કેટરિના-આમિર મારામારી કરતા જોવા મળશે

 

 

- યશરાજ ફિલ્મસની 'ધૂમ થ્રી'

 

 

- આ એકશન્સ સિકવન્સ માટે તાલીમ લેશે

મુંબઇ, તા. ૩

 

રૃપેરી પડદે પ્રેમાલાપ આચરતા કલાકારો યુદ્ધના દ્રશ્યો ભજવે છે ત્યારે તેનું પરિણામ સ્ફોટક હોય છે. આશુતોષ ગોવારીકરની 'જોધા અકબર'માં ઐશ્વર્યા રાય અને હૃતિક રોશને પડદા પર તલવારબાજી ખેલી હતી. યશરાજ ફિલ્મસની 'ધૂમ ટુ'માં વિલન હૃતિક રોશનને પોતાના તરફ આકર્ષવા ઐશ્વર્યા રાયે ચુંબન કર્યું હતું. હવે એકશન દિશામાં ઓર એક ડગલું આગળ વધ્યું છે. યશરાજ ફિલ્મસની 'ધૂમ થ્રી' મુખ્ય અભિનેત્રી કેટરિના કૈફ સુપર- વિલન આમિર ખાનને 'કિક' મારતી જોવા મળશે. ફિલ્મના ક્લાઇમેક્સમાં આ બન્ને પ્રતિસ્પર્ધી એકબીજા સાથેખૂનખાર મારામારી કરતા દર્શાવામાં આવશે.

 

'' આ મુશ્કેલીભર્યા દ્રશ્ય માટે કેટરિના એક મહિલા હોવાથી કોઇ પણ જાતની બાંધછોડ કરવામાં આવી નથી. આ એક ' મરેંગે યા મારેંંગે' જેવી સ્ત્રી-પુરુષની લડાઇ હશે. ' દબંગ' ફિલ્મની સલમાન ખાન અને સોનૂ સૂદ જે રીત ેચપળતાથી પરંત ુ'સોફસ્ટિકેટેડ' મારામારી કરી હતી તેનું હાઇટેક વર્ઝન હશે. આ એક લાંબી અને સાહસિક મારામારી હશે. આ દ્રશ્ય માટે આમિર અને કેટરિના બન્નેએ શરીરને યોગ્ય આકારમાં કરવું પડશે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.

 

આ માટે આમિર ઇચ્છે છે કે તે અને કેટરિના આ સિકવન્સની તાલીમ સાથે જ લે જેથી આ દ્રશ્યમાં બન્ને વાસ્તિવક લાગે.'' ટચૂકડા પડદેથી આમિરના શોના પ્રસારણ બાદ તરત જ, આમિર આ સિકવન્સ સીનની તાલીમ લેવાનું શરૃ કરશે. આમાં સૌથી સારા સમાચાર એ છે કે આમિર અને કેટરિના વચ્ચે સુમેળભર્યા સંબંધો છે. તેઓ એક સારા મિત્રો નથી. પરંતુ પ્રમાણિકતાથી હળીમળીને તેઓ આ દ્રશ્ય યોગ્ય રીતે ભજવી શકશે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.

 

'ધૂમ થ્રી'ના ક્રુ મેમ્બરો જુલાઇના અંતમાં પ્રી-પ્રોડકશનની તૈયારી માટે દેશ બહાર જશે. '' આમિર અને કેટરિના સપ્ટેમ્બરના અંતમાં શિકાગો જવા રવાના થશે. જ્યાં આ એકશન દ્રશ્યોનું ફિલ્માંકન કરવામાં આવશે.'' તેમ સૂત્રે ઉમેર્યું હતું.

 

દરમિયાન 'ધૂમ થ્રી'ના સિકવન્સ અંગે વાતચીત કરવાનું વહેલું ગણાશે તેમ યશરાજ ફિલ્મસના સત્તાવાર સૂત્રે કહ્યું હતું