Last Update : 04-May-2012, Friday

 

રાજસ્થાનમાં ચણાના પાકમાં ગાબડું
ચણા અને બેસનમાં ભભુકતી તેજી બેસનમાં કિલોએ રૃા. ૮નો ઊછાળો

ડોલર મજબૂત રહેતા ચણાની આયાત મોંઘી ઃ સપ્તાહમાં ચણામાં કિવન્ટલ દીઠ રૃા ૫૦૦નો ઊછાળો ઃ સટોડીયાઓનું વાયદામાં લેણ
રાજકોટ, તા.૩
મોંઘવારીએ માઝા મુકી છે. ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચી ગયા બાદ હવે ચણા, બેસન ખાંડમાં તેજી ફુંકાતા આમ પ્રજાને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. ચણામાં છેલ્લા એક સપ્તાહમાં કિવન્ટલદીઠ રૃા ૫૦૦ વધી રૃા ૩૬૫૦ સામે રૃા ૪૧૫૦ ના ભાવ બોલાઈ ગયા છે. છુટક એક કિલો બેસનામાં રૃા ૮ વધી રૃા ૬૨ સામે રૃા ૭૦ના ભાવ રહ્યાં હતાં.
ચાલુ વરસે રાજસ્થાનમાં ચણાના પાકમાં ગાબડું પડયું છે ગત વરસે ૧૬ લાખ ટનના ઉત્પાદન સામે માંડ ૬ લાખ ટનનો પાક થવાની ધારણા મૂકાતા ચણામાં તેજી ફુંકાઈ છે. રાજસ્થાનમાં ગુવારના પાકમાં ખેડુતોને સારો ફાયદો થતાં ચણામાં ભાવ વધવાની આશાએ માલ પર પક્કડ જાળવી બેઠા છે. બીજી તરફ સટ્ટોડિયાઓ પણ વાયદામાં લેણ છે.
તેથી તેજીનો સટ્ટો ગુંથાયો છે. ડોલરના ભાવ વધી જતાં ઓસ્ટ્રેલીયાથી આયાત થતા ચણાની ઉંચી પડતરના કારણે માલ મગાવાતો નથી. ગત વરસે ડોલરના ભાવ રૃા ૪૨થી ૪૩ હતાં તેની સામે ચાલુ વ રસે ૫૨થી ૫૩ રૃપિયા થઈ જતાં ચણાની આયાત પર ફટકો પડયો છે.
રાજસ્થાનમાં ચણાના ઉત્પાદનની ૧૦ લાખ ટન ઓછુ થવાનો અંદાજ છે. આંધ્રપ્રદેશ કર્ણાટકમાં પણ ૮ લાખ ટન સામે ૬ લાખ ટન, મહારાષ્ટ્રમાં ૭ લાખ ટન સામે ૫ લાખ ટન, ગુજરાતમાં ૪ લાખ ટન સામે ૩.૫ લાખ ટનનો પાક થવાની ધારણા રહી છે.
ઉત્તરપ્રદેશ અને છતીસગઢમાં ચણાના પાકનું ચિત્ર થોડું સારૃ રહ્યું છે. આ બન્ને રાજયોમાં ૩.૫ લાખ ટન સામે ૫ લાખ ટનનું ઉત્પાદન થવાની ધારણા રહી છે.
આમ દેશમાં ગત વરસના ૪૯ લાખ ટનનું ઉત્પાદન અને ૬ લાખ ટન કેરી ફોર્વર્ડ મળી કુલ ૫૫ લાખ ટન ચણાનો સ્ટોક હતો. તેની સામે ચાલુ વરસે ૪૫ લાખ ટનનું ઉત્પાદન અને ૧ લાખ ટન કેરી ફોરવર્ડ મળી કુલ ૪૬ લાખ ટન થતાં ૯ લાખ ટનની ઘટ પડવાની શકયતાએ ચણા બેસન ચણાદાળમાં તેજી ફુંકાઈ છે. જો કે ઉંચા મથાળે ચણામાં વેપાર ઘટી ગયા હોય ભાવ વીચા ઉતરે તો નવાઈ નહી.
ચાલુ વરસે ઓસ્ટ્રેલીયામાં ચણાનું વાવેતર મોટાપાયે થયું છે. ત્યાં ચારથી સાડાચાર લાખ ટનના પાક સામે ચાલુ વર સે ૮થી ૮.૫ લાખ ટનનો ક્રોપ થવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલીયા ચણામાં ફોરવર્ડ સોદા શરૃ થયા છે. નવેમ્બર - ડીસેમ્બરમાં શીપમેન્ટની શરતે ૭૨૦ ડોલર (ભારત પહોંચ ૩૯૫૦ થી ૪૦૦૦ના ભાવે વેપાર થયાં છે. ઓસ્ટ્રેલીયામાં બમ્પર પાકની આશાએ ચણામાં ગુંથાયેલો તેજીનો સટ્ટો ગમે ત્યારે તૂટી પડે તેવી શકયતા નકા રી શકાતી નથી. દરમિયાન રાજકોટમાં બેસનમાં ૨૦ કિલો દીઠ રૃા ૧૫૦ વધી રૃા ૧૦૫૦ સામે રૃા ૧૨૦૦, ચણામાં રૃા ૫૦૦ વધી રૃા ૩૬૫૦ સામે રૃા ૪૧૫૦ અને ચણાદાળમાં રૃા ૬૦૦ વધી રૃા ૪૫૦૦ સામે રૃા ૫૧૦૦ ના ભ ાવ બોલાઈ ગયા હતાં. ચણામાં ફુંકાયેલી તેજી પાછળ માલની અછત કરતાં વાયદામાં સટ્ટોડિયાઓએ તેજીના કરેલા વેપાર વધુ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved