Last Update : 04-May-2012, Friday

 

મનમાં ધરબાયેલા જ્વાળા મુખીએ દર્શકો અને ઇન્ડસ્ટ્રીને લપેટમાં લીધા

 

કેકે મેનનને સ્ટારડમ પાછળ ભાગતા સિતારો સાથે સમસ્યા હોવાની વાત સૌ કોઈ જાણે છે, પરંતુ કે કે જ્યારે એમ કહે કે, ‘‘મને આપણા દર્શકો પર ગુસ્સો આવ છે.’’ ત્યારે નવાઈ લાગ્યા વિના રહે નહીં. ‘‘દર્શકોની સિનેમાની સૂઝને કારણે હું ચકિત થઈ ગયો હોવાથી તેમની સાથે મને કોઈ સમસ્યા નથી, પરંતુ મને ડર છે કે મેં તેમના પ્રત્યેનો આદર ગુમાવી દીધો છે. દરેક માતા-પિતાને તેમના સંતાનો માટે શ્રેષ્ઠ વસ્તુ જ જોઈએ છીએ. તેમને શ્રેષ્ઠ સ્કૂલ, શિક્ષણ, ખાવાનું તેમજ કપડાં જેવી વસ્તુઓ પૂરી પાડ્યા તેઓ સંઘર્ષ કરે છે તો પછી તેમને સારી ફિલ્મો દેખાડવાનો પ્રયત્ન કેમ કરતા નથી?’’ પોતાના મનનો આક્રોશ શબ્દોમાં વ્યક્ત કરતા કે કે કહે છે. આ વાત પણ સાચી છે. પોતાના પરિવારના બાળકોને કોઈ હોટ આઈટમ ગીતને તાલે ઝૂમતા જોઈને ઘણા લોકોના ભવાં તણાઈ જતાં હશે અને તેઓ કે કેની આ વાત સાથે જરૂર સંમત થશે, પરંતુ એક અભિનેતા તરીકે કે કે જરૂર એ વાત સમજતો હશે કે બિઝનેસ ચલાવવા મારે બધા જ પ્રકારની ફિલ્મો બનાવવાની જરૂર છે એક જ પ્રકારની ફિલ્મો બન્યા કરશે તો પછી સર્જનાત્મકતાનો કોઈ અર્થ જ રહેશે નહીં. આ દલીલનો જવાબ પણ કે કે પાસે છે. ‘‘ઘણી વાર લોકો મને આવા પ્રશ્વ્નો પૂછે છે કોઈ પૂછે છે કે ‘ગુલાલ’માં તે અમુક દ્રશ્ય આ જ રીતે કેમ ભજવ્યું હતું. પાસે આનો પણ જવાબ છે. મને એ જાણવાની ઉત્સુકતા છે કે શું તેઓ આ જ પ્રશ્વ્ન બીજા અભિનેતાઓને પણ પૂછે છે? મોટા ભાગના કલાકારો તો ખરા અર્થમાં તેમના પાત્રમાં ઊંડાણથી ઉતરવાની પરવા જ કરતા નથી અને આ વાતને નજરઅંદાજ કરવામાં આવે છે. એક લોકપ્રિય અભિનેતાને તમે ઝૂપડપટ્ટીમાં રહેતો દેખાડો છો, પરંતુ તેનું શરીર બાવડેબાજ હોય છે. આ દ્રશ્ય પૂરું થતાં જ તે કોઈ મેગેઝિન કવર માટે શૂટંિગ શરૂ કરશે એમ લાગે છે. આમ છતાં પણ દર્શકો આ વાતની પરવા કરતા નથી. આવા બકવાસ કામને એક્ટંિગ કહેવામાં આવે છે એ વાતની મને ચંિતા થાય છે. સદ્‌ભાગ્યે તેમને એક એકટર તરીકે ઓળખાવામાં કોઈ રસ નથી. તેઓ એક સ્ટાર બનીને જ ખુશ છે. તેઓ અભિનય કેમ કરતા નથી, એમ તેમને કેમ કોઈ પૂછતું નથી? મને નવાઈ લાગે છે કે લોકો મને કહે છે કે મારે ‘અગ્નિપથ’ ૠષિ કપૂરનો અભિનય વગેરે વગેરે... માટે જોવી જોઈએ. અફકોર્સ તેમણે સારું કામ કર્યું છે તેઓ એક સારા કલાકાર છે. તેમની કદર કરો અને તેમની એક્ટંિગ બાબતે નવાઈ પામો નહીં. કારણ કે, તેમની અહીં પૂરતી કદર થઈ નથી. ‘પાન સંિહ તોમાર’ જોયા પછી તેમને નવાઈ લાગે છે. ઇરફાન ખાન ટેલન્ટેડ કલાકાર છે એ વાતનું તેમને હમણાં ભાન થાય છે.
આ કલાકારોએ તેમની ટેલન્ટનો પરિચય કરાવી દીધો છે. અને તમે ‘પાન સંિહ તોમાર’ને ‘અગ્નિપથ’ સાથે સરખાવી શકો નહીં. આ પ્રકારના મનોરંજનના પણ દર્શકો છે એ વાત હું જાણું છું, પરંતુ એને સિનેમા કહેતા મને શરમ આવે છે. હું અને કોલેજના વાર્ષિક સમારંભોનો એક ભાગ ગણું છું.’’
દર્શકો અને સ્ટાર ઉપરાંત કે કે એવોર્ડ સમારંભોની પણ ઝાટકણી કાઢે છે. ‘‘આ ઇન્ડસ્ટ્રીમાં ચાલતો કારભાર હું સમજી શકતો નથી. બનાવટી એવોર્ડ અથવા તો નવી નવી કેટેગરી વિશે મને સમજાતું નથી શ્રેષ્ઠ એકટર કોઈ એક ફિલ્મમાં તે કલાકારના અભિનયને તમે બિરદાવવા માગો છે એ સાથે હું સંમત છું. પરંતુ શ્રેષ્ઠ એકટર? આ સૂચિમાં કોઈ ભૂલ હોય એમ નથી લાગતું? એ વાત બાજુ પર મૂકીએ તો મને એ વાતનું દુઃખ છે કે ઘણી નાના બજેટની પણ સારી ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ ઇન્ડસ્ટ્રી માફિયા તેમને લાંબો સમય સુધી ચાલવા દેતા નથી કેમ? કારણ કે તેમને ડર છ ેકે આ ફિલ્મો દર્શકોને રિયલ સિનેમાનો પરિચય કરાવશે તો તેમની બકવાસ મસાલા ફિલ્મોનો કોઈ ભાવ પૂછશે નહીં.’’
કે કેનું કહેવું છે કે દર્શકો સમક્ષ સારી ફિલ્મો આવે છે પરંતુ તેની પબ્લિસિટી અને માર્કેટંિગ નબળું હોવાથી તેઓ આ ફિલ્મ વિશે જાણી શકતા નથી.
‘‘માર્કેટંિગનું આજે વર્ચસ છે. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ આજે ફિલ્મ સ્ટાર્સનું પણ માર્કેટંિગ થઈ રહ્યું છે. લોકો રોવો જેવા બની રહ્યા છે એ જોઈને ડર લાગે છે. એક ‘બ્રાન્ડ’ બનવાનો લોકોને ગર્વ છે. હું ભગવાનનો આભારી છું કે હું એક જીવતો-જાગતો ઇન્સાન છું અને લોકો મને કોઈ એક બ્રાન્ડ તરીકે ઓળખતા નથી.
અભિનય ઉપરાંત કેકેને સ્પોર્ટસનો શોપ છે અને તે માને છે કે માત્ર રમતવીરો જ ખરા અર્થમાં હીરો છે. તેઓ દોડે છે અને જીતે છે. તેઓ વિજયી બન્યા છે એ વાત લોકોના મનમાં ધૂસાડવા માટે તેમની પાસે એક મોટી ટીમ નથી તેમની સિઘ્ધી સૌ જોઈ શકે છે.
ફિલ્મની સફળતાની વાત છે. જો, ‘‘ફિલ્મની સફળતાની ચંિતા મારી નથી અને ક્યારે પણ નહોતી મારા શરૂઆતના દિવસોએ મને એક વાત શીખવી છે. સેટ પર હું આનંદ માણું છું અને ફિલ્મનું ડબંિગ પૂરું થયા પછી તેમની સાથેનો મારો સંબંધ તૂટી જાય છે. ‘પાંચ’ પછી સમજાઈ ગયું છે કે ફિલ્મનું પરિણામ મારું પોતાનું પરિણામ નથી સેટ પર મેં જે સમય વિતાવ્યો છે એનું પરિણામ મારા હાથમાં છે અને હું આવો જ છું હું એક એકટર છું.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved