Last Update : 04-May-2012, Friday

 

લીના ચંદાવરકર બે વખત લગ્ન કર્યા બાદ પણ પતિસુખથી વંચિત રહેલા પીઢ અભિનેત્રી

વિતેલા જમાનાના અભિનેત્રી લીના ચંદાવરકર આજે ૬૦ વર્ષના થયા છે.છતાં હજુ પણ તેમના ચહેરા પર બાળક જેવી નિર્દોષતા અને મઘુર હાસ્ય જોવામળે છે.મૂળ કર્ણાટકના ધારવાડના સારસ્વત બ્રાહ્મણ લીના મીના કુમારીની આંખોમાં રહેલી કરુણાથી પ્રભાવિત હતા.જયાર લીનાએ ફિલ્મફેર ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમના પિતાએ ઘસીને ના પાડી દીધી હતી. ેઆથી લીનાએ ગુસ્સામાં બધી બુક્સ ગટરમા ંફેંકી દીધી હતી અને દસમા ધેારણની પરીક્ષા નહિ આપે એવું એલાન કરી દીઘું હતું.આ સ્પર્ધામાં રાજેશ ખન્ના અને ફરિદા જલાલ બાદ રનર અપ તરીકે લીના વિજેતા બન્યા હતા.પરંતુ તેમનો ચહેરો નાની બેબી જેવો હોવાથી ફિલ્મકારો તેમને લેવા તૈયાર નહોતા.
લાંબી પ્રતિક્ષા અને કેટલીક જાહેરખબરમાં કામ કર્યા બાદ લીનાને સુનીલ દત્તે ૧૯૬૮માં તેમના દિગ્દર્શન હેઠળ બની રહેલી પહેલી ફિલ્મ ‘મન કા મીત’માં લીધા હતા.ત્યારબાદ તેઓ ‘હમજોલી’,‘અનહોની’,મનચલી’,‘બેરાગ’ અને ‘બિદાઇ’માં જોવા મળ્યા હતા.તેમણે સંજીવ કુમાર અને જીતેન્દ્ર સાથે જોડી જમાવી હતી.‘મને મીના કુમારી ગમતાં હતા. તેમની આંખમાંકંઇક હતું તે મને આકષ્ત્તું હતું.જો કે તેમની જેવા પાત્રો ભજવવાની તક મને કયારેય સાંપડી નહિ.’એમ લીનાએ જણાવ્યું હતું. પરંતુ તેમનું વાસ્તવિક જીવન મીના કુમારીની ફિલ્મની પટકથા જેવું જ કરુણ વિત્યું છે.
કારકિર્દીના મઘ્યાહ્ને લીનાએ ગોવાના પ્રથમ મુખ્યપ્રધાન દયાનંદ બાંડોડકરના પુત્ર સિઘ્ધાર્થ સાથે અરેન્જ મેરેજ કરીને સ્થાયી થવાનો નિર્ણય લીધો.પરંતુ માત્ર ૨૫ વર્ષની વયે તમણેે પતિને ગુમાવ્યા .માંગલિક હોવાના કલંકને કારણે ડિપ્રેશનમાં સરી પડેલા લીનાને બાદમાં કિશોરકુમારે હસતાં કર્યા હતા. અને ૧૯૮૦માં આ બંને લગ્ન ગાંઠે બંધાયા હતા.જો કે પતિસુખ ભાગ્યમાં નધરાવતાં લીના ફરી ૩૬વર્ષની ઉંમરે જીવનસાથીને ગુમાવી બેઠા હતા.
પહેલા પતિ સિઘ્ધાર્થ સાથે વિતાવેલા ૧૧ મહિના ને તેઓ કયારેય ભૂલાવી શકશે નહિ.‘સિઘ્ધાર્થના જન્મ અગાઉ મારા સાસુ સાત પુત્રો ગુમાવી ચૂકયા હતા.જયારે પણ ગર્ભમાં પુત્ર રહેતો ત્યારે તેમને સ્વપ્નમાં સાપ દેખાતો હતો.પરંતુ સિઘ્ધાર્થના જન્મ અગાઉ તેમને આવું સપનું આવ્યું નહોતું.જો કે અમારા લગ્નના છ મહિના પહેલાં તેમને ફરી સાપનું જ સપનું આવ્યું હતું.આથી ડરી ગયેલા મારા સાસુ એ અમારા લગ્ન જલદી લેવડાવ્યા જેથી મારા ગ્રહોની શુભ અસર થાય.૧૯૭૫ની આઠમી ડિસેમ્બરે અમારા લગ્ન થયા. પરંતુ લગ્ન બાદ ૧૧ દિવસમાં જ દુખદ ઘટના બની .આકસ્મિક રીતે સિઘ્ધાર્થને પોતાની જ રિવોલ્વરની ગોળી વાગી હતી.તેમને મુંબઇની અગ્રણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને છ મહિના તેઓ હોસ્પિટલમાં રહ્યા હતા.ગોળી તેમના પેનક્રિયાસમાં ધુસી ગઇ હતી તેથી તેમની બરોળ કાઢી નાંેખવી પડી હતી.આ મહિનાઓ દરમિયાન હું સતત સિઘ્ધાર્થની સાથે જરહેતી હતી.અમે પતિ પત્ની કરતાં મિત્રો બની ગયા હતા.હું નાના બાળકની જેમ તેમની ચાકરી કરતી હોવાથી તેઓ મને મમ્મા કહીને બોલાવતાં હતા.જો કે ડોકટરો મને સાવિત્રી કહેતા હતા.’એમ લીનાએ ભૂતકાળમાં ડોકિયું કરતા જણાવ્યું હતું.
લોકો એમ કહેતા કે લીના માંગલિક હોવાથી સિઘ્ધાર્થ પર ઘાત આવી હતી. આથી લીના તેમની સાસુને કહેતા કે પોતાના લીધે આ બઘું થયું હોવાથી સિઘ્ધાર્થ સાજા થઇ જાય પછી તેમના બીજા લગ્ન કરાવીશું.પરંતુ તેમના સાસુ આવી વાતમાં વિશ્વાસ કરતાં નહોતા. છમહિના પછી સિઘ્ધાર્થ ઘરે તો આવ્યા પણ તેમના સ્નાયુમાં રુઝ આવી નહોતી.આથી થોડા દિવસ બાદતેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.ત્યારે તેમના આખા શરીરમાં નળીઓ ભરાવેલી હતી છતાં તેઓ લખીને વાત પણ કરતા અને મસ્તી પણ કરતા હતા. છેવટે સાતમી નવેમ્બર ૧૯૭૬ને દિવસે તેમણે દુનિયામાંથી વિદાય લીધી.
‘યોગાનુયોગ એ હતો કે સગપણ બાદ હું અને સિઘ્ધાર્થ એક વખત લોનાવાલા ગયા હતા. ત્યારે ત્યાં કિશોરજી(ગાયક કિશોરકુમાર) અને યોગિતા બાલી ને અમે જોયા હતા. ત્યારે અચાનક જ સિઘ્ધાર્થે મને પૂછયું હતું કે શું કિશોર કુમાર તારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે તો શું તું તેમની સાથે લગ્ન કરે? અને મેં કહ્યું હતું કે કયારેય ન કરું. ત્યારે મને નહોતી ખબર કે ભાવિના ગર્ભમાં શું છુપાયું છે.’એમ લીનાએ જણાવ્યું હતું.
સિઘ્ધાર્થના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવું લીના માટે મુશ્કેલ હતું.‘તે દિવસોમાં મને ખબર પડી કે લોકો આત્મહત્યા શા માટે કરે છે.મારા પિતા મને ધારવાટ લઇ આવ્યા હતા. ત્યાં સગાંઓ મને મ્હેણાં મારતા હતા.હું ઊંઘની ગોળીઓ ખાઇને ઘેનમાં જ રહેતી હતી.થોડો સમય આવું ચાલ્યા બાદ મારા અધૂરાપ્રકલ્પો પૂરા કરવા હું મુંબઇ પરત આવી હતી.’એમ તેમણે ઉમેર્યું હતું.
૧૯૭૯માં લીનાની મુલાકાત કિશોરકુમાર સાથે થઇ હતી.એક દિવસ તેમનો ડ્રાઇવર આવીને તેમનો ફોન નંબર આપી ગયો હતો અને ફોન કરવાનું જણાવ્યું હતું.જયારે લીનાએ તેમને ફોન કર્યો ત્યારે તેમણે તરત જ ફોન ઉપાડીને કહ્યું કે લીના હું તારા જ ફોનની રાહ જોતો હતો.છી કિશોર દરરોજ સવારના લીનાને ફોન કરતાં અને તેમની સાથે જાતજાતની વાતો કરીને તેમને હસાવતાં હતા.ધીમેધીમે બંનેનો પરિચય વધતો ગયો અને એક દિવસ કિશોરદાએ તેમના માટે ‘દાગ’ફિલ્મનું ‘મેરે દિલમેં આજ કયા હે’ ગીત ગાયું હતું.અને કહ્યું હતું જો તું ફરી લગ્ન કરવાનો નિર્ણય લે તો મારા વિશે વિચારજે.પરંતુ લીનાએ તેમને જવાબ આપ્યો હતો કે તમારા માટ ે લગ્ન સામાન્ય બાબત હશે પણ હું હજુ સુધી સિઘ્ધાર્થને ભૂલી શકી નથી.
‘હું તેમને જોતાંવેત જ તેમના પ્રેમમાંપડી ગઇ નહોતી પણ મને તેમની હાજરીમાં સુરક્ષાની અનુભૂતિ થતી હતી.લોકો તેમને શા માટે કંજૂસ કહેતા હતા તે મને ખબર નહોતી. તેઓ બધા સાથે ખૂબ પ્રેમાળ વર્તન કરતા હતા.છેવટે જયારે મેં તેમની સાથે લગ્ન કરવાનું નર્ક્કી કર્યું ત્યારે બધાની આંખો ચાર થઇ ગઇ હતી કારણકે કિશોરે આગાઉ ત્રણ લગ્ન કર્યા હતા અને અમારી વચ્ચે ૨૧ વર્ષનો વયભેદ હતો.મારા પિતા પણ અમારા સંબંધનો વિરોધ કરતા બતા.તેમણે પહેલા યોગિતા સાથે ડિવોર્સ લીધા અને પછી મારા પિતાને મનાવવા ધારવાડ આવ્યા હતા. ત્યાં તેમણે પોતાના કેટલાક પ્રચલિત ગીતો ગાઇને તેમનું દિલ જીતી લીઘું હતું.કિશોરજીએ મને કયારેય આઇ લવ યુ કહ્યું નહોતું. તેઓ કહેતા કે આ કહેવાની નહિ પણ અનુભવવાની લાગણી છે.૧૩મી ઓકટોબર ૧૯૮૭ના દિવસે સવારથી જ તેમને સારુ લાગતું નહોતું. આમ છતાં તેમણે સાંજના સાથે બેસીને અંગ્રેજી ફિલ્મ જોવાનું નકાકી કરેયું હતું.થોડ ા સમય બાદ તેમને અસુખ લાગતું હોવાથી તેઓ પોતે જ પલંગમાં જઇને સુતાં. તેમની આ સ્થિતિ જોઇને હું ડોકટરને ફોન કરવા જતી હતી ત્યારે તેમણે મને ના પાડતાં કહ્યું કે જો હું ડોકટરને બોલાવીશ તો તેમને હાર્ટએટેક આવી જશે.બસ, આટલું બોલતાં જ તેમની આંખો પહોળી થઇ ગઇ અને તેઓ કાયમ માટે જતા રહ્યા.’એમ લીનાએ કહ્યું હતું.
કિશેારના ગયા બાદ લીના અને કિશોરના પુત્ર અમિતકુમાર વચ્ચે સમસ્યા હોવાની વાતો સાંભળવા મળતી હતી . પરંતુ હકીકતમાં તો તે અફવા હતી અને અમિતને ટયુશન આપવા આવતાં શિક્ષકે ફેલાવી હતી એમ લીનાએ જણાવ્યું હતું.
આજે કિશોરને ગયાને ૨૫ વર્ષ થઇ ગયા છે પણ લીના તેમના બંગલામાં અમિત તેની પતિની રીમા અને દીકરી મુક્તિકા અને પોતાના પુત્ર સુમીત સાથે રહે છે.સૌથી મહત્તવની વાત એ છે કે તેમની સાથે કિશોરના પ્રથમ પત્ની રુમાદેવી પણ રહે છે અને લીના તેમને જતનથી રાખે છે.આ બધા જ કિશોરને મનમાં રાખીને આનંદથી જીવન જીવે છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved