તાજેતરમાં જ સાબરમતી વિસ્તારમાં ગાંધી આશ્રમ નજીક આવેલ દાંડી પુલના નીચેના ભાગમાં ભારે આગ લાગતા આ ઐતિહાસિક પુલના નીચેના ભાગના ઓરિજીનલ સ્ટ્રકચરના હેરીટેજ સમા લાકડાના ભાગો પણ બળી ગયા હતા. પરંતુ આ ઘટના પછી તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે દાંડી પુલને બંને બાજુથી અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બંને બાજુ રોડ ક્લોઝડના વિશાળ બેનરો બ્રીજ પર લગાડી દેવામાં આવ્યા છે. હવે આ બ્રીજ ઉપરથી કોઇ ચાલીને પણ નહીં જઈ શકે. જે હેરીટેજ બ્રીજ પરથી મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રા સૌથી પ્રથમ વાર પસાર થઇ હતી તે બ્રીજની અત્યારની દુર્દશા ઘણું બધુ કહી જાય છે. (તસવીર ઃ ગૌતમ મહેતા)