Last Update : 04-May-2012, Friday

 
ડોલર સામે રૃપિયાના મુલ્યમાં મોટું ધોવાણ થતાં
ડોલર વધી રૃ.૫૩.૪૭ બોલાયો ઃ ફોરવર્ડમાં ભાવો ઉંચામાં રૃ.૫૪થી ૫૬ સુધી બોલાયા !

સોનામાં વિશ્વ બજાર ૨૨થી ૨૩ ડોલર તૂટવા છતાં ઘરઆંગણે ડોલર વધતાં ઝવેરી બજારોમાં નવા રેકોર્ડ સર્જાયા !

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩
દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવોમાં આંચકા પચાવી આજે ભાવો ફરી ઉછળતાં નવી ટોચ દેખાઈ હતી. દિલ્હી બજારમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે રૃ.૩૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૫૫૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૯૫ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. મુંબઈમાં ભાવો રૃ.૭૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૩૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૪૪૫ બોલાયા હતા વિશ્વ બજારમાં જો કે આજે સોનાના ભાવો ઝડપી ઘટાડા પર રહ્યા હતા. પરંતુ ઘરઆંગણે રૃપિયા સામે આજે ડોલરમાં મૂલ્યવૃધ્ધી ચાલુ રહેતાં સોનાની ઈમ્પોર્ટ કોેસ્ટ ઉંચી રહી હતી અને તેના પગલે ઝવેરી બજારમાં ટાંચી આવકો વચ્ચે નવી વેચવાલી ઓછી તથા લગ્નસરાની ખરીદી વચ્ચે સોનામાં ફરી તેજીનો ચમકારો દેખાયો હતો. ડોલરના ભાવો રૃ.૫૨.૯૫ વાળા આજે ઉંચામાં રૃ.૫૩.૪૭ થઈ છેલ્લે રૃ.૫૩.૪૧ રહ્યા હતા દેશમાં દરિયાપારથી ડોલરનો આવતો પ્રવાહ ઘટતાં હાલ ડોલરના ભાવો રૃપિયા સામે ઉછળતા રહ્યા છે.
ફોરવર્ડ બજારમાં ડોલરના ભાવો આજે વધી જૂન-૨૦૧૨ વાયદામાં રૃ.૫૪ની ઉપર જયારે ઓકટોબર-૨૦૧૨ વાયદામાં રૃ.૫૫ની ઉપર તથા ફેબુ્રઆરી -૨૦૧૩ વાયદામાં રૃ.૫૬ની ઉપર બોલાઈ ગયા હતા. ડોલરમાં હવે તેજીને રોકવા રિઝર્વ બેંક ડોલર વેચવા કાઢશે એવી શક્યતા ચર્ચાતાં મુંબઈ બજારમાં ડોલરના ભાવો રૃ.૫૩.૪૭ વાળા સાધારણ ઘટી છેલ્લે રૃ.૫૩.૪૧ રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૬૫૮થી ૧૬૫૯ ડોલર વાળા આજે ઘટી મોડી સાંજે ૧૬૩૫.૫૦થી ૧૬૩૬ ડોલર રહ્યાના સમાચારો હતા. આમ વિશ્વ બજારમાં ભાવો ૨૨થી ૨૩ ડોલર તૂટવા છતાં દેશના બજારોમાં સોનાના ભાવો ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો નીચામાં ૩૦.૨૭ થઈ છેલ્લે ૩૦.૬૦થી ૩૦.૬૧ ડોલર રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૨૧૦ વાળા છેલ્લે રૃ.૫૬૫૦૦થી ૫૬૫૨૫ રહ્યા હતા. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૨૫૦, ૯૯.૯૦ના રૃ.૨૯૩૮૦ તથા ૧૦ તોલાના બિસ્કિટના રૃ.૩૪૩૦૦૦ બોલાઈ રહ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved