Last Update : 04-May-2012, Friday

 

મલ્લિકા શેરાવત બોલીવૂડની દિવા રજૂ કરે છે પોતાના વિચારો

 


હંમેશા પોતાના ફિગર માટે ચર્ચાતી હરિયાણવી અભિનેત્રી મલ્લિકા સદ્‌કાર્ય પણ કરે છે. તે પ્રાણી પ્રેમી સંસ્થા પેટા સાથે જોડાયેલી છે અને આ સંસ્થાએ હાલમાં જ તેને સેકસીએસ્ટ વેજીટેરીઅન અલાઇવનો ખિતાબ આપ્યો છે.
યેનકેન પ્રકારેણ વિવાદો ઊભા કરવા માટે જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત પહેલી ફિલ્મથી જ જાણીતી બની ગઇ હતી.અત્યંત આકર્ષક ફિગર ધરાવતી મલ્લિકા સાદા વસ્ત્રોમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે.હાલમાં તે સંજય ખંડુરીની ફિલ્મ ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’નું શૂટંિગ કરી રહી છે.આ ફિલ્મ વિશે વાત કરતાં અભિનેત્રી કહે છે કે ,‘આ એક રેામેન્ટિક થ્રિલર છે અને તેમાં એક રાતમાં બનતી ઘટનાઓ છે.’
મલ્લિકા લાંબો સમય લોસએન્જલસમાં રહી હોવાથી બોલીવૂડમાંથી જાણે અદ્રશ્ય જ થઇ ગઇ હતી. જો કે તે આવાતનો ઇન્કાર કરતાં કહે છે કે ,હું લોસએન્જલસ અને મુંબઇ વચ્ચે આવ -જા કરતી હતી.આજે વિશ્વ ઘણું નાનું બની ગયું છે.
હંમેશા પોતાના ફિગર માટે ચર્ચાતી હરિયાણવી અભિનેત્રી મલ્લિકા સદ્‌કાર્ય પણ કરે છે. તે પ્રાણી પ્રેમી સંસ્થા પેટા સાથે જોડાયેલી છે અને આ સંસ્થાએ હાલમાં જ તેને સેકસીએસ્ટ વેજીટેરીઅન અલાઇવનો ખિતાબ આપ્યો છે.આ એવોર્ડ બાબતે ગર્વ અનુભવતાં મલ્લિકા કહે છે કે,‘લોકોએ પર્યાવરણ બાબતે જાગૃત થવાની જરૂર છે.વેજીટેરીઅનીસમનો હેતૂ મારા હૃદયની નિકટ છે.હકીકતમાં તો હું વેગન છું.’
મલ્લિકા યોગપ્રેમી છે અને કસરત તથા યોગ કરવામાં કયારેય આળસ કરતી નથી.‘કિસ્મત...’ ઉપરાંત અભિનેત્રી પાસે ‘લકી અનલકી’ તથા સુધીર મિશ્રાની શિર્ષક નક્કી ન થયેલી ફિલ્મમાં પણ મલ્લિકા છે.‘સુધીરની ફિલ્મમાં હું પતિને વેલણથી મારતી નિમ્ન મઘ્યમ વર્ગની ગૃહિણીની ભૂમિકા ભજવું છું.‘કિસ્મત...’ની કથા દિલ્હીમાં આકાર લેતી હોવાથી મેં ફિલ્મ સ્વીકારી હતી. દિલ્હી મારું મનગમતું શહેર છે.’એમ તેણે કહ્યું હતું.
જો કે મલ્લિકાની આ બધી જ ભૂમિકા જલેબીબાઇ કરતાં તદ્‌ન અલગ છે.તેને હાલમાં જે ભૂમિકા મળી છએ તેનાથી સંતોષ નથી.‘બોલીવૂડમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે.આરી ઇમેજ ગ્લેમરસ અભિનેત્રીની છે છતાં લોકો મને મારી ઇમેજ કરતાં તદ્‌ન અલગ જ પાત્રો ઓઅઓફર કરી રહ્યા છે.આ જ બાબત અહીં આવી રહેલા પરિવર્તનને દર્શાવે છે.નવોદિત દિગ્દર્શકો આમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.અને કલાકારો માટે આ ખૂબ જ સારી તક છે.’એવું તેણે કહ્યું હતું.
૨૦૦૪માં ‘મર્ડર’ફિલ્મમાં આવ્યા બાદ એમ હતું કે બસ હવે મલ્લિકાની કારકિર્દી બની જશે .પરંતુ નવાઇ પામવા જેવી વાત એ છે કે અભિનેત્રીને ધારી સફલતા મળી નહિ.આ મ કહેતાં જ મલ્લિકા ખુલાસો કરે છેક ે ‘મેં કયારેય ઝાડની આસપાસ ફરવાનું હોય તેવી ભૂમિકાઓ સ્વીકારી નથી. મારે ચીલાચાલુ અભિનેત્રી બનવું નહોતું.તમે મારી કારકિર્દી જોશો તે તમને સમજાશે કેમેંહંમેશા મહિલાપ્રધાન ફિલ્મો જ પસંદ કરી છે.અને તે કારણે જ એક ડાયકો તયા છતાં હું અહીં ટકી રહી છું તથા ફિલ્મમેકરો મારી સાથે ફિલ્મ કરવા ઉત્સુક હોય છે.’
પોતાની વાતને આગળ વધારતાં અભિનેત્રી કહે છે કે તમે સોનાને હાથ લગાડીને સોનું ન બની શકો.મેં બોલીવૂડના સ્ટાર કલાકારો સાથે નાચ-ગાન કરવાનું પસંદ કર્યુ હોત તો થોડા સમય પછી તે હીરો પણ મારાથી કંટાળી ગયા હોત અને મારી કરતાં નાની અભિનેત્રીઓ પાસે જતાં રહ્યા હોત.આમ થતાં મારી કારકિર્દી ખતમ થઇ ગઇ હોત.તમે ૯૦’ના દાયકાની હીરોઇન જુઓ . આજે આ બધી ફેંકાઇ ગઇ છે.આનું કારણ એ નથી કે તમનો દેખાવ સારો રહ્યો નથી કે લોકો તેમને ભૂલી ગયા છે.આજની કેટલી હીરોઇન બોલીવૂડ અને હોલીવૂડ બંનેમાં કારકિર્દી ધરાવે છે?મને લોસએન્જલસમાં માનદ્‌ નાગરિકનું સમ્માન મળ્યું છે.રોહતકની એક સામાન્ય છોકરી આજે કયાંેંની કયાં પહોંચી ગઇ છે.મેં મારા સપના સાકાર કર્યા છે અને આ જ રીતે કરતી રહીશ’ .
અત્રે નોધનીય છે કે મલ્લિકા કાન્સ ફિલ્મોત્સવમાં રેડ કાર્પેટ પર આકર્ષણનું કેન્દ્ર બને છે.અભિનેતા જેકી ચાન સાથે તેણે‘મિથ’ફિલ્મમાં અભિનય કર્યો હતો અને બોલીવૂડમાં પોતાના નામનો ડંકો વગાડયો હતો.ત્યારબાદ ‘પોલિટિક્સ ઓફ લવ’ ફિલ્મમાં મલ્લિકા ચમકી હતી અને તેને અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને મળવાની તક પ્રાપ્ત થઇ હતી.અભિનેત્રીને લાગે છે કે હોલીવૂડના લોકોને તેનો લડાયક મિજાજ ગમે છે.
બોલીવૂડમાં મલ્લિકા તેની સુંદરતા ઉપરાંત નખરાંને માટે પણ જાણીતી છે અને તે આ વાત નિખાલસતાપૂર્વક સ્વીકારતાં કહે છે કે હું આવી જ છું અને પરફેકશનનો આગ્રહ રાખું છું.હું મારા હક માટે લડું છું.અહીંના લોકો મારા અસલ વ્યક્તિત્વ અને મેં ભજવેલા પાત્ર વચ્ચે ગુંચવાઇ જાય છે.હું ફિલ્મમાં ક્રૂર રીતે વર્તતી જોવા મળું છું એનો અર્થ એવો નથી કે રિઅલ લાઇફમાં પણ હું એવી છું.મેં કેટલાક ફિલ્મમેકરની ફિલ્મનો અસ્વીકાર કર્યો છે ત્યાર તેમને એમ લાગે છે કે હું તમને ના પાડી રહી છું પણ વાસ્તવમાં હું તેમને નહિ તેમના પ્રોજેકટને નકારતી હોંઉ છું.’એમ તે કહે છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved