Last Update : 04-May-2012, Friday

 

રૃ.૪૬૪ કરોડની છેતરપિંડીના કેસમાં એમએસટીસીના માજી અધ્યક્ષની ધરપકડ

નિકાસકારો પાસેથી ફોર્જ કરેલા દસ્તાવેજો સ્વીકાર્યાનો આરોપ
(પી.ટી.આઈ.) મુંબઈ, તા.૩
સીબીઆઈએ ૪૬૪ કરોડની કિંમતના સોનાની નિકાસનું મસમોટું કૌભાંડ પકડીને જાહેર ક્ષેત્રની મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશન (એમએસટીસી)ના ભૂતપૂર્વ ચેરમેન સહિત ટોચના અધિકારીઓની ધરપકડ કરી જાહેર ક્ષેત્રના નિગમના સત્તાવાળાઓએ સોનાના નિકાસકારો પાસેથી બનાવટી ડોક્યુમેન્ટ સ્વીકારી આ કૌભાંડ ચલાવ્યું હોવાનો આરોપ મૂકાવો છે.
૪૬૪ કરોડના આ કૌભાંડ સંબંધે સીબીઆઈએ એમએસટીસીના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મલય સેનગુપ્તા, કલકત્તાના ચીફ જનરલ મેનેજર તાપસ બાસુ તેમજ દિલ્હીના ઈન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ એસ.કે. સિંહની ધરપકડ કરી હતી. તેમને ૧૦મી મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.
મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશનના અધિકારીઓએ ૨૦૦૬માં ઈન્સ્યોરન્સ કન્સ્લ્ટન્ટ એસ.કે. સિંહા સાથે સાંઠગાંઠ કરીને મિની-રત્ન કંપનીને ૪૬૪ કરોડનું નુકસાન કર્યું હતું.
નવી દિલ્હીમાં સીબીઆઈના પ્રવકતાએ કહ્યું હતું કે આ ગુનાહિત ષડયંત્રમાં છ એક્સપોર્ટરોએ બનાવટી અને ઉપજાવી કાઢેલા ડોકયુમેન્ટસ રજૂ કર્યા હતા. એમએસટીસીના ટોચના અધિકારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આ બનાવટી ડોકયુમેન્ટસ સ્વીકારીને તેમને ૮૦ ટકા નિકાસ મૂલ્યનો લાભ આપ્યો હતો. બનાવટી ડોકયુમેન્ટસ આ છ એક્સપોર્ટરોએ આપ્યાં હતાં. ઉષ્મા જ્વેલરી એન્ડ પેકેજિંગ એક્સપોર્ટ લિમિટેડ, સ્પેસ મર્કન્ટાઈલ કંપની પ્રાયવેટ લિમિટેડ, કે.એ. માલ્લે ફાર્માસ્યુટીકલ કંપની લિમિટેડ, જોશી બુલિયન એન્ડ જેમ્સ જ્વેલરી પ્રાયવેટ લિમિટેડ, બોન્ડ જેમ્સ પ્રાયવેટ લિમિટેડ અને ઈન્ડો- બોનીટો મલ્ટીનેશનલ પ્રાયવેટ લિમિટેડના ડિરેકટરો દ્વારા બનાવટી ડોકયુમેન્ટસ એમએસટીસીને આપવામાં આવ્યા હતા.
સીબીઆઈના પ્રવકતાએ જણાવ્યું હતું કે એમએસટીસીના અધિકારીઓ જાણતા હતા કે નિકાસકારોએ આપેલા દસ્તાવેજો ખોટા છે અને બનાવટી છે. છતાં દસ્તાવેજો સ્વીકારીને નિકાસ મૂલ્યની સવલત આપી દીધી હતી. પરિણામે કંપનીને ૪૬૪ કરોડનું નુકસાન થયું હતું.
સીબીઆઈએ આ અગાઉ છ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પેણ અર્બન કોઓપરેટીવ બેંકના તત્કાલીન ચેરમેન શિશિર ધારકર, તેમની પત્ની ગુલ રેહાના ઉમર, બેન્કના સલાહકાર પ્રેમકુમાર શર્મા, કન્સલ્ટન્ટ રઈસ અહેમદ, જયેશ દેસાઈ અને દિલ્હીના કન્સ્લ્ટન્ટ આર. મણિનો સમાવેશ થતો હતો.
સીબીઆઈએ ગયા વર્ષે જ આ કેસ દાખલ કરી એવો આરોપ મૂક્યો હતો કે આરોપી નિકાસકારોએ છેતરપિંડીથી યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)માં ૬૦૦ કરોડના સોનાના દાગીનાની નિકાસ કરી હતી. આ નિકાસના બદલામાં મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશને ઈનવોઈસની કિંમતના ૮૦ ટકા (૪૮૦ કરોડ) એડવાન્સ પેટે આપ્યાં હતાં. નિકાસકારોએ યુએઈમાં પોતાની જ કંપનીઓમાં દાગીનાની નિકાસ કરીને એમએસટીસી સાથે છેતરપિંડી કરી હતી. ખરેખર તો આ સોનાના દાગીના દુબઈની અધિકૃત આયાતકાર કંપની એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ઈસીજીસી)ને મોકલાવવાના હતા. પરંતુ એમએસટીસી સાથે છેતરપિંડી કરીને અહીંના નિકાસકારોએ આયાતકારો સાથે સાઠગાંઠ કરીને સોનાનું ઝવેરાત યુએઈમાં ખુલ્લા બજારમાં વેંચી નાખ્યું હતું અને બે ટકા કમિશનની કમાણી કરી લીધી હતી. આ વેચાણની કમાણી હવાલા મારફત ભારત મોકલી દેવામાં આવી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved