અમદાવાદના કાંકરિયા તળાવમાં ઝૂના ગેટની સામે સુંદર કોતરણીવાળા પિલરો સાથેની ઇમારત છે પરંતુ આ ઇમારતના પિલરો વાંકા થઈ ગયા છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું જ લાગે કે હમણાં જ આ ઇમારત પડશે આ જોતાં તળાવની મુલાકાતે વતા લોકોને એમ જ થાય છે કે આ ઇમારતની યોગ્ય જાળવણી થવી જોઈએ અનેક હેરિટેજ પ્રેમીઓએ પણ આ પરિસ્થિતિની નોંધ લીધી છે. અત્યારે લેકફ્રન્ટના કારણે કાંકરિયા તળાવનો આખો વિસ્તાર ઉઠી આવ્યો છે ત્યારે આવી જાજરમાન ઇમારતના પિલરોની આવી હાલત ચિંતાજનક છે.(તસ્વીર ઃ ગૌતમ મહેતા)