં નકલસવાદીઓએ કરેલા ટોચના માથાના અપહરણમાં સુકમાના કલેક્ટર એ પાંચમો કેસ છે. ગયા વર્ષે ફેબુ્રઆરીમાં નકસલોએ ઓરિસાના મલકાનગીરીના જિલ્લા કલેક્ટર કે. વીનીત ક્રિષ્નાનું અપહરણ કર્યું હતું. આ વર્ષે તેઓ શરૃઆતમાં જ બે વાર ત્રાટક્યા છે. માર્ચમાં તેમણે બે ઇટાલીયનો અને બીજેડીના વિધાનસભ્યનું અપહરણ કર્યું હતું. ઓરિસાની સરકારે કાચા કામના ૨૭ નકસલવાદીઓને છોડવાની બાંહેધરી આપ્યા બાદ તેમને છોડાયા હતા.
એરેસ્ટ ઓર કિલ નક્સલ્સ
કેન્દ્રના ગૃહ સચિવ આર.કે.સિંહના નકસલવાદીઓને ખતમ કરવા ભંગેના નિવેદને ઉહાપોહ સર્જ્યો છે. રાજ્ય સરકારો નકસલ મેનીયાકને ડામવા બરાબર પગલાં ભરતી નથી. આવું નિવેદન કરતાં પહેલાં તેમણે શું ટોપના લોકોને પૂછેલું હશે ખરું ? કેટલાક દિવસ પહેલાં ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ તેમણે કહ્યું હતું કે 'એરેસ્ટ ઓર કીલ નક્સલ્સ...' અર્થાત્ નકસલવાદીઓની ધરપકડ કરો કે તેમને ખતમ કરો !! ફરી એકવાર તેમણે આ નિવેદન સંસદીય બાબતોની સમિતી સમક્ષ દોહરાવ્યું છે. તે માને છે કે નક્સલ મેનીયાક હટાવવા રાજ્ય સરકારો મક્કમ નથી એ દેખાઈ આવે છે.
ચિદમ્બરમ્ની સલામત ચાલ
રાજકીય અને અધિકારી વર્તુળોમાં તેમના નિવેદનથી ચિંતા એટલા માટે છે કે જ્યારે સુકમાના જિલ્લા કલેક્ટરને છોડવામાં આવ્યા ત્યારે જ આ નિવેદન આવ્યું છે. બીજી તરફ મુખ્ય પ્રધાનો સાથેની NCTC ની બેઠકનીપણ તૈયારી ચાલી રહી છે. ગૃહપ્રધાને ગૃહ સચિવના નિવેદન અંગે કોમેન્ટ કરવાથી દુર રહ્યા છે. જ્યારે પત્રકારોએ આ નિવેદન અંગે ચિદમ્બરમ્ને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આવા કોઈ નિવેદનની મને ખબર નથી !!
સચિનનો વિવાદ
સચિન તેંડુલકરના રાજ્યસભામાં નોમીનેશનનો મુદ્દો ઠંડો પડવાનું નામ નથી લેતો. સંસદમાં ચાલતા જોક અનુસાર સચીન બીજો લતા મંગેશકર બની જશે. રાજ્યસભામાં લતાની પસંદગી થઈ ત્યારથી તેમણે ગૃહમાં મોં નથી ખોલ્યું કે સંસદીય બાબતોની કોઈ કાર્યવાહીમાં ભાગ નથી લીધો. રાજકીય સમીક્ષકો માને છે કે રાજ્યસભામાં પસંદગી અંગે ફેરવિચારણા કરવી જોઈએ.
ગુજરાતની ચૂંટણીઓની અસર
અનુ આગાને શા માટે પસંદ કરાયા તે અંગે પણ વિવાદ ચાલે છે. કેટલાક સાંસદો માને છએ કે તેમને એટલા માટે પસંદ કરાયા છે કે ૨૦૦૨માં તેમણએ નરેન્દ્ર મોદી સામે વિરોધનું બેનર ઉઠાવ્યું હતું. ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. અનુ આગા થર્મેક્સના ભૂતપૂર્વ ચેરપર્સન છે. જોકે તે કોઈ બિઝનેસ ટાઈકુલ નથી....
રેખા અને જયા
અભિનેત્રી રેખાથી દુરરહેવા જયા બચ્ચને રાજ્યસભામાં તેમની બેઠક બદલી નાખી છે. પરંતુ બધા યશ ચોપરાની ફિલ્મ 'સિલસિલા' અંગે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા અને રેખા એમ ત્રણેય જણાએ એક સાથે કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં પણ અમિતાભ અને રેખા એ મિસ્ટર નટવરલાલ અને મુકદ્દર કા સિકંદરમાં પણ સાથે કામ કર્યું છે. હકીકત તો એ છે કે અમિતાભે તાજેતરમાં કહ્યું હતું કે તે રેખા સાથે ફિલ્મોમાં કામ કરવા તૈયાર છે. ચર્ચા તો એવી પણ છે કે ભલે રેખા અને જયા દુર બેસે પરંતુ એકબીજાને દુર કેવી રીતે રાખી શકશે ??
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved