સરકારે Reliance ઇન્ડસ્ટ્રીઝ ઉપર 6600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

 

- પ્રોડક્શનમાં ઘટાડાને કારણે દંડ

 

- પેટ્રોલિયમ વિભાગ અને કંપનીમાં વિવાદ

 

નવી દિલ્હી, તા.4 મે, 2012

 

સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર લગભગ 6600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેજી-ડી6 ગેસ બ્લોકમાંથી પ્રોડક્શનમાં ઘટાડાનાં કારણે કંપની ઉપર આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ બાદ પેટ્રોલિયમ વિભાગ અને કંપની વચ્ચે વિવાદ વધુ વકર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર સરકારનાં પેટ્રોલિયમ વિભાગે બુધવારે મોડી સાંજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નોટીસ પાઠવી છે કે કંપનીના પ્રોડક્શનમાં ઘટાડો થયો છે. કંપનીએ વાયદા મુજબ જેટલા કૂવા ખોદવાનાં હતા તે જાણી જોઇને નથી ખોદ્યા. જેને કારણે સાથે સરકાર અને દેશની જનતાને બહુ મોટું નુકશાન થયું છે. કેટલીક અન્ય અડચણો છે.

 

વધુમાં જણાવાયું હતું કે તમે ઘણાં લાંબા સમય સુધી પીએસસીની શરતો મુજબ કામ નથી કર્યુ અને ટાર્ગેટ પૂર્ણ કરવામાં અસફળ રહ્યાં છો.