Last Update : 04-May-2012, Friday

 

પ્રતીક એમી જક્સન સાથે પ્રેમમાં હોવાની કબૂલાત

 

ચાર વર્ષની નાનકડી કારકિર્દી દરમિયાન પ્રતીકે ઊચ અને નીચ બંનેનો અનુભવ કરી લીધો છે. ‘જાને તુ યા જાને ના’ અને ‘ધોબીઘાટ’ જેવી તેની ફિલ્મો અને તેના અભિનયને સમીક્ષકોની પ્રશંસા મળી છે. પરંતુ એ પછી રિલિઝ થયેલી ‘દમ મારો દમ’, ‘માય ફ્રેન્ડ પિન્ટો’ અને ‘એક દીવાના થા’ ફિલ્મોમાં તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેની આ ફિલ્મોને સરિયામ નિષ્ફળતા મળી હતી. એક સોલો હીરો તરીકે ઓળખ મેળવવામાં પ્રતીકને હજુ સુધી સફળતા મળી નથી. ‘એક દીવાના થા’ એક રોમાન્ટિક ફિલ્મ હતી. આ કારણે પ્રતીકને આ ફિલ્મની સફળતાની ઘણી આશા હતી. પરંતુ નસીબે તેને યારી આપી નહોતી. હવે પ્રતીક તેની આગામી ફિલ્મ ‘ઈશાક’ પર આશાની મીટ માંડીને બેઠો છે. આ એક એક્શન અને રોમાન્ટિક ફિલ્મ છે.
રોમાન્સની વાત છે તો અંગત જીવનમાં પ્રતીક ઘણો ખુશ છે. એમી જેક્સન સાથેના તેના રોમાન્સની ઘણી ચર્ચા છે. ‘એક દીવાના થા’ના નિર્માણ દરમિયાન આ બંને પ્રેમમાં હોવાની અફવા હતી. શરૂઆતમાં તો આ બંને આ વાત કબૂલ કરવા તૈયાર થયા નહોતા. પરંતુ, હવે તેમણે જાહેરમાં તેમના પ્રેમનો સ્વીકાર કર્યો છે અને બાવડામાં એક બીજાના નામનું ટેટૂ પણ ત્રોફાવ્યું છે જેનું આ બંને પ્રદર્શન કરતા થાકતા નથી. ‘‘એમી મારા જીવનની એક ખાસ વ્યક્તિ છે. અમે બંને એકબીજાની ઘણા નજીક છીએ. તે મારી ખાસ મિત્ર જેવી છે. ‘એક દીવાના થા’ના સેટ પર અમે ઘણી યાદગાર પળો વિતાવી હતી. પાંચ મહિના સુધી શૂટંિગ માટે અમે ભારત ભરનો પ્રવાસ ખેડ્યો હતો. આથી અમારી વચ્ચે એક મજબૂત નાતો છે. અમે બંને એકસાથે રહીએ છીએ એ અફવા પાયાવિહોણી છે. એક ખૂબસૂરત છોકરી સાથે હું રહું છું. એવી અફવા મને ગર્વ અપાવે છે. આ સાંભળીને મને આનંદ થાય છે. પરંતુ આ એક બકવાસ અફવા છે.’’ પ્રતીક કહે છે. આ ઉપરાંત એની ઘણી હૉટ છે અને આ બાબતે તે તેને ૧૦માંથી ૨૦ માર્ક આપવા જેવી ઉદારતા દાખવે છે!
સ્મિતા પાટિલના પુત્ર તરીકે પ્રતીક પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી છે. આ વાતનો ઉલ્લેખ થતા જ તે કહે છે. ‘‘આ એક મોટી જવાબદારી છે. જેને પૂરતો ન્યાય આપવાનો હું પ્રયાસ કરું છું. મારે તેના જેવા બનવું છે. મારે એક સારા કલાકાર તરીકે ઓળખ મેળવવી છે તેમજ એક સારા માનવી પણ બનવું છે. સૌથી મહત્ત્વનું, મારે એક એવી ઓળખ મેળવવી છે જેને કારણે લોકો મને પ્રેમ કરે. મારી માતાને લોકો સન્માન આપતા હતા અને લોકો તેની તરફ માનથી જોતા હતા. તેમજ તેની પાસેથી પ્રેરણા મેળવતા હતા. તેનું અપૂર્ણ કામ માટે પૂરું કરવું છે.’’
શું તુ રણબીર કપૂર અને ઈમરાન ખાન જેવા તારા સમકાલીન અભિનેતાઓને તારા એક પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રતીક કહે છે. ‘‘હા, દરેક અભિનેતા મારો હરીફ છે પરંતુ મારી જાત સાથે જ હરીફાઈ કરવાનું કામ મારી યાદીમાં પહેલાં નંબરે છે. પાછું વળીને જોઉં ત્યારે મને મારી પહેલી ફિલ્મ પછીની ફિલ્મોમાં મારો વિકાસ થયો હોવાનું હું જોવા માગું છું. તેમની કારકિર્દીના ગ્રાફની મને કોઈ અદેખાઈ થતી નથી. દરેકના જીવનમાં પોતાનો એક માર્ગ છે. અને દરેકે અલગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. મને લાગે છે કે આપણે જે કામ કરીએ છીએ એનાથી ખુશી મેળવવી જોઈએ. આ વાત જ સૌથી મહત્ત્વની છે અને હું જે કામ કરું છું એના પ્રત્યે મને લગાવ હોવાથી હું ખુશ છું.’’
લોકો તેની ટીકા કરે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે. ‘‘લોકોની ટીકા સાંભળી મને ઘણું ખરાબ લાગે છે. પરંતુ, મને મારું કામ ગમે છે એ બાબતે હું નસીબદાર છું. મારી કારકિર્દી ખતમ થઈ ગઈ એમ લોકો કહે ત્યારે દુઃખ જરૂર થાય છે. પરંતુ આ દુઃખ લાંબુ ટકતું નથી. લોકો આમ કહે એ ઠીક નથી. ફિલ્મની નિષ્ફળતાને કારણે મને એકલાને દોષી માનવો એ યોગ્ય નથી. એક કલાકાર તરીકે હું મારું કામ પૂરપૂરી નિષ્ઠા અને મહેનતથી કરું છું. પરંતુ, ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો માટે આમ કહી શકાતું નથી. મને એકલાને જ આ માટે જવાબદાર ગણાવવો એ ઠીક નથી. હા, હું એ ફિલ્મનો એક ભાગ હતો એટલે થોડો-ઘણો દોષ મને આપી શક્યા છે અને એ હું સ્વીકારી લઉં છું. પરંતુ હવે એ એક ઈતિહાસ છે અને હું મારા ભવિષ્ય તરફ આગળ વધવા માગું છું.’’ પ્રતીક કહે છે. આજથી ૧૦ વરસ પછી પ્રતીક પોતાની જાતને એક સારા અને મેચ્યોર અભિનેતા તરીકે જુએ છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved