Last Update : 04-May-2012, Friday

 

માઘુરી દીક્ષિત મોહક અભિનેત્રી લાઇફ ઓકે રાખવાની ટિપ્સ આપે છે

 

હિન્દી ફિલ્મોદ્યોગમાં નંબર વન અભિનેત્રીનું સ્થાન મેળવનારી માઘુરી દિક્ષીત આજ ે બે સંતાનોની માતા બની ગઇ છે અને પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે.આજકાલ મોટાભાગની માનુનીઓ જાતજાતની કોસ્મેટિક સારવાર કરાવે છે અને બાહ્ય દેખાવને જ મહત્ત્વ આપે છે. આ વિશેવાત કરતાં માઘુરી કહે છે કે‘સુંદર દેખાવું અ ે સ્ત્રીઓનો અધિકાર છે.પોતાને સુંદર જોઇને મહિલાનો આત્મવિશ્વાસ વધે છે.અને આનાથી તેનું જીવન સુંદર બને છે. તે જ પ્રમાણે તમારો મેન્ટલ મેકઅપ તમારા જીવનને પ્રતિબંિબિત કરે છે.જો મૂડ ખરાબ હોય તો તમે બધા પર ગુસ્સે થયેલા રહેશો પણ જો તમો આનંદિત હશો તો તમે બધા સાથે સારો વર્તાવ કરશો.આમ છતાં સુંદરતાની ચંિતા જનૂન બની જાય તે હદની હોવી જોઇએ નહિ.સારા દેખાવું સારી વાત છે પણ માત્ર આટલું જ પૂરતું નથી. સ્ત્રીઓએ એન્ટિએજીંગસારવાર લેવા સાથે સ્વાસ્થ્યપ્રદ રહેવું પણ જરૂરી છે.આ માટે નિયમિત કસરત કરવી જોઇએ.જો સ્ત્રી બીમાર પડશે તો આખો પરિવાર હેરાન થશે.જો તે ઓફિસ અને ઘર સંભાળવા વચ્ચે તાલમેલ જાળવી શકે તો પોતાના સંતાનો સામે આદર્શ ઊભો કરી શકે.’
માઘુરી પોતાની માતાને આવી જઆદર્શ સ્ત્રી માને છે.‘તેના માટે તેનો પરિવાર પહેલો છે.મારામાં રહેલા સંસ્કાર,વ્યક્તિત્વ તથા શ્રઘ્ધા મારી માતાને કારણે છે.મારા માટે તો મારો આદર્શ મારી માતા છે.’એમ તેણે ઉમેર્યું હતું.
અભિનેત્રીના મતે સ્ત્રી માટે તેનો પરિવાર સૌથી મહત્ત્વનો હોવો જોઇએ.‘તેણે પોતાના માતા-પિતા,સાસુ-સસરા અને પતિને માન આપવું જોઇએ.પોતાની ઇચ્છાઓનો પણ આદર કરવો જોઇએ. પોતાનો અનમોલ સમય પોતાના સંતાનોને આપવો જ જોઇએ.આનો અર્થ એવો પણ નથી કે તેણે પોતાની મહત્વાકાંક્ષાઓ કે સપનાઓ પૂરા ન કરવા.પરંતુ આ બધા વચ્ચે પોતાના વર્તમાનને ભૂલવો જોઇએ નહિ.આજનો આનંદ લેવા સાથે આવતીકાલના લક્ષ્ય પણ પૂરા કરવાનો જુસ્સો રાખવો જરૂરી છે.’એમ તેણે જણાવ્યું હતું.
લાઇફ ઓકે કરવા માટે શું જરૂરી છે? એમ પૂછતાં માઘુરીએ કહ્યું હતું કે‘લાઇફ ઓકે કરવા માટે જીવનમાં સંતુલન હોવું અત્યંત જરૂરી છે.આપણે ભવિષ્યની ચંિતામાં વર્તમાનનો આનંદ લેતા જ નથી.વાસ્તવમાં આ બંને બાબતો વચ્ચે સંતુલન હોવું જોઇએ.હું આજે મારા ઘ્યેયને હાંસલ કરવા આગળ વધી રહી છું પણ તે માટે મેં મારા પરિવાર કે બાળકોની ઉપેક્ષા કરી નથી.હું તેમને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરું છું.જે વ્યક્તિમાં આ આવડત ન હોય તેનું કાઉન્સિલંિગ કરીને તેને આ વાતની ગંભીરતા તથા જરૂરીયાત સમજાવવી જોઇએ.’
અભિનેત્રી સંબંધને ખાસ મહત્ત્વ આપે છે.અંગત કે વ્યવસાયિક તમામ સંબંધને સુપેરે જાળવવા માટે તે મથતી હોય છે.પોતાના સપના પૂરા કરવા તે સંબંધોને ઠોકર મારવાનું પસંદ કરતી નથી.માઘુરી કારકિર્દીના ટોચ પર હતી ત્યારે તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.‘હકીકતમાં મને સારું અને શાંતિભર્યુ જીવન જોઇતું હતું.પતિ અને પરિવાર જોઇતો હતો.આ મેળવવા મારે શું છોડી દેવું પડશે તે વિચાર મને નહોતો આવ્યો પણ મને શું શું મળશે એવો વિચાર મેં કર્યો હતો.જેમાં જીવનનો ભરપૂર આનંદ મેળવી શકાય તેવો જ નિર્ણય મેં લીધો હતો.’એમ અભિનેત્રીએ સહર્ષ કહ્યું હતું.
આજે સમાજમાં લોકોનો એકમેક પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે અને લાલચ તથા ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.લોકોની લાલસાવધી ગઇ છે.આ પરિસ્થિતિમાં લોકોએ પોતાના વિચારો બદલવા જોઇએ એવો મત માઘુરીએ દર્શાવ્યો હતો.અભિનેત્રી હાલમાં ે ટીવી ચેનલ લાઇફ ઓકેની બ્રાન્ડ એમ્બેસેડર બની છ અનેે તેમાં આવેા જ સંદેશ આપતી સિરિયલો દેખાડવામાં આવે છે.‘સ્ત્રીના જીવનમાં સંતુલનનું મહત્ત્વ ઘણું છે.તે કયારેક અતિ મહત્વાકાંક્ષી બની જાય છે તો કયારેક બઘું જ ભાગ્ય પર છોડીને મન વાળીને બેસી જોય છે.જો કે માત્ર સ્ત્રી જ શું કામ બધાના જીવનમાં સંતુલન અત્યંત જરૂરી છે. અને તે લાવવું મુશ્કેલ છે.કંઇક મેળવવા માટે ઘર અને ઓફિસમાં સંતુલન જોળવવું જરૂરી છે.બાળકો માટે ઓછામાં ઓછો એક કે બે કલાકનો સમય દરરોજ આપવો જ જોઇએ. તો જ તે તમારા માટે આદર કેળવી શકશે.’એમ તેણે છેલ્લે ઉમેર્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved