Last Update : 04-May-2012, Friday

 
 

અત્યાર સુધી ૧૬ મેચમાં બોલરોએ મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે

માલિંગા, નારિન, ચાવલા, સ્ટેન પણ બેટ્સમેનોને ભારે પડયા છે

મોર્ની મોર્કેલ ૧૯ વિકેટ સાથે સૌથી સફળ બોલર

 

નવી દિલ્હી, તા. ૩
ક્રિકેટમાં બેટ્સમેન ફ્રેન્ડલી મનાતા ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં આ વખતની આઇપીએલની સિઝનમાં બોલરોએ તરખાટ મચાવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં બોલરોએ તેમની કુશળતા અને ચતુરાઇ સાથે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં બેટ્સમેનો પર નિયંત્રણ રાખવાનું સીખી લીધું છે. જેના પરિણાંમે બેટ્સમેનો માટે ચોગ્ગા-છગ્ગા ફટકારવા આસાન રહ્યા નથી. અત્યાર સુધી રમાયેલી આઇપીએલની પાંચમી સિઝનની ૪૪ મેચમાંથી ૧૬ મે ચોમાં બોલરોને મેચમાં તેમના નિર્ણાયક દેખાવ બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં શરૃઆતથી જ સ્પિનરો અસરકારક રહ્યા છે પણ આઇપીએલની આ સિઝનમાં હાઇએસ્ટ વિકેટ ઝડપનારા ટોચના બંને બોલરો ફાસ્ટરો છે. દિલ્હી તરફથી રમતાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલે અત્યાર સુધી કુલ ૧૯ વિકેટ ઝડપી છે. જ્યારે માલિંગાએ ૧૫ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા છે. બોલરોએ આ સિઝનમાં સ્લો કટર્સની સાથે સાથે પેસ અને બાઉન્સમાં અચાનક ફેરફાર કરીને બેટ્સમેનોને પરેશાન કર્યા છે. બોલરોની લાઇન લેન્થમાં પણ ઘણા સુધારા જોવા મળ્યા છે. જેના કારણે આ સિઝનમાં બેટ્સમેનો માટે ચોગ્ગા-છગ્ગા ફટકારવા આસાન રહ્યા નથી.
ભારતની પીચો પરંપરાગત રીતે ધીમી અને બેટ્સમેનોને અનુકૂળ રહેતી હોય છે. વાતાવરણ પણ ફાસ્ટ બોલરો માટે પરેશાનીનુ કારણ બનતું જોવા મળે છે છતાં બોલરોનો દેખાવ તેમની સખત મહેનત અને કુશળતા દર્શાવે છે. પંજાબે બેંગ્લોર સામે અઝહર મહેમુદની અસરકાર બોલિંગને સહારે જ વિજય મેળવ્યો હતો. મહેમુદે ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના સાથી ખેલાડી પ્રવિણ કુમારે અસરકારક બોલિંગ કરતાં ચાર ઓવરમાં માત્ર ૮ જ રન આપ્યા હતા.
આ સિઝનમાં સૌથી યાદગાર સ્પેલ ડેક્કન ચાર્જર્સ તરફથી રમતાં ડેલ સ્ટેને નાંખ્યો હતો. તેણે મુંબઇ સામેની હાઇવોલ્જેટ મેચમાં ચાર ઓવરમાં ૧૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. જો કે તેની ટીમનો પરાજય થયો હતો. આ સિઝનમાં સરપ્રાઇઝ સાબિત થયેલા વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર સુનિલ નારાયણે કોલકાતા તરફથી જબરદસ્ત દેખાવ કર્યો છે. તેણે પંજાબ સામેની મેચમાં માત્ર ૧૯ રનમાં જ પાંચ વિકેટ ઝડપી હતી. તેણે કુલ સાત મેચમાં ૧૨ વિકેટ ઝડપી છે અને તેની ઇકોનોમી માત્ર ૫.૫૩ની રહી છે.
દિલ્હી તરફથી રમતો સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલ ૧૯ વિકેટ સાથે પાંચમી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવામા નબર વન છે. જ્યારે બીજા ક્રમે માલિંગા છે.આ ઉપરાંત લેફર્ટ આર્મ સ્પિનરોની પણ બોલબાલા રહી છે. જેઓ પાંચ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. દિલ્હીના પવન નેગીએ ચાર વિકેટ ઝડપતાં રાજસ્થાનને ફટકો પહોંચાડયો હતો અને ટીમના વિજયનો પાયો નાંખ્યો હતો.
અગાઉ રવિન્દ્ર જાડેજાએ ડેક્કન સામે ચેન્નઇ તરફથી પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આ ઉપરાંત કોલકાતા તરફથી રમતો બાંગ્લાદેશનો શાકિબ, દિલ્હીનો નદીમ પણ અસરકારક સાબિત થયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved