Last Update : 04-May-2012, Friday

 

શિવાની ગોસેન વર્ચ્યુઅલ વર્લ્ડનો ભોગ બનેલી અભિનેત્રી હવે બીજી વખત છૂટાછેડા લેવાની છે

દૂધના દાઝયા છાશ પણ ફૂંકીને પીએ છે પણ અભિનેત્રી શિવાની ગોસેન તો છાશથી પણ દાઝી ગઇ અને જીવનમાં બીજી વખત છેતરાઇ ગઇ છે.‘કસૌટી જંિદગી કી’ ,‘કહાની ઘરઘર કી’ ,‘રંગ બદલતી ઓઢણી’અને ‘લવ યુ જંિદગી’ જેવી સિરિયલોમાં અભિનય કરનારી શિવાની ઓનલાઇન અજાણી વ્યક્તિની જાળમાં સપડાઇ ગઇ હતી.હાલમાં ‘પિયા કા ઘર પ્યારા લગે’ સિરિયલનું શૂટંિગ કરતી શિવાની નેટ સર્ફંિગને કારણે જીવનની મોટામાં મોટી મુશ્કેલીમાં સપડાઇ છે.
વાત જાણે એમ બની કે શિવાનીને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી.તેના અંતર આત્માએ તેને આ રિકવેસ્ટ અવગણવાનું કહ્યું હતું.આથી તેણે ‘નોટ નાઉ’પર ક્લિક કર્યું હતું.તેણે સાત વખત આ રિકવેસ્ટને નકારી હતી. પણ આઠમી વખત તે નકારી ન શકી કારણકે આ વ્યક્તિ હંિમત હાર્યા વગર રિકવેસ્ટ મોકલતો જ રહેતો હતો.શિવાની જાણતી હતી કે તે પોતાના આત્માની વાતને અવગણી રહી છે છતાં તે આગળ વધી કારણકે તે વ્યક્તિ સાથે તેનું ૠણાનુબંધ હશે. શિવાનીએ તેની રિકવેસ્ટ કબૂલ કર્યા બાદ તેણે લાંબા અને પ્રેમાળ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું.આ વ્યક્તિનું નામ ન આપતાં અભિનેત્રીએ જણાવ્યું કે તે તેને દરરોજ દિવસમાં ત્રણ વખત મેસેજ મોકલતો હતો.
આજથી પાંચ વર્ષ અગાઉ એક વખત છૂટાછેડા લઇ ચૂકેલી શિવાની તે વ્યક્તિની વાતોમાં ફસાતી ગઇ હતી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોઇ પણ વ્યક્તિ પોતાની સાચી ઓળખ રજૂ કરતી નથી તે હકીકત જાણતી હોવા છતાં શિવાની તેની વાતોમાં ભરમાતી ગઇ હતી.તે દરરોજ તેની સાથે ચેટ કરતી હતી.તેણે જણાવ્યું હતું કે તે ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે પણ હાલમાં તેની પાસે કામ નથી.
શિવાનીનો એક ભત્રીજો મોટરબાઇકના અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ૨૮મી એપ્રિલે તેનો જન્મ દિન હતો.આ દિવસે શિવાની એકદમ દુઃખી હતી અને તે નબળી ક્ષણે તેણે તે વ્યક્તિને મળવા માટે હા પાડી હતી.અભિનેત્રી જણાવે છે કે તે બોલવામાં એકદમ મીઠો હતો.મને લાગ્યું કે તે સજ્જન હશે.તેણે ફૂલોનો મોટો બુકે આપીને મારું મન જીતી લીઘું હતું.
ત્યારબાદ શિવાનીએ પોતાના બ્લેકબેરી મેસેન્જરનો પીન નંબર તેની સાથે શેર કરીને સૌથી મોટી ભૂલ કરી હતી.ત્રીજી વખત તેઓ મળ્યા ત્યારે તેણે શિવાની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો.૩૬ વર્ષની શિવાની તેનો પ્રસ્તાવ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું કે તે ખૂબ મીઠડો હતો.તેણે મને સરપ્રાઇઝ પાર્ટી આપી હતી.મારા મિત્રો તેને મળ્યા હતા અને તે ખરેખર સજ્જન લાગતો હતો.જો કે તે ૩૩ વર્ષનો હતો. તેને મળ્યા પછી મારામિત્રો અને પરિવારજનો મારા પર લગ્ન કરવાનું દબાણ કરતા હતા. અહીં પ્રશ્ન એ થાય છએ કે શું શિવાનીએ તેના પરિવાર વિશે કે અન્ય કોઇ બાબતની તપાસ નહોતી કરી?આ અંગે ઉત્તર આપતાં અભિનેત્રીએ કહ્ય ું કે,હ ું શેની તપાસ કરું.હું તેના પરિવારજનોને મળી હતી.તેઓ કોલકાતાના મારવાડી હતા અને મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્ત્યા હતા.
૨૦૧૧ની ૧૭મી જુલાઇએ શિવાનીએ તે વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.ગોરેગામના એક બંગલામાં ત્રણ દિવસ સુધી લગ્નના ફંકશન ચાલ્યા હતા.પણ અફસોસ કે લગ્નના પહેલા દિવસથી જ શિવાનીના સપનાં ચકનાચૂર થવા લાગ્યા હતા.તેણે કહેલી મોટા ભાગની વાતો ખોટી પડવા લાગી હતી.તે આર્થિક રીતે અસ્થિર હતો અને લગ્ન બાદ તેના લેણદારો ઉઘરાણી કરવા ઘરે આવવા લાગ્યા હતા.તેણે શિવાનીના દાગીના માગ્યા હતા અને શિવાનીએ તે આપ્યા હતા.ત્યારબાદ તેણે અભિનેત્રીની કાર ગિરવે મૂકવાનું કહ્યું હતું.
અમે હનીમૂનનો તો વિચાર પણ કર્યો નહોતો.તે મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તવા લાગ્યો હતો . એક તરફ તે મારું શારીરિક શોષણ કરતો હતો અને બીજી તરફ મારી માફી પણ માગતો હતો.
મને બધાની સામે ઉતારી પાડી મારું અપમાન કરતો હતો.મારા ફોન પર આવતાં તમામ મેસેજ તે વાંચતો . હું કોની સાથે વાત કરું છું તે જાણવા ઇચ્છતો હતો.મારા પર નજર રાખવા માટે વોચમેનને તે પૈસા આપતો હતો.લોકોની સામે તેમને મારતો હતો. અમારા ઝઘડા બિલ્ડંિગમાં ચર્ચાનો વિષય બની ગયા હતા અને મને અત્યંત શરમજનક લાગતું હતું.તે મને અપશબ્દો કહેતો . મને પ્રતીતિ થઇ કે મેં એક ઢગ સાથે લગ્ન કર્યા છે.તેણે અગાઉ પણ લગ્ન કર્યા હોવાની જાણ મને થઇ હતી એમ શિવાનીએ જણાવ્યું હતું. લગ્નના બે મહિના બાદ અભિનેત્રીએ પોતાના પતિ વિરુઘ્ધ એનસી નોંધાવી હતી.વાસ્તવમાં જયારે તે પોતાના પતિથી દૂર થઇ ગઇ ત્યારે તેણે તેના પર હુમલો કર્યો હતો.તે વારંવાર તેને ધમકી આપતો હતો.આ કારણે શિવાનીએ પોલીસમાં એફઆઇઆર નોંધાવી હતી.હવે તે છૂટાછેડા માટે કેસ કરવાની છે અને પોતે જલ્દી આમાંથી છૂટી જશે એવી તેને આશા છે.હાલમાં તે ગોરેગામમાં ભાડેથી ફલેટ રાખીને રહે છે.અને એક પ્રકારના ભયમાં જીવે છે.તે બધાને ફેસબુકથી ચેતીને રહેવાની સલાહ આપે છ.તે જણાવે છે કે તમારા પ્રોફાઇલ પર અંગત વાતો જણાવવી નહિ.કોઇના પણ પ્રોફાઇલથી પ્રભીવિત થવું નહિ.જે વ્યક્તિને ફ્રેન્ડ બનાવો તેની ઓફલાઇન માહિતી મેળવો.વર્ચ્યુઅલી મળેલી વ્યક્તિ સાથે તમારા જીવનની ખાનગી વાત કરવી નહિ.તમારા કામના ક ે ઘરના સરનામાની વિગત અજાણી વ્યક્તિને આપવી નહિ.કોઇના મીઠા શબ્દોથી ભોળવાઇ જવું નહિ.ફેસબુક પર મિત્ર બની હોય તે વ્યક્તિને તમારી બીબીએમ પીન આપવી નહિ.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved