Last Update : 04-May-2012, Friday

 

વિદ્યા બાલન સિઘ્ધાર્થ રોય કપૂરના પ્રેમમાં છે પણ, લગ્ન કરવા નથી

 

ની પેઢીની બીજી અભિનેત્રીઓની જેમ વિદ્યા બાલનને તેના સહ અભિનેતાઓ પાછળ પડછાયો બનીને રહેવામાં જરા પણ રસ નથી ફિલ્મમાં શોભાની પૂતળી બનીને રહેવા કરતા તેણે આ પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભા મેળવીને રહેવાનું પસંદ કર્યું છે. એ વાતની સાબિતી ‘ડર્ટી પિકચર’ અને ‘કહાની’એ આપી દીધી છે. અન્ય અભિનેત્રીઓની જેમ વિદ્યાને સરગવાની શંિગ જેવા ફિગરની કોઈ ઇચ્છા નથી. તેને તેના શરીરના વળાંકોનો ગર્વ છે. જોકે લોકોએ જણાવ્યા પ્રમાણે વિદ્યાની સેક્સ અપીલ તેન આંખો છે જેમાં વાત કરતી વખતે હજારો હાવભાવ નૃત્ય કરે છે જે સામેવાળાને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રસ્તુત છે વિદ્યા સાથેની એક મુલાકાત...
બોક્સ ઓફિસ ક્વીન, બોલ્ડ, બ્રેવ જેવા વિશેષણોથી કેવું લાગે છે? આવા વિશેષણો મેળવવાનું કામ અઘરું હતું?
બીજાએ પસંદ કરેલા માર્ગ પર ચાલવું કે મારી અલગ કેડી કંડારવી એ નિર્ણય લેવાનું કામ સૌથી મુશ્કેલ હતું. જોકે આ રસ્તા પર તમે સાવ એકલા પડી જાવ છો. તમારો કોઈ હમસફર હોતો નથી. ઉદાહરણ સ્વરૂપે મેં ‘પા’ સાઈન કરી ત્યારે મેં વિચાર્યું હતું કે શું કોઈ બીજી અભિનેત્રીએ ૧૩ વર્ષના પુત્રની માતાનું પાત્ર તેની કારકિર્દીના આ તબક્કા પર ભજવ્યું હશે? આ રોલનો અસ્વીકાર કરવો કે એક સુવર્ણ તક સમજી આ ફિલ્મનો સ્વીકાર કરવો એ નક્કી કરવાનું કામ મારે માટે અઘરું હતું. ‘ઈશ્કિયાં’ જેવી ફિલ્મ પણ મેં પહેલાં કરી નહોતી. જોકે મારા પરિવારે મને ‘‘તને આ ફિલ્મ યોગ્ય લાગતી તો તુ કર’ એમ કહ્યું ત્યારે મારો વિશ્વ્વાસ વઘ્યો હતો. પરંતુ ઘણી વાર બીજા તેમને કહે કે તુ જે કરે છે એ ઠીક છે એ સાંભળવું ગમે છે. મારી સાથે આમ ક્યારે પણ થયું નથી. પરંતુ મને એક લેશન મળ્યું છે. સ્વ. લેખક-કવિ હરિવંશરાય બચ્ચનજીએ એક વાર કહ્યું હતું.’’ ‘‘કોઈ વસ્તુ યોગ્ય છે એમ તમને લાગતું હોય તો એ વસ્તુ કરો એનું પરિણામ સારું જ આવશે.’’
તારા સમીક્ષકોને તુ શું કહેવા માગે છે?
મારે તેમનો આભાર માનવો છે. તેઓ હાજર નહોત તો શું કરવું અને શું ન કરવું એ હું જાણી જ શકી નહોત.
શું તને લાગે છે કે ભારતીય નારી તરીકેના તારા અવતારે તને ઘણી મદદ કરી છે?
આ મારી એક મોટી પ્રશંસા છે. મને મારા ભારતીય નારીના અવતારનો ગર્વ છે. મારો ચહેરો અને શરીરનો બાંધો ભારતીય છે. આ પછી મેં ભજવેલા બધા પાત્રો પણ ભારતીય જ છે. આજનો સિનેમા ઘણો વાસ્તવિક છે. આજે ફિલ્મોમાં આજની વાસ્તવિકતા રજૂ કરવામાં આવે છે. આજની ફિલ્મો પરિકથા સમાન નથી. દર્શકો આ ફિલ્મો સાથે પોતાની જાતને સાંકળી શકે છે. નૂતન, મઘુબાલા, મીનાકુમારી, રેખ, હેમા માલિની તેમજ શ્રીદેવી અને માઘુરી દીક્ષિતના સમયમાં પરિસ્થિતિ ઘણી સરળ હતી.
હવે તને ખાન અભિનેતાઓની હરોળમાં બેસાડવામાં આવે છે કારણ કે, તેમની જેમ તુ પણ ફિલ્મનો ભાર તારા ખભા પર ઉપાડી શકે છે...
આ એક પ્રશંસા છે, પરંતુ ખાન કલાકારોની વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી પર સત્તા છે. મારી સફળતાનો આંક સારો છે, પરંતુ હું તેમની હરોળમાં બેસી શકતી નથી. પરંતુ ભગવાનની ઇચ્છા હશે તો એક દિવસ આવો પણ આવશે.
તે મેળવેલું સ્થાન જાળવી રાખવાનું કામ તારે માટે કેટલું મુશ્કેલ હોય એમ તને લાગે છે?
હું આ બાબત પર વિચારતી જ નથી. કારણ કે મેં ‘પા’ કરી ત્યારે લોકો મને કહેતા હતા કે તે અમિતાભ બચ્ચનની માતાનો રોલ કર્યો હોવાથી હવે તારે ફિલ્મની પસંદગી બાબતે ઘણી ચોકસાઈ રાખવી પડશે. પરંતુ એ પછી ‘ઇશ્કિયાં’, ‘નો વન કિલ્ડ જેસિકા ‘ડર્ટી પિકચર’ અને ‘કહાની’ જેવી ફિલ્મો આવી નથી હવે અભિનેત્રીઓ માટે વિવિધ પ્રકારના પાત્રો લખાય છે. મને મારું કામ ગમે છે અને એ હું દિલથી કરું છું. ભગવાને મને આ સ્થાન પર પહોંચાડી છે તો હવે તેઓ મને આગળ દોરવીને પણ લઈ જશે.
અભિનેતાઓ તરી સાથે કામ કરતા ગભરાય છે એમ સંભળાય છે...
મહેરબાની કરીને આવો દાવો કરો નહીં. મારે બધા જ સાથે કામ કરવું છે. અને બધા મારી સાથે કામ કરવા તૈયાર થશે એવી હું આશા રાખું છું. હજુ સુધી મેં ઘણા અભિનેતાઓ સાથે કામ કર્યું નથી તેમને સાથે મારે કામ કરવું છે. દરેકનું અહીં પોતાનું એક સ્થાન છે. અમે બધા અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ. અને જેને સ્ક્રિપ્ટ ગમશે એ મારી સાથે કામ કરશે.
‘પરિણીતા’, ‘સલામ-એ-ઇશ્ક’, ‘ઇશ્કિયાં’ અને ‘ડર્ટી પિકચર’માં તુ સેન્સ્યુઅલ લાગતી હતી. પરંતુ વલ્ગરતાનો એના અંશ પણ હતો નહીં. આમા તુ કઈ રીતે કરી શકી?
મારું માનવું છે કે પડદા પર સેકસ્યુઆલિટી સાથે તમે અચકાતા હો તો એ વલ્ગર વતી શકે છે. તમે ટૂંકો સ્કર્ટ પહેરીને તમારી જાતને ઢાંકવાનો પ્રયત્ન કરો તો એ વિચિત્ર લાગશે. સિલ્ક (ડર્ટી પિકચર)નું પાત્ર ભજવતા હું અચકાઈ હોત તો એક સમસ્યા જરૂર ઊભી થાત. પરંતુ હું કુવામાં ભૂસકો મારવા તૈયાર હોઉં તો મારે દિલથી આમ કરવું જોઈએ. આ વખતે શરમ રાખવાથી કામ બગડી જાય છે.
તુ એક પતિની તલાશમાં છે કે તને તારા આદર્શ જીવન સાથીનો ભેટો થઈ ગયો છે?
હજુ સુધી હું એની તલાશ કરી રહી છું. હું હજુ સુધી પરણી નથી અને લગ્ન ન થાય ત્યાં સુધી શોધ ચાલુ જ રહે છે.
શું તારી કારકિર્દીને કારણે તે લગ્ન પાછલી પાટલી પર ધકેલી દીધા છે?
ના, હજુ સુધી મેં લગ્નનો વિચાર જ કર્યો નથી. એક દિવસ લગ્ન કરીને હું મારો પરિવાર શરૂ કરીશ એની મને ખાતરી છે, પરંતુ ક્યારે લગ્ન કરીશ એ હું જાણતી નથી. મને લગ્ન સંસ્થા પર વિશ્વ્વાસ છે. કામ તો આજીવન ચાલ્યા કરશે, પરંતુ જેની સાથે મારી જંિદગી વિતાવી શકું એવા સાથીની મને તલાશ છે.
સિઘ્ધાર્થ રોય કપૂર સાથે તુ ગોવા વેકેશન મનાવવા ગઈ હતી અને તેણે તને એક વૈભવી ફલેટ ભેટમાં આપ્યો હોવાની અફવા બદલ શું કહેવું છે?
આ મારું અંગત જીવન છે અને એ વિશે મારી કોઈ કોમેન્ટ કરવી નથી, હું તેની સાથે છું એ વાતનો હું અસ્વીકાર કરતી નથી. આ ઉપરાંત હમણા લગ્ન કરવાનો પણ મારો વિચાર નથી. ુ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved