Last Update : 04-May-2012, Friday

 
પલસાણા તાલુકાના બલેશ્વર ગામે
સહયોગ હોટલના પાર્કિંગમાં મુકેલી ટ્રકમાંથી ૪.૫૮ લાખનો દારૃ ઝડપાયો
ટ્રકચાલક કમલ માણેકચંદ કોળી સુરતથી દારૃનો જથ્થો લેવા આવનારા બુટલેગરોની રાહ જોતો હતો ઃ ૨ શખ્સો વોન્ટેડ

બારડોલી, ગુરૃવાર
પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.નં. ૮ પર સહયોગ હોટલના પાર્કીંગમાં મુકેલી ટ્રકમાંથી એલસીબી ટીમે રૃ. ૪.૫૮ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. ટ્રકચાલક ટ્રક પાર્કીંગમાં મુકીને સુરતથી ડીલવરી લેવા આવનાર બુટલેગરોની પ્રતિક્ષા કરતો હતો. દમણથી વિદેશી દારૃ ભરાવનાર ૨ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત એલસીબી જમાદાર પ્રકાશ પાટીલને મળેલી બાતમી આધારે ગતરાત્રિના ૮ વાગે ને.હા.નં. ૮ પર પેટ્રોલીંગમાં નીકળલી એલસીબી ટીમ બલેશ્વર ગામની સીમમાં સહયોગ હોટલના પાર્કીંગમાં પહોંચી હતી. ત્યાં પાર્ક કરેલી ટ્રક (નં. એમપી-૦૯-કેએ- ૧૩૩૨)નો ચાલક કમલ માણેકચંદ કોળી (રહે. બાંટજવા, ઇન્દોર, એમ.પી.)નાને પકડી વિદેશી દારૃ અંગે પૂછતાછ કરતા ટ્રકના ઉપરના ભાગે તાડપત્રી બાંધે ત્યાં અઢી ફૂટનું ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારૃની બોટલના બોક્ષ ભરેલા હતા.
એલસીબીએ ટ્રકને પલસાણા પોલીસ મથકે લઇ જઇ વિદેશી દારૃનાં ૧૮૧ બોક્ષમાં ૭૦૮૦ બોટલ કિંમત રૃ. ૪,૫૮,૪૦૦નો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ ટ્રક સહિત રૃ. ૧૦,૫૯,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકચાલક કમલ કોળીની પૂછતાછ કરતા દમણના મીતેશ અને ક્રિષ્નાએ વિદેશી દારૃ સુરત શહેરમાં લઇ જવા માટે ભરાવ્યો હતો. સહયોગ હોટલના પાર્કીંગમાં ટ્રક પાર્ક કર્યા બાદ મોડીરાત્રે સુરત શહેરનો બુટલેગર ટ્રક લેવા આવનાર હતો. સુરતનો બુટલેગર આવે તે અગાઉ એલસીબીએ ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ખોલેશ્વરમાં ખેતરમાં સંતાડેલો ૩.૩૫ લાખનો દારૃ ઝડપાયો
લાલુ ખોલેશ્વરે કામરેજમાં કેળાના ખેતરમાં છુપાવેલો ૪૨૪૬ બોટલ દારૃ સ્ટેટ વિજિલન્સે પકડી પાડયો
બારડોલી, ગુરુવાર
કામરેજ તાલુકાના ખોલેશ્વર ગામે રાજ્ય પોલીસની વીજીલન્સ સ્કોવર્ડની ટીમે વિદેશી દારૃ અંગે છાપો મારી લીસ્ટેડ બૂટલેગરે દમણથી મંગાવી કેળના ખેતરમાં સંતાડેલો ૪૨૪૬ બોટલ કિંમત રૃ।. ૩.૭૫ લાખનો જથ્થો ઝડપી પાડતાં જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. કામરેજ પોલીસની રહેમનજર હેઠળ ચાલતા વિદેશી દારૃના કારોબાર અંગે ડીએસપીએ ક્રોસ રેડ બાદ વીજીલન્સની ટીમે દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત પોલીસની વીજીલન્સ બ્રાંચના જમાદાર યુવરાજ વાનખેડે અને પો.કો. કેયુરસિંહે બાતમી આધારે આજે ગુરુવારે મળસ્કે ૫ વાગે કામરેજ તાલુકાના ખોલેશ્વર ગામે છાપો માર્યો હતો. ખોલેશ્વર ગામના લીસ્ટેડ બૂટલેગર લાલુએ દમણથી વિદેશી દારૃનો જથ્થો મંગાવીને ભૈરવ જતા રોડ પર કેળાના ખેતરમાં સંતાડેલો અને સવારે હેરાફેરી કરનાર હતો. વીજીલન્સની ટીમે કેળાના ખેતરોમાં સંતાડેલો વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી પાડી ગણતરી કરતા વિદેશી દારૃની બોટલ ૪૨૪૬ કિંમત રૃ।. ૩,૩૫,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કરી પો.કો. કેયુરસિંહે કામરેજ પોલીસ મથકમાં લાલુ ખોલેશ્વરને વોન્ટેડ જાહેર કરી તપાસ કામરેજ પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ડીએસપી પ્રદિપ સેજુલએ કામરેજ ખાતે કડોદરા પોલીસ પાસે વિદેશી દારૃની રેડ કરાવી મહિલા બૂટલેગર ઉષાબેનની ધરપકડ કરાવી હતી. બાદમાં આજે ગુરુવારે વીજીલન્સની ટીમે રૃ।. ૩.૩૫ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડી લાલુ ખોલેશ્વર નામના બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. ડીએસપીએ કામરેજ ખાતે વિદેશી દારૃની રેડ બાદ એલસીબી ટીમે વિદેશી દારૃ ઝડપીને લાલુ ખોલેશ્વરને વોન્ટેડ જાહેર કર્યો હતો. કામરેજ પોલીસ મથકના ૨ થી ૩ ગુનામાં લાલુ ખોલેશ્વર વોન્ટેડ છે. ડીએસપી અને વીજીલન્સની ટીમના દરોડા બાદ કામરેજ પોલીસ સામે રેંજ આઇજી હસમુખ પટેલ કેવા અને ક્યારે પગલાં ભરશે તેની જિલ્લાભરની અને સુરત રેંજની તમામ પોલીસની નજર રહેશે.

 

કબીલપોર ઓવરબ્રીજ પાસેથી
સુરત જતી ૧.૫૯ લાખનો દારૃ ભરેલી કાર સાથે બે ખેપીયા પકડાયા
અશરફ પાવસકર અને સાદીક જમાણીને પોલીસે પીછો કરી ઝડપ્યાઃ બૂટલેગર શાહરૃખ સહિત બે વોન્ટેડ
નવસારી, ગુરુવાર
નવસારી નજીક ને.હા.નં.૮ ઉપર કબીલપોર ઓવરબ્રીજ પાસેથી નવસારી એલસીબી પોલીસે મળેલી બાતમીને આધારે દમણથી હ્યુન્ડાઇ કારમાં સુરત લઇ જવાતો રૃ।. ૧.૫૯ લાખના ઇંગ્લીશ દારૃના જથ્થા સાથે વાપીના બે ખેપીયાઓને ઝડપી પાડયા હતા. જ્યારે દમણથી દારૃ ભરાવનાર કુખ્યાત બુટલેગર શાહરૃખને અને સુરતમાં દારૃ મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે.
નવસારી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, દમણના કુખ્યાત બુટલેગર શાહરૃખ ઉર્ફે વેદપ્રકાશ પોતાની સફેદ કલરની હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર (નં.જીજે-૫, સીએસ- ૧૪૭૬)માં ઇંગ્લીશ દારૃનો મોટો જથ્થો ભરીને દમણથી સુરત લઇ જનાર છે. એવી ચોક્કસ બાતમીને આધારે નવસરી એલસીબ પોલીસે નવસારી નજીક ને.હા.નં.૮ ઉપર કબીલપોર, ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે ઉપરોક્ત બાતમીને આધારે નવસારી એલસીબી પોલીસે નવસારી નજીક ને.હા.નં.૮ ઉપર કબીલપોર, ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે ઉપરોક્ત બાતમીવાળી હ્યુન્ડાઇ કાર આવતાં પોલીસને વોચમાં ઊભેલી જોઇ બે ખેપીયાઓ કાર મૂકીને ભાગવા માંડતા પોલીસે તેનો પીછો કરી બન્ને ખેપીયાઓ અશરફ અસલમ પાવસકર (રહે. ગીતાનગર, ચીનુભાઇની ચાલ, વાપી, તા. પારડી,જી. વલસાડ, મૂળ રહે. મહારાષ્ટ્ર) તથા સાદીક કમરૃદ્દીન જમાણી (રહે. વાપી, કસ્ટમ રોડ, ખોજા સોસાયટી, તા. પારડીની ધરપકડ કરી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી ઇંગ્લીશ દારૃ વ્હીસ્કી- બીયરની નાની-મોટી કુલ ૯૨૦ નંગ બાટલી (કિંમત રૃ।. ૧,૫૯,૨૦૦ તથા રોકડા રૃ।. ૧૮૦૦, બે મોબાઇલ ફોનની કિંમત રૃ।. ૧૫૦૦ અને હ્યુન્ડાઇ કારની કિંમત રૃ।. ૬ લાખ મળી કુલ રૃ।. ૭,૬૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે દારૃના જથ્થા સાથે ઝડપી પાડેલા બન્ને ખેપીયાઓની કડક પૂછપરછ કરતાં આ દારૃ દમણના કુખ્યાત બુટલેગર શાહરૃખ ઉર્ફે વેદપ્રકાશ જગદીશપ્રસાદ શર્મા (રહે. દમણ)એ દમણથી ફોન કરી સુરતના બુટલેગરના મોબાઇલ નંબર ઉપર કોન્ટેક કરી માલ આપવાની કબૂલાત કરી હતી. પોલીસે કુખ્યાત બુટલેગર શાહરૃખ અને સુરતના અજાણ્યા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. જે અંગેની તપાસ એલસીબીના પીઆઇ કે.એન. પટેલ કરી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved