Last Update : 04-May-2012, Friday

 

સુરતમાં ૧૯૯૩ના બે બોમ્બ ધડાકાના આરોપી
ટાઇગર હનીફને બ્રિટન ભારતને હવાલે કરશે

પ્રત્યાર્પણ સંધિ હેઠળ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ લંડનની વેસ્ટ મિન્સર મેજિસ્ટ્રેટ કોર્ટે સુરત પોલીસની એફિડેવિટ માન્ય રાખી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.૩
૧૯૯૩ના સુરત બોમ્બ વિસ્ફોટના ગુનાઈત કાવતરામાં સંડોવાયેલા તથા વિદેશ ભાગી છૂટવામાં સફળ થયેલા સુરત ડીસીબી પોલીસને ચોપડે વર્ષોથી વોન્ટેડ આરોપી હનીફ ટાઈગરને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત લાવવાની સુરત પોલીસના પ્રયાસો સફળ થયા છે. સુરત પોલીસ અને મુખ્ય જિલ્લા સરકારી વકીલની પ્રત્યાર્પણ સંધિ માટે ટાડા કેસના વોન્ટેડ હનીફ ટાઇગર સંદર્ભે કરેલી એફીડેવીટ લંડનની વેસ્ટ મિન્સર મેજીસ્ટ્રેટ કોર્ટે માન્ય રાખી હોવાની વિગતો મળી છે.
કોઇપણ પ્રત્યાર્પણની ભારતે કરેલી માગણી સફળ થઇ હોય તેવો આ પહેલો જ કેસ છે. વાસ્તવમાં ભારતે, બ્રિટન સાથે ડિસેમ્બર ૧૯૯૩માં જ પારસ્પરિક પ્રત્યાર્પણ અંગે સંધિ કરી હતી. કોર્ટના આ ચુકાદાથી અહીં રહેલા ભારતીય અધિકારીઓમાં આનંદનું મોજું ફેલાઈ ગયું છે.
છેલ્લાં કેટલાયે વર્ષોથી ભારતમાં વોન્ટેડ ગણાતા, અનેક ભારતીયોએ બ્રિટનમાં આશ્રય લીધો છે, જેમાં ખાલીસ્તાન આંદોલનમાં જોડાયેલાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ તેઓનું અનેકવિધ કારણોસર ભારત પ્રત્યાર્પણ મેળવી શકયું નથી.
ડીસેમ્બર-૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંશ થયા બાદ સુરત સહિત દેશભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણ દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન તથા વરાછા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનો કારસો રચાયો હતો. આ કારસામાં ગુનેગાર ઠરેલા કોંગ્રેસના ભૂતપુર્વ મંત્રી મહંમદ સુરતી, મુસ્તાક પટેલ, ઈકબાલ વાડીવાલા સહિત કુલ ૧૩ આરોપીઓને તત્કાલીન ડેઝીગ્નેટેડ ટાડા કોર્ટના જજ આર.પી.ઢોલરીયાએ વર્ષ-૨૦૦૮માં દોષિત ઠેરવતો હુકમ કર્યો હતો. હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં ટાડા કેસમાં સજા કાપતા આ ૧૨ આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં સુરત ટાડા કોર્ટના ચુકાદા સામે અપીલ કરી છે.
જોકે આ કેસમાં સંડોવાયેલો આરોપી હનીફ ટાઈગર ઉર્ફે મોહમંદ હનીફ ઉમરજી પટેલ (રે.સોની સ્ટ્રીટ, રાણી તળાવ, સુરત) ટાટા કેસની ન્યાયિક કાર્યવાહી પહેલા જ લંડન ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેને પગલે પોલીસે તેને ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવ્યો હતો અને ક્રાઇમ બ્રાંચે જે તે સમયે ફરાર હનીફ ટાઇગર વિરુધ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી.
દરમિયાન આજથી બે વર્ષ પહેલા બ્રિટનની પોલીસે હનીફ ટાઇગરને ઝડપી લીધો હતો. જેને પગલે ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ હનીફ ટાઇગરનો કબ્જો મેળવવા સુરત પોલીસે કવાયત શરુ કરી હતી. આ લાંબી પ્રક્રિયા દરમિયાન લંડનની મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપી હનીફ ટાઈગરનો કબજો સોંપવા કરેલી માંગ સંદર્ભે કેટલાક મહત્વના કાનુની સવાલોનો જવાબ માંગતી એફીડેવિટ મંગાવી હતી. જેમાં ટાડા કેસના અન્ય આરોપીઓના કન્ફેશનલ સ્ટેટમેન્ટ, ટાડા કેસની કાર્યવાહીમાં થયેલા વિલંબ, હનીફ ટાઈગરની ગુનામાં ભૂમિકા વગેરે મુદ્દાનો સમાવેશ થતો હતો.
જેથી સુરત ક્રાઈમ બ્રાંચે સુરત જિલ્લા મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની મદદથી ટાડા કેસના વોન્ટેડ આરોપી હનીફ ટાઈગરના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટને સંતોષ થાય તે પ્રકારે એફીડેવિટ તૈયાર કરીને મોકલાવી હતી. આ એફીડેવિટ તથા કેસના સંજોગોને ધ્યાને લઈ લંડનની મેજીસ્ટ્રેટ કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ સુરત ટાડા કેસના વોન્ટેડ આરોપી હનીફ ટાઈગરને ભારત મોકલવાનો આદેશ આપ્યો હોવાની વિગતો સાંપડી છે.
અત્રે નોંધનીય છે કે આ અગાઉ ઈકબાલ મીરચી તથા સંગીતકાર નદીમની પ્રત્યાર્પણ સંધિ હેઠળ કબજો મેળવવાની માંગ પર હજુુ સુધી મંજુરીની મહોર લાગી નથી. ત્યારે હનીફ ટાઈગરની પ્રત્યાર્પણ સંધિ હેઠળ કબજો સોંપવાની માંગ મંજુર થતાં સુરતના ટાડા કેસના વોન્ટેડ આરોપી વિરુધ્ધના પેન્ડીંગ કેસની કાર્યવાહી હાથ ધરાશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved