સાસુની સેવા ન કરતી ત્રણ વહુઓને ગોળી માર્યા બાદ સસરાની આત્મહત્યા

 

- બે વહુના ઘટનાસ્થળે મોત, એક હોસ્પીટલમાં ગંભીર હાલતમાં

 

- પંજાબના ફિરોજપુરની ઘટના ઃ સમગ્ર વિસ્તારમાં ચકચાર

 

 

 

ફિરોજપુર, તા.4 મે, 2012

 

ત્રણ વહુઓની ગોળી મારીને હત્યા કર્યા બાદ સસરાએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કર્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પંજાબના ફિરોજપુર ખાતેના ચકસોઇયા ગામમાં આ ઘટના બની હતી. આ ઘટનામાં બે વહુઓના ઘટના સ્થળે અને એક વહુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને લુધીયાણાની એક હોસ્પીટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે.

 

સસરાએ આવું પગલું શા માટે ભર્યુ ? તે અંગેની કોઇ અધિકૃત જાણકારી પોલીસને હાલ મળી નથી. પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. જોકે, ગ્રામજનો દ્વારા એવી ચર્ચા ચાલી રહી છે કે વહુઓ સાસુની સેવા ન કરતાં હરબંસસિંઘ નારાજ હતા.

 

હરબંસસિંઘ નામના વ્યક્તિના ઘરમાં ગુરુવારે ખુશીઓનો માહોલ હતો. આ પરિવાર સમગ્ર વિસ્તારમાં સંપન્ન પરિવાર તરીકે જાણીતો અને પરિવારની 200 એકરની જમીન છે. ગઇકાલે સાંજે 6.15 વાગ્યાની આસપાસ 315 બોરની રાઇફલ લઇને બહાર આવ્યા અને ઘરમાં ફાયરિંગ ચાલુ કરી દીધું. જેમાં નવદીપ કૌર ઉં.વ.22, રમણદીપકૌર ઉં.વ.36નું ઘટનાસ્થળે મોત નીપજ્યું અને લખબીર કૌર ઉં.વ.35 ગંભીર રીતે ઘાયલ થતાં લુધિયાણાની એક હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.