Last Update : 04-May-2012, Friday

 

જિસકી બીવી બડી ઉસકા ભી બડા નામ હૈ
મોટી ઉંમરની સ્ત્રી અને તેનાથી નાના પતિના કજોડાની દાસ્તાન

 


જેનિફર લોપેઝ (૪૨)
છેલ્લા કેટલાક સમયથી ૨૪ વર્ષના ડાન્સર કાસ્પર સ્માર્ટ સાથે ફરી રહી છે. કેટલાક સપ્તાહ પૂર્વે જ આ બન્નેએ તેમનો પ્રેમ જાહેર કર્યો હતો. એક રિહર્સલ સ્ટુડિયોમાંથી બહાર નીકળતી વખતે આ બન્ને ચુંબન કરતા પકડાઈ ગયા પછી તેમણે તેમના પ્રેમની જાહેરાત કરવામાં જ તેમની ભલાઈ સમજી હતી.
પરંતુ ‘કુગાર શ્રાપ’ (મોટી સ્ત્રી અને તેનાથી ઉંમરમાં ઘણા નાના પુરુષ વચ્ચેનો સંબંધ ઝાઝુ ટકતો નથી) તલવાર તેમના માથા પર તોળાઈ રહી છે. પરંતુ જેનિફરના નવા મ્યુઝિક વિડિયો ‘ડાન્સ અગેઈન’માં પ્રેમનું પ્રદર્શન કરનારા આ પ્રેમીપંખીડાને આ શ્રાપની જરા પણ ચંિતા સતાવતી નથી. જોકે આવી કેટલીક જોડીઓના ઇતિહાસ પર નજર ફેરવ્યા પછી તેમણે થોડી ચંિતા કરવાની જરૂર હોય એમ નથી લાગતું?
ડેમી મૂર (૫૦) અને એસ્ટોમ કુચર (૩૧)
લગ્નજીવનના વર્ષો? છ વરસ
અંત પાછળનું કારણ?- આ પાછળ બે કારણ ચર્ચાય છે. એક તો એસ્ટોનનો ડેમીમાં રસ ઘટી ગયો હતો અને તેને ડેમી આકર્ષક લાગતી નહોતી. આ ઉપરાંત ડેનીનાં મૂડમાં થતા સતત ફેરફારને કારણે પણ એસ્ટોન ત્રાસી ગયો હતો.
જેનિફર એન્સિટન (૪૩) અને જ્હોન મેયર (૩૪)
સાથે ફર્યા - અંદાજે એક વરસ
અંત પાછળનું કારણ ? જેનિફરે તેના મિત્રને જણાવ્યા પ્રમાણે ગાયક અને ગીતકારના જુઠાણા અને તેની પીઠ પાછળ બીજી યુવતીઓને સેક્સ ટેક્સ્ટંિગ કરવાની આદતથી તે કંટાળી ગઈ હતી. આ ઉપરાંત તેણે તેની ભૂતપૂર્વ પ્રેમિકા જેસિકા સિમ્પસન સાથે પણ સંબંધ જાળવી રાખ્યો હોવાની પણ એક અફવા છે.
મેડોના (૫૩) અને જેસસ લુઝ (૨૫)
સાથે ફર્યાં ? અંદાજે એક વર્ષ
અંત પાછળનું કારણ?- મેડોનાએ જણાવ્યા પ્રમાણે તેમના સ્વભાવ અને વિચારોમાં ઘણું અંતર હતું. તેમના સંબંધમાં એકમાત્ર સેકસ જ શ્રેષ્ઠ વસ્તુ હોવાનો મેડોનાએ ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત મેડોનાથી ૧૪ વર્ષ નાની જેસસની માતાને આ સંબંધ પસંદ નહોતો.
કર્ટની કોક્સ (૪૭) અને ડેવિડ આકર્વેટ (૪૦)
લગ્ન જીવનના વર્ષો - ૧૧ વરસ
અંત પાછળનું કારણ? - ડેવિડની દારૂ પીવાની આદત આ પાછળ મહત્ત્વનું કારણ હોવાનું કહેવાતું હતું. તે રિહેબમાં જઈને તેની આ આદતથી પીછો છોડાવશે નહીં તો તેમનંુ લગ્નજીવન ટકશે નહીં એવી કર્ટનીઓ ડેવિડને ચેતવણી પણ આપી હતી. પરંતુ ડેવિડે એ કાન પર લીધી નહોતી. એનું પરિણામ સ્વરૂપે કર્ટનીઓ તેને તેના જીવનમાંથી દૂર કરી દીધો હતો.
ઇવા લોન્ગોરિયા (૩૬) અને ઇડુઆર્ડો ક્રુઝ (૨૬)
સાથે ફર્યાં - એક વરસ
અંત પાછળનું કારણ? - ઇવાના મિત્રોએ જણાવ્યા પ્રમાણે, ક્રુઝ તેની સાથેના સંબંધનો ઉપયોગ માત્ર કામ મેળવવા માટે જ કરતો હોવાનું ઇવાને લાગ્યું હતું.
હેલ બેરી (૪૬) અને ગેબ્રિએલ ઓબ્રી (૩૬)
સાથે ફર્યાં - પાંચ વરસ
અંત પાછળનું કારણ?- છૂટા પડ્યાના બે વરસ પછી એક ફેશન મેગેઝિનને આપેલી એક મુલાકાતમાં હેલે ખુલાસો કર્યો હતો કે, ‘‘દરેક સાથે તમારો સંબંધ આગળ વધી શકે તેમ નથી એ વાતનું એક દિવસ તમને ભાન થાય છે. અમારી પુત્રી નાહલાને વિશ્વ્વમાં લાવવા માટે જ નસીબે અમને એકઠા કર્યા હતા.’’
કિમ કેટરાલ (૫૫) અને એલન વાયસે (૩૫)
સાથે ફર્યાં - પાંચ વરસ
અંત પાછળનું કારણ? - તેઓ તેમના જીવનના અલગ તબક્કામાં હોવાનું ભાન થયા પછી તેમના પ્રેમનું ઝનૂન ઓસરી ગયું હતું. હજુ સુધી તેમની વચ્ચે મૈત્રી સંબંધ ચાલુ છે.
જેનેટ જેકસન (૪૫) અને જેર્મેન દુપ્રી (૩૯)
સાથે ફર્યાં- સાત વરસ
અંત પાછળનું કારણ ? - જેનેટના ભાઈ માઈકલની અંતિમ ક્રિયામાં ડુપ્રીની ગેરહાજરી સંબંધ તોડવાનુ ંછેલ્લું કારણ બન્યું હતું. આ પહેલા તેમના સંબંધમાં ઘર્ષણની શરૂઆત તો થઈ જ ગઈ હતી. આ ઉપરાંત એક સ્ટ્રીપર સાથેના સંબંધ દરમિયાન ડુપ્રીએ એક પુત્રને જન્મ આપ્યો હોવાની વાત તેમજ જેનેટનો આધિપત્ય જમાવવાનો સ્વભાવ પણ તેમના સંબંધના અંત પાછળ જવાબદાર હોવાનું ચર્ચાય છે.
હોલીવુડની આ ‘કુગાર શ્રાપ’માં સપડાયેલી જોડીઓની વાત નીકળી જ છે ત્યારે આપણા બોલીવુડની એક આવી જોડીની પણ વાત કરી લઈએ.
અમૃતા સંિહ (૫૪) અને સૈફ અલી ખાન (૪૧)
લગ્ન જીવનના વર્ષો- ૧૩ વરસ
અંત પાછળનું કારણ? - સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વર્ષો વિતતા ગયા તેમ તેમ તેમના પ્રેમમાં ઓટ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રેમની ઉષ્મા ઓસરવા માંડતા જ તેમણે પોતપોતાના રસ્તે ચાલવાની શરૂઆત કરી હતી. અને છેવટે છૂટાછેડા લીધા હતા. જોકે હજુ સુધી તેઓ મિત્ર છે. અને તેમના સંતાનો સારા અને ઇબ્રાહિમની કડી તેમને જોડી રાખે છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved