Last Update : 04-May-2012, Friday

 

૨૦૦૮ જેવી કટોકટી ટાળવા બેઝલ-૩ ગાઇડલાઇન જાહેર
બેંકોએ જોખમી એસેટના ૧૧.૫૦ ટકા મૂડી જાળવવી પડશે ઃ RBI

રિઝર્વ બેન્કના નિર્ણયના કારણે બેન્કો પર ભારણ વધશે ઃ બેન્કનાં શેરોમાં ગાબડાં

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૩
ભારતીય બેન્કોને સુરક્ષિત બનાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેઝલ-૩ના અમલીકરણ માટે અંતિમ માર્ગદર્શિકા જારી કરી છે જેને કારણે ૨૦૦૮ જેવી કટોકટી ફરી જોવા ન મળે. માર્ગદર્શિકા પ્રમાણે બેન્કોએ પોતાની રિસ્ક વેઈટેડ એસેટસના ૧૧.૫૦ ટકા મૂડી જાળવવાની રહેશે. જે હાલમાં ૯ ટકા જાળવવાની રહે છે. આરબીઆઈના આ નિર્ણયને કારણે બેન્કોએ અંદાજે રૃપિયા દોઢ લાખ કરોડની મૂડી જાળવવાનો વારો આવી શકે છે. આ માર્ગદર્શિકાની અસરરૃપે આજે બેન્કિંગ શેરોમાં ગાબડાં પડી ગયા હતા. ૧૧.૫૦ ટકાનું કેપિટલ સ્તર આગામી છ વર્ષમાં તબક્કાવાર લાવવાનું રહેશે.
૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪ના વર્ષ માટે કુલ ૯ ટકા મૂડી જાળવવાની રહેશે, જ્યારે ૩૧ માર્ચ ૨૦૧૫ના અંતે આ પ્રમાણ વધારીને ૯.૬૨ ટકા ,૩૧ માર્ચ ૨૦૧૬ના અંતે ૧૦.૨૫ ટકા, ૩૧ માર્ચ ૨૦૧૭ના અંતે ૧૦.૮૭ ટકા અને છેવટે ૩૧ માર્ચ ૨૦૧૮ના અંતે ૧૧.૫૦ ટકા પર લાવવાનું રહેશે.
લઘુત્તમ ૧૧.૫૦ ટકાના અંતિમ તબક્કામાં ૨.૫૦ ટકા કાઉન્ટર સાઈકલિકલ બફર કેપિટલ ના સ્વરૃપમાં રહેશે. આ કાઉન્ટર સાઈકલિકલ બફર કેપિટલ કોમન ઈક્વિટીના સ્વરૃપમાં હોવી જોઈશે એમ પણ આરબીઆઈએ જણાવ્યું છે. રિસ્ક વેઈટેડ એસેટસની ૮ ટકા ટિઅર-૧ કેપિટલ સંપૂર્ણ રીતે કોમન ઈક્વિટીમાંથી રાખવાની રહેશે.
આ માર્ગદર્શિકા બેન્કિંગ સુપરવિઝન પરની બેઝલ કમિટિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નાણાંકીય અને આર્થિક તાણને કારણે આવતા દબાણને પહોંચી વળવાની બેન્કિંગ ક્ષેત્રની ક્ષમતા વધારવાના હેતુ સાથે તેનો અમલ કરાઈ રહ્યો છે એમ પણ આરબીઆઈએ જણાવ્યું હતું. બેઝલ - ૩ ધોરણોનું પાલન કરવા ભારતીય બેન્કો સક્ષમ છે અને આરબીઆઈના મૂડીના પ્રમાણને જાળવવા માટે તેમની પાસે પૂરતો સમય પણ છે એમ ગોલ્ડમેન સેચ્સે જણાવ્યું હતું. ખાનગી ક્ષેત્રની બેન્કો તો આમપણ આ ધોરણોથી ઉપર મૂડી રેશિયો ધરાવે છે ત્યારે જાહેર ક્ષેત્રની બેન્કો ૮ ટકા ટિઅર-૧ કેપિટલની નજદીક છે અથવા તે પાર પણ કર્યું છે. જો કે આરબીઆઈના નિર્દેશનું પાલન કરવા પેન્શન જવાબદારીઓ એડજસ્ટ કરવાની રહેશે એમ સેચસે વધુમાં જણાવ્યું હતું. બેન્કો વધારાની ટિઅર - ૧ કેપિટલ રિટેલ ઈન્વેસ્ટરોને જારી કરી શકશે નહીં. રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાને પગલે ફન્ડ હાઉસોની વેચવાલી આવતા આજે બેન્કિંગ શેરોમાં ભારે કડાકો બોલાઈ ગયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved