Last Update : 04-May-2012, Friday

 
સૈફ અલી ખાન સાવધાન!વિદ્યુત જામવાલ કરીના કપૂરનો આશિક છે

 

આકર્ષક બાંધો, ઘેરો અવાજ અને ‘ફુલ’ અભિનયથી વિદ્યુત જામવાલે પોતાની પ્રથમ ફિલ્મથી ‘ફોર્સ’થી જ યુવતીઓના દિલ જીની લીધા છે. ‘ફોર્સ’ ફિલ્મે બોલીવૂડને એક નવા વિલનની ભેટ આપી છે. વિદ્યુતે આ મુલાકાતમાં સેક્સ, હોટ અભિનેત્રીઓ, વન નાઇટ સ્ટેન્ડ, ચુંબનો જેવા બોલ્ડ વિષયો પર દિલ ખોલીને વાત કરી છે...
તાજેતરમાં કોઈ સ્ત્રી તરફથી સૌથી વઘુ સેક્સી કહી શકાય એવી કઈ કોમેન્ટ તને મળી છે?
એક ખાસ સ્ત્રીએ મને કહ્યું હતું કે હું જે રીતે તેને પ્રેમ કરું છું એ તેને ગમે છે આ ઉપરાંત લવ મેકંિગ સેશન પહેલા અને પછી હું ઘમો ઇમોશનલ બની જાઉં છું. એ વાત તેને આથી વઘુ પસંદ છે. મને મળેલી આ સર્વ શ્રેષ્ઠ પ્રશંસા છે અને આ પ્રશંસા ખરા દિલથી કરવામાં આવી હતી.
એક સ્ત્રીની કઈ વાત તને આકર્ષે છે?
ખરું પૂછો તો હું એને ક્રમવાર ગોઠવી શકતો નથી. મને બુદ્ધિશાળી સ્ત્રીઓ આકર્ષે છે. મારે માટે માત્ર તેના શરીરનું મહત્ત્વ નથી. મારી સાથે સારી રીતે વાત કરતી સ્ત્રી મારા મગજને ઉત્સાહિત કરી શકે તો મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.
બોલીવૂડની કઈ અભિનેત્રી સાથે લિફ્‌ટમાં ફસાઈ જવાનું ગમશે?
જોકે એકનું નામ આપવું શક્ય નથી.
તારે મન સેક્સ શબ્દની વ્યાખ્યા શું છે?
એક શબ્દ તરીકે ‘સેક્સ’ની ઘણી ઓછી મર્યાદા છે. એને બદલે ‘લવ મેકંિગ’ વઘુ સારો શબ્દ છે. આનો અર્થ પલંગ પર મીઠી વાતો કરવાનો છે.
એક સંબંધમાં સેક્સનું મહત્ત્વ કેટલું આંકે છે?
આ મહત્ત્વનું છે. સંબંધમાં પ્રેમ, પ્રમાણિકતા અને સન્માનની જેમ સેક્સ પણ મહત્ત્વનો છે. કોઈ સ્ત્રીને મીની સ્કર્ટમાં જોઈને હું તેને એમ કહી શકું નહીં કે તે હોટ છે. અને મારે તેની સાથે શારીરિક સંબંધ બાંધવો છે. સેક્સ પૂર્વે મારે એની સાથે એક મજબૂત રિશ્તો જોડવો પડે છે.
બોલીવૂડની કઈ અભિનેત્રીઓને તું હોટ માને છે?
કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા.
લગ્ન પૂર્વેના કેઝ્‌યુઅલ સેક્સ વિશે તારું શું માનવું છે?
માટે હિસાબે કેઝ્‌યુઅલ સેક્સ જેવી કોઈ વસ્તુ જ નથી. હું આમાં માનતો નથી. અને એનો અનુભવ લેવાની પણ મારી ઇચ્છા નથી. કેઝ્‌યુઅલ સેક્સ માણ્યો હોવાનું વિચારતા લોકો માત્ર તેમનો અહમ સંતોષવા જ આ પ્રકરણનો સેક્સ માણે છે.
શારીરિક જરૂરિયાત માટે ક્યારે તેં સંબંધ બાંઘ્યો છે ખરો?
મારે હિસાબે દરેક સંબંધમાં માનસિક મનમેળ સાથે-સાથે શારીરિક મનમેળ હોવો પણ જરૂરી છે.
તે પ્રેમસંબંધમાં કોઈને દગો આપ્યો છે? તેમ જ કોઈએ તને દગો આપ્યો છે?
હા, મેં કોઈનો વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ તે સમયે હું માત્ર ૧૮ વરસનો જ હતો તે સમયે હું આ વાતને ‘કુલ’ માનતો હતો. આમ મેં મારો અહમ સંતોષવા માટે કર્યું હતું. મને પણ કોઈએ દગો આપ્યો હશે એની મને ખાતરી છે. પરંતુ મને એની જાણ નથી.
બોલીવૂડની કઈ અભિનેત્રીઓને પામવાની તને ઇચ્છા છે?
કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા.
‘વન નાઇટ સ્ટેન્ડ’નો અનુભવ લીધો છે? પ્રશ્નનો ઉત્તર ‘હા’ હોય તો એ બાબતે તારો શો અભિપ્રાય છે?
હા, મેં આ અનુભવ લીધો છે. એક જ વ્યક્તિ સાથે વારે-વારે આ અનુભવ થાય તો વન નાઇટ સ્ટેન્ડ સારા છે.
પડદા પર ચુંબન દ્રશ્ય ભજશે ખરો?
મને આનો કોઈ વાંધો નથી. એના અસુવિધા થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ પ્રશ્ન શું પડદા પર હિરોઇનની હત્યા કરવા તને કેટલી સુવિધા થશે? એ પ્રશ્ન પૂછવા જેવો છે. મારે માટે પડદા પર બધી જ વસ્તુ યોગ્ય છે.
બોલીવૂડની કઈ અભિનેત્રી ‘હોટેસ્ટ આઇટમ ગર્લ’ છે?
છમ્મક છલ્લો ગીત જોયા પછી હું કરીના પાછળ ગાંડો થઈ ગયો છું. આજકાલ હું તેનો પ્રશંસક બની ગયો છું.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved