Last Update : 04-May-2012, Friday

 

કંગના રાણાવત એકશન હિરોઈનની ઓળખ સાબિત કરવા મેદાનમાં ઝંપલાવ્યું છે

 

કંગના રાણાવત આજકાલ ખુશ છે. ‘ક્રિશ થ્રી’માં સુપર વુમનનું પાત્ર ભજવવાની તક મળી હોવાથી તે ઘણી રોમાંચિત છે. આ ફિલ્મ એકશન કરવાની વાતે તેની ખુશી બમણી કરી દીધી છે. તેની લોકપ્રિયતા પાછળ તેનો બિન્દાસ સ્વભાવ છે. ‘‘મને કોઈની પરવા નથી.’’ એવા તેને સ્વભાવે તેને ઘણી વાર વિવાદમાં સપડાવી છે. પરંતુ કંગના તેની જ દુનિયામાં મસ્ત છે કોઇ પણ પ્રકારન ી ચર્ચા, કૌભાંડ કે વિવાદ તેને અસર કરી શકતો નથી. હમણા કંગના ‘ક્રિશ-થ્રી’ બાબતે જ ઉત્સાહિત છે. તે તેની આ ફિલ્મ રિલિઝ થવાની કોગડોળે રાહ જોઈ રહી છે. ‘‘આ ફિલ્મ મારે માટે ઘણી મહત્ત્વની છે. આ મારી સૌથી પહેલી બિગ બજેટ ફિલ્મ છે. આથી આ ફિલ્મ પ્રત્યે હું ઘણી ઉત્સાહિત છું. ૨૦૧૩માં રિલિઝ થનારી સૌથી મોટી ફિલ્મોમાંથી આ એક ફિલ્મ છે. તમે જાણો છો કે, મારી ફિલ્મો સફળ થાય છે પણ, અત્યાર સુધી આટલી મોટી ફિલ્મનો એક ભાગ બનવાની મને તક મળી નહોતી. બીજી અભિનેત્રીઓની જેમ મને રૂા. ૨૦૦ કરોડથી વઘુ ફિલ્મોનો એક ભાગ બનવાની હજુ સુધી તક મળી નહોતી. આ કારણે મારો ઉસાહ વધી ગયો છે. આરૂા. ૨૦૦ કરોડથી પણ વઘુ બજેટની ફિલ્મ છે કે નહીં એ હું જાણતી નથી, પરંતુ આ એક મોટી ફિલ્મ છે. અને આટલી મોટી ફિલ્મ મેં ક્યારે પણ કરી નથી. મારી મોટા ભાગની ફિલ્મો મઘ્યમ બજેટમાં બની હતી. મને આ ફિલ્મોએ એવોર્ડસ અને પ્રશંસા મેળવી આપી હતી, પરંતુ એક બિગ ફિલ્મના ભાગ બનવાની વાત જ અલગ છે.’’ પોતાનો ઉત્સાહ શબ્દોમાં વ્યક્ત કરતા કંગના કહે છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મ માટે કંગના માર્શિયલ આર્ટસની તાલીમ લઈ રહી છે. ‘‘આ રોલ માટે મારે વજન ઉતારવાની જરૂર હતી. આમ પણ મારું વજન વધી ગયું હતું એટલે મારે ઉતારવું જ હતું. બધાને લાગે છે કે આ મારો એક ભ્રમ છે, પરંતુ તમે ‘ગેન્ગસ્ટર’ જેવી મારી ફિલ્મો જોશો તો મારું વજન ઘણું વધી ગયું હોવાનો તમને ખ્યાલ આવી જશે. મારું વજન લગભગ ૧૫ કિલો જેટલું વધી ગયું હતું. મારે માટે આ ઘણું વધારે હતું. મારે ફિટ બનવું હતું, પરંતુ મને આ માટે મહેનત કરવાનું આળસ આવતું હતું. આથી આ ફિલ્મ મળ્યા પછી મેં આળસ ખંખેરીને આ તરફ ઘ્યાન આપવાનું શરૂ કર્યું છે અને હવે મારું વજન ઘણું ઉતરી ગયું છે.
કંગનાની વાતનો વિષય ફરી ફરીને પાછો ‘ક્રિશ-થ્રી’ પર જ આવી જાય છે, ‘‘આ ફિલ્મનું મારું પાત્ર ઘણું સરસ છે. પાત્ર ઉપરાંત આ ફિલ્મ જ ઘણી રસપ્રદ છે. ‘ક્રિશ-થ્રી’ સાયન્ટિફિક ફિકશન ફિલ્મ છે અને હું સુપરવુમનની ભૂમિકા ભજવું છું ભારતીય સિનેમામા આજ સુધી કોઈએ પણ સુપરવુમનનું પાત્ર ભજવ્યું નથી. આ ઉપરાંત મને સંપૂર્ણ એકશન ફિલ્મોમાં પણ ઘણો રસ છે. આથી આ ફિલ્મમાં એકશન રોલ ભજવીને હું ઘણી ખુશ છું.’’
જોકે આ ફિલ્મના તેના એકશન દ્રશ્યો વિશે અભિનેત્રી આ તબક્કે વઘુ જણાવવા તૈયાર નથી, પરંતુ ફિલ્મની એકશન અને તેના કોશ્ચ્યુમ અદ્‌ભૂત હોવાનું તે જરૂર કહે છે.
આ ફિલ્મમાં હૃતિક સાથે તેના કેટલાક ઉત્કટ પ્રણય દશ્યો હોવાનું સંભળાય છે. અને કંગના આ વિશે હમણા મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
‘કાઈટ્‌સ’ પછી રોશન પરિવાર સાથે વણસેલા સંબંધ પછી આ પાત્ર સ્વીકારતા ખચકાટ થયો નહોતો? આ પ્રશ્વ્ન ના ઉત્તરમાં કંગના કહે છે. ‘‘ના, ક્યારે પણ નહીં. આ ફિલ્મ સ્વીકારતા મને જરા પણ ખચકાટ કે ડર લાગતો નહોતો. ‘કાઈટ્‌સ’ કોઈ ઉણપ રહી ગઈ હતી અને એ ઉણપ શું હતી એ કોઈ જાણતું નહોતું. હું રાકેશજીને મળી ત્યારે તેમણે પણ મને કહ્યું હતું કે, એ વિષય પર વાત કરવાનો હવે કોઈ અર્થ નથી આથી આપણે એ વિષય ઉખેળવો જ નથી. આ ઉપરાંત રાકેશ રોશન પ્રત્યે મને ઘણું માન છે. અને આ રોલ પણ એટલો સરસ હતો કે ના પાડવાની મૂર્ખાઈ થઈ શકે તેમ નહોતું.
રોશન પરિવાર સાથેના પોતાના સંબંધની વાત કરતા કંગના કહે છે, ‘‘હૃતિક મારો ખાસ મિત્ર છે. આથી અમને સારું ફાવે છે. રાકેશજી પણ ઘણા સારા છે. આ ઉપરાંત કામ કરવાની તેમની પઘ્ધતિ મને ગમે છે તેમને શું જોઈએ છે એ તેઓ સારી રીતે જાણે છે. તેમનો ઉદ્‌ેશ પૂરો કરવા તેઓ ઘણી મહેનત કરે છે. તેમજ તેઓ મને પ્રેમ કરે છે.’’
આ ઉપરાંત ‘ક્રિશ-થ્રી’ સુપરહિટ ફિલ્મ સાબિત થશે એવું ભવિષ્ય કંગના અત્યારથી જ ભાખે છે. અને આમ પણ રાકેશ રોશન જેવા સુકાની, હૃતિક રોશન જેવો મુખ્ય અભિનેતા અને પ્રિયંકા ચોપરા અને કંગના જેવી ટેલન્ટેડ અભિનેત્રીઓ હોય એ ફિલ્મ પાસેથી આવી જ આશા રાખી શકાય છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved