Last Update : 04-May-2012, Friday

 

એડમીશનની ઝંઝાળ

એડ્‌મીશનનો માહોલ ચાલી રહ્યો છે. કેરીયર ગાઈડન્સ કરનારાઓ ધીકતો ધંધો ચલાવી રહ્યા છે. ચારેબાજુ એડ્‌મીશનો માટે દોડધામ છે. હજુ ધો. ૧૨નું કોમર્સનું પરિણામ બાકી છે. દરેક પોતાના સંતાનને ડૉક્ટર, એન્જીન્યર કે સીએ બનાવવા ઈચ્છે છે. સીમ્પલ ગ્રેજ્યુએટ થઈને અન્ય કોર્સીસ કરવાનું કે ઉચ્ચ અધિકારી બનવાની પરીક્ષા આપવાનું કોઈ વિચારતું નથી. વિદ્યાર્થીનું શિક્ષણ તેના વાલીની ઈચ્છા અને બજેટ પર નક્કી થવા લાગ્યું છે. થ્રી-ઈડીયટ્‌સે વિદ્યાર્થીની રૂચિ પર ભાર મુક્યો હતો. લોકો એ આ ફિલ્મને આવકારી હતી પરંતુ હવે તે વિચારનો અમલ કરવા કોઈ તૈયાર નથી.

 

વિદ્યાર્થીને કઈ લાઈન પસંદ છે એ કન્યા કે વર પસંદ કરવા જેટલું મહત્ત્વનું છે. તેની જીંદગીનો સવાલ હોય છે. શિક્ષણની લાઈન સારી મળે તો વિદ્યાર્થીની જીંદગી બની જાય છે. જોકે અહીં અનેક સલાહો અને મર્યાદાઓ વચ્ચે નિર્ણય લેવાનો હોય છે. વિદ્યાર્થી એકવાર એડમીશન મેળવે પછી રાહતનો દમ ખેંચે છે. આ પ્રોસેસ ખૂબ ટેન્સનવાળી બની જવા પાછળના અનેક કારણો છે. ફાયનાન્સ કોલેજો અને અન્ય રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓ ચલાવનારાઓ કેરીયર ગાઈડન્સના લેકચર આપનારાઓ સાથે સાંઠ-ગાંઠ ધરાવે છે. અન્ય રાજ્યોમાં એડ્‌મીશન અપાવવાનો વ્યવસ્થિત અને ધીકતો ધંધો ચાલે છે. રાજસ્થાન, મઘ્યપ્રદેશ, પૂણે અને મેંગલોર ખાતેની કોલેજો સ્થાનિક એજન્ટોના સંપર્કમાં હોય છે.

એડ્‌મીશન દીઠ અર્થાત્‌ માથાદીઠ આ લોકોને તગડું કમીશન મળે છે. સેવાના લેબલ સાથે કરાતો આ ધંધો વિદ્યાર્થીઓને મફત ગાઈડન્સ આપે છે પણ કોલેજો પાસેથી એડમીશન દીઠ કમીશન મેળવે છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં ભણે છે. આ પૈકીના ૩૦ ટકા લોકો આવા સેવાભાવી એજન્ટો દ્વારા શિક્ષણ માટે ગયા હોય છે. એડ્‌મીશનની આખી પ્રથા તગડી કમાણી કરી આપનારા ધીકતા વ્યવસાય સમાન છે. વિવિધ સેમીનારો કરનારા મફત સલાહ આપે છે પરંતુ પડદા પાછળ કશું મફત નથી હોતું. મેડીકલ-એન્જીન્યરીંગ લાઈનની કોલેજોના એજન્ટો દરેક શહેરોમાં હોય છે જે કમીશનના ધોરણે ચાલે છે. સરકાર જે શિક્ષણ માટે ફી આપવાની વાત કરે છે તે કોઈ હિસાબે સરળ નથી હોતું.

 

બેંકો ૨૦-૨૦ પાનાના મોટામસ ફોર્મ ભરાવે છે અને ઢગલો વિગત મંગાવે છે. જે લોકો પાસે સરકારી નોકરી નથી તેમના માટે આવી લોન લોઢાના ચણા ચાવવા સમાન હોય છે. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શિક્ષણની લોન વ્યાજ વીના આપવી તેના બદલે શિડ્યુલ બેંક ૮-૮ ટકા વ્યાજ લે છે. આ લોન માટે સરકાર વિશેષ ભંડોળ બેંકોને ફાળવે છે, છતાં બેંકો મનમાની કરે છે. આ રીતે એડ્‌મીશનની પ્રોસેસ ખૂબ અટપટી બની ચૂકી છે. વિદ્યાર્થી મુંઝવણમાં મુકાઈ જાય એટલી બધી લાઈનો છે. ઓછા ટકા આવે પણ પૈસા હોય તો ડૉક્ટર-એન્જીન્યર બની શકાય એ હવે સ્પષ્ટ બની ગયું છે. એડ્‌મીશનની પ્રોસેસ માત્ર વિદ્યાર્થીને નથી મુંઝવતી તેના આખા ઘરને મુંઝવે છે.

 

સંતાન મોટો થઈને શું કરશે અને તેના શિક્ષણ માટે પૈસા ક્યાંથી લાવીશું તે ચંિતા તેના વાલીઓને કોરી ખાય છે. ઘણાં લોકો ઉતાવળે અને સમાજમાં દેખાડા માટે સંતાનોને મેડીકલ-એન્જીન્યરીંગમાં દાખલ કરી દે છે પરંતુ કોલેજની ફી અને હોસ્ટેલ ફી ભરવામાં દેવાળીયા થયાના દાખલા સમાજમાં મોજુદ છે. આપણે ત્યાં એડ્‌મીશન પ્રોસેસને સરળ બનાવવાના બદલે અટપટી અને ટેન્સનથી ભરેલી બનાવી દેવામાં આવી છે. વિદ્યાર્થી પાસ થયાનો આનંદ એડ્‌મીશનની ઝંઝાળમાં

 

અટવાઈ જાય છે.

રજનીકાંતની બિમારી ફિલ્મ દુનિયામાં જેના ભાવ અમિતાભ બચ્ચન કરતાં પણ વધારે છે એવા એક્ટર રજનીકાંત છેલ્લા ઘણા સમયથી બિમાર છે. તમિળનાડુમાં જયલલિથા જીત્યા ત્યારે તેમના પી.એ દ્વારા અભિનંદનનો તાર કરાયો હતો. જયલલિથાએ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે રજનીકાંત હાજર રહેશે એમ મનાતું હતું પરંતુ હકીકત એ હતી કે ૬૧ વર્ષનો આ લોકલાડીલો હિરો આઈસીયુમાં છે અને માંડ રીકવર થઈ રહ્યો છે. ચેન્નાઈમાં રામચંદ્ર મેડીકલ સેન્ટરમાં દાખલ કરાયેલો આ હિરો વિચિત્ર માંદગીનો ભોગ બન્યો છે.

 

૨૯ એપ્રિલથી રજનીકાંત બીમાર છે. છેલ્લે ફેફસાની બિમારી - શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરાયા હતા. ભારતનો આ એક એવો કલાકાર છે કે જે બોટમમાંથી ટોપ પર આવેલો છે. મહારાષ્ટ્રમાં ઉછરેલો આ માણસ આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું રોબોટ ફિલ્મ દુનિયાની રેકોર્ડ બ્રેક આવક કરી શક્યું છે. જાપાનમાં લોકો રોબોટ જોઈને આભા બની ગયા હતા. રજનીકાંત એ ફિલ્મ દુનિયાનું એકટીંગ સાથે સંકળાયેલું સૌથી મોટું નામ છે. રજનીકાંતની બિમારી તેના ચાહકોને અકળાવી રહી છે. હિન્દી ફિલ્મોમાં રજનીકાંતની જગ્યા કોઈ લઈ શક્યું નથી. તેની નકલ કરનારાઓ થાકી ગયા છે.

તેમનાં પત્નિ લત્તાએ જોકે તબિયત સારી છે એમ કહીને ચાહકોને હૈયાધારણ આપી હતી પરંતુ રજનીકાંત આઈસીયુમાં છે એ અહેવાલો અનેક શંકાઓ ઉભી કરનારા છે. રજનીકાંત હકીકતે ભારતનો ‘હિરો’ છે. તેની બિમારી અંગેના વ્યવસ્થિત બુલેટીનની જરૂર છે. સબ બંદરકા વેપારી સમાન એકટીંગમાં દરેક રોલ આકર્ષક રીતે નીભાવનાર રજનીકાંત વહેલી તકે એક્ટીંગના તખ્તા પર આવે એવી પ્રાર્થના તેમના ચાહકો કરી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved