Last Update : 04-May-2012, Friday

 

ઇમરાન ખાન જેનેલિયા ડિ’સોઝાથી માંડીને કરીના કપૂર સુધીની હિરોઈનોની વાત કરે છે

 

‘દિલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને એક મૈં ઔર એક તુ’ પછી ઇમરાન ખાને બોલીવુડમાં તેનું એક ચોક્કસ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે અને પોતે એક ટેલન્ટેડ કલાકાર હોવાનું પણ તેણે પૂરવાર કર્યું છે. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મોએ કરેલા દેખાવ બાબતે તેને સંતોષ છે.
બોલીવુડના મોટા ભાગના કલાકારો નવોદિત દિગ્દર્શકો સાથે કામ કરવા તૈયાર નથી, પરંતુ આ ક્ષેત્રમાં નવો નિશાળિયો હતો ત્યારથી જ ઇમરાન નવોદિત દિગ્દર્શકો સાથે કામ કરી રહ્યો છે. હકીકતમાં તો તેની પ્રથમ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ એક નવોદિત દિગ્દર્શક અબ્બાસ ટાયરવાલાની જ હતી. આ પછી તેણે પુનિત મલ્હોત્રા. ડેનિસ અસલમ, અભિનય દેવ, અલી અબ્બાસ ઝાફર અને શકુન બત્રા જેવા નવોદિત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. ‘કિડનેપ’ અને ‘લક’ને બાદ કરતા તેની ફિલ્મોને સારો આવકાર મળ્યો હતો. અને આ ફિલ્મો અનુભવી દિગ્દર્શકોની હતી. આ પરથી કહી શકાય છે કે નવોદિતો સાથે તેને સારી એવી સફળતા મળી છે. જોકે નવોદિતો સાથે કામ કરવાનો નિર્ણય તેણે જાણી-જોઈને લીધે નહોતો. ફિલ્મની સ્કિપ્ટ તેમજ દિગ્દર્શક તેને માટે મહત્ત્વના છે. જે દિગ્દર્શક નરેશન દ્વારા તેને ખુશ કરી શકે એ દર્શકોને પણ કરી શકશે એમ તે માને છે.
ઉંમર અને દેખાવને કારણે ઇમરાન એક ચોકલેટ બોયની ઈમેજમાં કેદ થઈ ગયો છે. ‘‘આનાથી વિશેષ ગુણ જોવા માટે એક ચોક્કસ વિઝન ધરાવતા દિગ્દર્શકની જરૂર છે. અભિનય દેવ (દિલ્હી બેલી)માં મને અલગ સ્વરૂપમાં કલ્પી શક્યો હતો. ઘણા દિગ્દર્શકોને હું ‘માતૃ કી બીજલી કા મંડોલા’ના પાત્રને લાયક નહીં લાગુ પરંતુ વિશાલ ભારદ્વાજ મને એ ઇમેજમાં કલ્પી શકાય હતા. હકીકતમાં તો હું પોતે પણ મારી જાતને એ પાત્રમાં કલ્પી શક્યો નહોત. મને લાગે છે કે મારી ઉંમર અને અનુભવ વધવાની સાથે સાથે મને આવા પાત્રો પણ મળશે. તમે યુવાન હો અને એક ઇમેજમાં સફળતા મળ ેતો એ ઇમેજને અનુરૂપ પાત્રો ભજવવામાં હું કંઈ ખોટું જોતો નથી. લોકોએ રોમાન્ટિક કોમેડી ફિલ્મોમાં મારી પ્રશંસા કરી છે આથી મને મારી ચોકલેટ બોય ઇમેજનો કોઈ વાંધો નથી. આ મારી રોજી-રોટી છે.’’
તેની ટીકા કરનારા લોકોના મોં બંધ કરવા માટે તેને કોઈ વાર એક અલગ પ્રકારની ફિલ્મમાં અફલાતુન અભિનય કરવાની ઇચ્છા થાય છે. ‘‘મારે આમ કરવું છે, પરંતુ મને આની જરા પણ ઉતાવળ નથી.
દુનિયાને બદલવા માટે ઉતાવળ થઈ શકે નહીં. તમે એમ કરવાનો પ્રયત્ન કરો તો તમે ગલત કારણ માટે કામ કરી રહ્યા છે. વિશ્વ્વને બદલનારા લોકો પોતે જે માને છે એ વસ્તુ પુરવાર કરવા માટે શાંતિથી કામ કરે છે.’’
‘માતૃ કી બીજલી કા મંડોલા’ દ્વારા ઇમરાને તેની સલામત હદ રેખા ઓળંગીને બહાર છલાંગ મારવાની હંિમત કરી છે, ‘‘મારા આ સાહસમાં મને વિશાળ ભારદ્વાજનું માર્ગદર્શન મળ્યું હોવાથી હું ખુશ છું. એક અનુભવી દિગ્દર્શક પાસેથી ઘણું માર્ગદર્શન મળી શકે છે. મને તેમની પાસેથી ઘણું શીખવા અને સમજવા મળે છે. તેમનામાં એક પ્રકારનો આત્મ વિશ્વ્વાસ હોય છે. તેમના કામની સૂચિ જોતા સામેવાળાને પણ તેમની વાતોમાં વિશ્વ્વાસ બેસે છે. આ ફિલ્મ સારી બનશે એમ તેઓ કહે તો એ વાત માનવાનું મન થાય છે. ‘ઓમકારા’, ‘મકબૂલ’ અને ‘બ્લુ અમ્બ્રેલા’ જેવી ફિલ્મો પરથી તેમની ટેલન્ટની સાબિતી મળી જાય છે. આથી તેઓ સ્ક્રિપ્ટ વાચે અને હું કહું કે આ કામ કરશે નહીં, પરંતુ આ બરાબર છે એમ તેઓ કહે તો હું તેમની વાત માની લઉં છું. મને તેમના પર પૂરેપૂરો વિશ્વ્વાસ છે. મારી નજર જ્યાં પહોંચતી નથી ત્યાં તેમની નજર પહોંચે છે. તેઓ મારા કરતા વઘુ જાણે છે અને મારા કરતા વઘુ અનુભવી પણ છે.’’ એમ ઇમરાન કહે છે.ુ

જેનેલિયા ડિ’સોઝા -
‘મને તુ યા જાને ના’ની દરેક વાત મારી જંિદગીમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેનેલિયા કરતા બીજી કોઈ સારી અભિનેત્રી મને મારી પ્રથમ ફિલ્મ માટે મળી નહોત. તે ઘણી શાંત, પ્રેમાળ અને મહેનતુ છે. તેણે મારી પ્રથમ ફિલ્મનો મારો અનુભવ યાદગાર બનાવ્યો છે.
મિનિશા લાંબા -
શૂટંિગના પ્રથમ દિવસથી જ તેની સાથે મારી મિત્રતા બંધાઈ ગઈ હતી. તે પ્રતિભાશાળી, બુઘ્ધિશાળી અને વિનોદી છે તેના આ ગુણોની કોઈએ નોંધ લીધી ન હોવાનો મને અફસોસ છે.
સોનમ કપૂર -
સોનમ મારી સારી મિત્ર હોવાનું હું કહી શકું છું. બીજા કરતા હું તેને સૌથી વધારે ચીઢવું છે. આ કારણે તે ઘણી ચીઢાય છે, પરંતુ અંદરખાને તેને આ ગમે પણ છે. તે મારી ફેવરીટ ‘પન્ચંિગ બેગ’ છે.
દીપિકા પદુકોણ -
દીપિકા એક સારી મિત્ર છે તેની સાથે કામ કરવાની ઘણી મઝા આવી હતી. ‘બ્રેક કે બાદ’ના શૂટંિગ દરમિયાન અને ઘણી મજાક-મસ્તી કરી હતી.
કેટરિના કૈફ -
કેટરિના અને તેની મહેનતથી હું ઘણો પ્રભાવિત થયો છું. તે તેની નબળાઈઓ સારી રીતે જાણે છે. તેના અભિનયમાં ઘણો વિકાસ થયો છે. તેના અભિયન, નૃત્ય અને હંિદી ભાષામાં ઘણો વિકાસ થયો છે. તે કૃત નિશ્ચયી છે અને આ ગુણ તેની સૌથી મોટી તાકાત છે.
કરીના કપૂર -
કરીના સાથે કામ કરવાની મને ઘણી ઇચ્છા હતી. તેની સાથે કામ કરવાનો અનુભવ મઝાનો રહ્યો હતો. મારી ફેવરીટ સહ અભિનેત્રીઓમાં કરીના એક છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved