Last Update : 04-May-2012, Friday

 

અક્ષય ખન્ના બાળપણના સંભારણા વાગોળે છે

.બચપન કે દિન ભૂલા ના દેના...
બાળપણની યાદ દરેકના મનમાં એક મહત્ત્વનુંં સ્થાન ધરાવે છે. દિલના કોઈ એક ખૂણામાં આ યાદ સંઘરાયેલી હોય છે અને કોઈ વાર આ યાદ મમળાવવાનો આનંદ પણ અનેરો છે. આજે અક્ષય ખન્નાના બાળપણમાં એક ડોકિયું કરી લેવાનું ગમશે...
એક બાળક તરીકે તું કેવો હતો?
મને તીવ્ર યાદશક્તિનું વરદાન મળ્યું નથી. હું ઘણો તોફાની હતો. મારામાં ઘણી તાકાત હતી અને મને સંભાળવો મુશ્કેલ હતો. મને કોઈની સત્તા ગમતી નહોતી અને ભણવામાં હું સાધારણ હતો. હજુ સુધી હું આવો જ છું. મારામાં હજુ એક બાળક સમાયેલો છે.
તારા બાળપણની કોઈ મનગમતી યાદ છે ખરી?
વર્ષમાં એક વાર અમે ઉનાળાની રજામાં બહારગામ જતા હતા. મારું બાળપણ આનંદી અને સલામત હતું.
તારા પિતા (વિનોદ ખન્ના) એક સુપર સ્ટાર હોવાનું ભાન તને ક્યારે થયું હતું?
હું તેમની સાથે શૂટંિગ પર જતો હતો. એક અભિનેતાનો પુત્ર હોવાથી સેટ પર બધા મને ઘણો લાડ લડાવતા હતા. તમારા પિતા અભિનેતા હોવાની વાત જાણતા એક બાળકને વાર લાગતી નથી.
અમિતાભ બચ્ચન સાથે તેમની જોડીના ઘણા વખાણ થતા હતા. આ બંનેની એકસાથેની ફિલ્મો જોઈને તને કેવું લાગતું તું?
અમે ક્યારે ફિલ્મો જોતા જ નહોતા. આજ સુધી મેં મારા પિતાની ઘણી ઓછી ફિલ્મો જોઈ છે. હું માત્ર નવી ફિલ્મો જ જોઉંછું.
પડદા પર કઈ અભિનેત્રી જોડે તેમની જોડી તને સર્વશ્રેષ્ઠ લાગે છે?
બધી જ અભિનેત્રીઓ સાથે તેમની જોડી સારી લાગે છે. આ બધી ઘણી ખૂબસુરત અભિનેત્રીઓ છે. તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વરસથી છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ કરતા અભિનેતાઓની કારકિર્દી ઘણી લાંબી છે. તેમને દરેક પેઢીની હિરોઇનો સાથે કા કરવાની તક મળે છે.
ભગવાન રજનીશ માટે તેમણે તેમના પરિવારને છોડી દીધો હતો ત્યારે તને કેવું લાગ્યું હતું?
આ વાતે ઘણું દુઃખ પહોંચાડ્યું હતું. માતા કે પિતામાંથી કોઈ પણ એક થોડા સમય માટે દૂર જાય એ વાત દરેક બાળક દુઃખદાયક હોય છે. પરંતુ નાની ઉંમર હોય તો એ વાત ઓછી અસર કર ેછે. ઉંમર અને સમજણ વઘ્યા પછી આ વાત ઘણી અસર કરે છે. પરંતુ બાળકોને આ વાત સરળ રીતે સમજાવવામાં આવે છે. તે સમયે હું માત્ર પાંચ વર્ષનો હતો. મને તેમની ખોટ ઘણી સાલતી હતી.
તારા અને તારા મોટો ભાઈના સંબંધો કેવા છે?
હું તેની ઘણો નજીક છું. જોકે અમે રોજ મળતા નથી. દરેકનું પોતાનું જીવન હોય છે.
... પરંતુ તને તારા પરિવારની ચંિતા તો થતી હશે?
હા, થાય છે. પરંતુ એ વાત અલગ છે. પિતા, ભાઈ કે માતા, દરેક સાથે વર્તવાની એક સીમા હોય છે. તમારી કોમેન્ટ અને અભિપ્રાય એક મર્યાદામાં હોવા જોઈએ.
તું પરિવાર સાથે સમય કેવી રીતે પસાર કરે છે?
સપ્તાહના અંતમાં હું અલિબાગ જાઉં છું. ત્યાં મારી માતા (ગીતાંજલિ) પિતા અથવા પિત્રાઈ ભાઈઓ આવતા રહે છે. હું પણ મારી મમ્મી અથવા તો પપ્પાના ઘરની મુલાકાત લેતો રહું છું.
આદર્શ વેકેશનની તારી વ્યાખ્યા શું છે?
મને પ્રવાસનો ખાસ શોખ નથી. યોજના બનાવ્યા વગર હું ક્યારે પ્રવાસ પર જતો નથી ઘણા લોકો એકાદ-બે દિવસમાં તૈયારી કરીને બહારગામ જઈ શકે છે. પરંતુ હું આમ કરી શકતો નથી. આ ઉપરાંત મને કોઈનો સાથ જોઈએ છીએ જે એ જગ્યાનો જાણકાર હોય. છેલ્લા બેવરસ દરમિયાન મને માત્ર દુબઈમાં જ વેકેશન માણવાની મઝા આવી હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તોરા ‘ફોરએ.એમ.’ ચિત્ર કોણ છે?
હું રાત્રે ૧૦.૩૦ વાગ્યે સૂઈ જાઉં છું આથી એ સમય પછી મારા કોઈ મિત્રો નથી. હું મજાક કરતો નથી. સાચું કહું છું. ૧૧ વાગ્યાથી મોડું થાય તો હું ચીડચીડો બની જાઉં છું.
દિગ્દર્શનનો અનુભવ લેવાની ઇચ્છા છે?
ના, નિર્માતા અને દિગ્દર્શકની જવાબદારી ઘણી મોટી છે અને મને જવાબદારી ઉપાડવી ગમતી નથી. જવાબદારીનો મને ડર છે. કોઈ પણ પ્રકારની જવાબદારી મને ગભરાવે છે પછી પત્નીની હોય કે સંતાનની હોય. આથી હું લગ્ન કરીશ કે નહીં એની મને શંકા છે. જો કે આ બાબતે ચોક્કસપણએ કહી શકાતું નથી. હું હંમેશાં રિલેશનશિપ માટે તૈયાર છું.
એક સ્ત્રીની કઈ વાત તને આકર્ષે છે?
તેનો દેખાવ.
શું તું લીવ-ઇન-રિલેશનશિપમાં માને છે?
હા, મને પોતાને લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી. આ વાત મારા મગજમાં ઉતરતી જ નથી. મને લાગે છે કે કોઈ બે વ્યક્તિના જીવનમાં કાયદાની દખલ હોવી જોઈએ નહીં. જ્યાં સાથે રહેવા અને છૂટા પડવા માટે તેમણે દસ્તાવેજો સાઇન કરવા પડે.ુ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved