Last Update : 04-May-2012, Friday

 

‘કહાની’નો ઇન્સ્પેક્ટર રાણા કાજોલને લઈને એક હિન્દી ફિલ્મ બનાવવા ધારે છે

 


વિદ્યા બાલનની ‘હિરોઇન’ જેવો રોલ સ્વીકારનાર પરમબ્રત ચટ્ટોપાઘ્યાય હકીકતમાં બંગાળી ફિલ્મોનો મોટો સ્ટાર છે
‘ધડર્ટી પિક્ચર’ અને ‘કહાની’ ફિલ્મની ઉપરાછાપરી સફળતાએ વિદ્યા બાલનનું નામ ઘર-ઘરમાં જાણીતું કરી દીઘું છે. માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ જ્યાં જ્યાં હિન્દી સિનેમાના ચાહકો વસે છે ત્યાં વિદ્યા બહુ જ લોકપ્રિય બની ગઈ છે. એટલે હવે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મિસ બાલનને લઈને વર્લ્ડ ટૂર કરવાનું વિચારી રહી છે. ‘ડર્ટી પિક્ચર’ તો બાલાજી જેવા એકતા કપૂરના મોટા બેનરની ફિલ્મ છે પરંતુ ‘કહાની’ની સફળતા ખુદ એના દિગ્દર્શક સુજોય ઘોષ માટે પણ અનપેક્ષિત છે. અલબત્ત, ‘કહાની’ની સફળતાનો લાભ માત્ર વિદ્યા કે સુજોયને નથી મળ્યો. ફિલ્મ સાથે જોડાયેલા મોટા ભાગના કલાકારોને એનો લાભ મળી રહ્યો છે. એ પૈકીનો એક છે યુવાન બંગાળી અભિનેતા પરમબ્રત ચટ્ટોપાઘ્યાય.
‘કહાની’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી પરમબ્રતના ટિ્‌વટર એકાઉન્ટમાં અસામાન્ય પ્રવૃત્તિ ચાલી રહી છે. ‘અચાનક મારા પર બંગાળ બહારના લોકોના મેસેજીસનો ઢગલો થઈ રહ્યો છે. હકીકતમાં, એની સંખ્યા મારા બંગાળી ફેન્સ જેટલી જ થઈ ગઈ છે’ એમ મુંઝાયેલો પરમબ્રત કહે છે. ‘કહાની’ની રિલીઝને ઘણા અઠવાડિયાઓ થઈ ગયા હોવા છતાં નવા શિખાઉ ઇન્સ્પેક્ટર રાણાનું પાત્ર ભજવવા બદલ એને અભિનંદન આપતા સંદેશાઓનો પ્રવાહ હજુ થંભ્યો નથી. ફિલ્મમાં પરમબ્રતે ગર્ભવતી વિદ્યાને એનો ગુમ થયેલો પતિ શોધવામાં મદદ કરતા ૠજુ હૃદયના સીધાસાદા ઇન્સ્પેક્ટરનો ભજવેલો રોલ બધાને ગમી ગયો છે. ‘મને પહેલેથી ખબર હતી કે અમે એક અદ્‌ભુત ફિલ્મ બનાવી છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે મને મળેલી જબરદસ્ત પ્રશંસા મારા માટે અણધારી હતી,’ એમ બંગાળીબાબુ હસતા-હસતા કહે છે. પરમબ્રત ચટ્ટોપાઘ્યાયનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ આસાન રહ્યો છે કારણ કે કહાનીનું નિર્માણ કોઈ બંગાળી ફિલ્મ કરતા બહુ જુદુ નહોતું. કોલકત્તાની પરિચિત ગલીઓમાં ‘કહાની’નું શૂટંિગ કરતી વખતે એને એકદમ ઘર જેવો માહોલ લાગ્યો હતો. બોલીવૂડમાં પરમબ્રત ભલે નવો રહ્યો પણ બંગાળી ફિલ્મોનો એ જાણીતો સ્ટાર છે. એણે અડધા ડઝનથી વઘુ હિટ બંગાળી ફિલ્મો આપી છે. લોકલ માણસ હોવાનો મને ચોક્કસપણે લાભ મળ્યો હતો કારણ કે આખી ફિલ્મ રિયલ લોકેશન્સ પર લોકોના મોટા ટોળાઓ વચ્ચે ફિલ્માવાઈ છે. ઘણાં બધા ક્રુ મેમ્બર્સ અને દિગ્દર્શક સુજોય ઘોષ પોતે પણ બંગાળી હોવાથી મારા માટે આખો સેટ-અપ એકદમ અનુકૂળ રહ્યો હતો અને વિદ્યાને તો હું ઓનરરી (માનદ) બંગાળી ગણું છું,’ એવી ટીપ્પણ યુવાન એક્ટર કરે છે.
પરમબ્રતે બંગાળી ફિલ્મમાં આજ સુધીમાં કોઈ સુપરસ્ટાર સામે પણ ઉતરતી કક્ષાનો રોલ કર્યો નથી પણ કહાનીમાં એને વિદ્યાની ‘હિરોઇન’ બનવા સામે પણ વાંધો નહોતો. ‘સુજોયે મને ઇન્સ્પેક્ટર રાણાની ભૂમિકા ઓફર કરી ત્યારે સૌથી પહેલી વાત એ કરી હતી કે હું કોઈ ખોટા દાવા કરવા નથી માગતો. આ વિદ્યા બાલનની (એકલીની) ફિલ્મ છે. ‘પરંતુ મેં તો ફટાફટ એ રોલ લઈ લીધો. એમણે મારી સમક્ષ લાંબી પ્રસ્તાવના બાંધવાની શું જરૂર હતી એ મને સમજાતું નથી,’ એમ પરમબ્રત કહે છે. હકીકતમાં બંગાળી એક્ટર ૨૦૦૯માં ફિલ્મોમાંથી નાનકડો બ્રેક લઈ પોતાની નોર્વેજિયન ગર્લફ્રેન્ડ ઇક શોટિન સાથે એમસ્ટરડમમાં વેકેશન ગાળી રહ્યો હતો ત્યારે એને સુજોયનો ફોન આવ્યો હતો. ‘એણે મને સ્ટોરીનો રફ આઇડિયા આપ્યો અને મેં હા પાડી દીધી. એ વખતના મારા લાંબા વાળ કપાવી અને દાઢી સફાચટ કરી હું મારતે વિમાને ભારત આવી ગયો. માત્ર ત્રણ દિવસમાં હું રાણા બની ગયો હતો’ એમ બંગાળીબાબુ કહે છે. એને આજે માત્ર રોમનો પોતાનો હોલીડે ટૂંકાવવો પડ્યો એનો રંજ છે.
પરમબ્રત ભલે અત્યારે રાણાના રોલ માટે થતી અભિનંદનવર્ષાથી ફુલાતો હોય પણ એને અભિનય કરતા દિગ્દર્શનમાં વઘુ રસ છે. કોલેજના દિવસોમાં મિત્રો સાથે કેટલીક ટેલિ ફિલ્મ્સ બનાવતા એ અકસ્માતથી એક્ટર બની ગયો હતો. એને દમદાર ભૂમિકાઓ ઓફર થવા માંડતા ૨૦૦૩થી એણે પોતાના વ્યવસાયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું. ૨૯ વરસની ઉંમરે પરમબ્રત પોતાની કરીઅરની ટોચ પર હતો ત્યારે એને ચાર્લ્સ વોલેસ ઇન્ડિયા ટ્રસ્ટ એવોર્ડ મળ્યો. એટલે એ ફિલ્મનિર્માણમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં જોડાઈ ગયો. એ વખતે બંગાળી ફિલ્મો છોડીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા બદલ લોકોએ એને ગાંડો પણ ગણ્યો હતો.
યુકે જવાનો પરમબ્રતને સૌથી મોટો ફાયદો એ થયો કે એની મુલાકાત ઇક સાથે થઈ. એ બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં ઓપ્થાલ્મોલોજીનો કોર્સ કરવા આવી હતી, ભારત પાછા ફર્યા બાદ પણ પરમબ્રતે પોતાની પ્રેમિકા ઇક સાથેનો પોતાનો લોંગ ડિસ્ટંસ રોમાંસ ચાલુ રાખ્યો છે. દર વરસે એ ઇક સાથે નેધરલેન્ડમાં અમુક મહિના ગાળે છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે સિનેમા પરમબ્રત ચટ્ટોપાઘ્યાયના લોહીમાં છે. એ વિશ્વ વિખ્યાત બંગાળી ફિલ્મસર્જક રિત્વિક ઘટકનો દોહિત્ર અને ફિલ્મ સમીક્ષક સુનેત્રા ઘટક ચેટરજીનો પુત્ર છે. એ નવ વરસનો હતો ત્યારથી દુનિયાની ક્લાસિક ફિલ્મો જોતો થઈ ગયો હતો. એ વખતે એના સહપાઠીઓ સુપરમેન જેવી ફિલ્મો જોવાનો આનંદ લેતા હતા.
હવે પરમબ્રતે જ્યારે બોલીવૂડમાં વિધિવત પ્રવેશ કરી લીધો છે ત્યાર એ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કરવા થનગની રહ્યો છે. ‘મને કાજોલ સાથે એક ફિલ્મ બનાવવાનું ગમશે કારણ કે હું ટીનેજર હતો. ત્યારથી એનો ફેન છું. અને હા, મારી ફિલ્મમાં વિદ્યા બાલન પણ હશે, જે અત્યારે આપણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ પૈકીની એક છે’ એમ પરમબ્રત ઉમેરે છે. યોગાનુયોગે વિદ્યાએ નવ વરસ પહેલાં પોતાની ફિલ્મ કરીઅર પરમબ્રત સાથે ‘ભાલો ઠેકો’ નામની બંગાળી ફિલ્મથી શરૂ કરી હતી. એ વખતે મિસ બાલન માત્ર એડ ફિલ્મોની હિરોઈન હતી.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved