Last Update : 04-May-2012, Friday

 

આગામી તા. ૧૯મી સપ્ટેમ્બરથી શરૃ થતા ગણેશોત્સવમાં
ગણેશજીની P.O.Pની મૂર્તિ લાવનાર સામે બીનજામીનપાત્ર ગુનો નોંધાશે

વાંસદા પોલીસ મથકે ગણેશ આયોજકોની મીટીંગમાં ચીમકી અપાતા ગણેશ આયોજકોમાં મુંઝવણમાં ઃચીખલીમાં વિરોધ થવાની શક્યતા

વાંસદા, ગુરૃવાર
વાંસદા પોલીસે તાલુકાના અને નગરના તમામ ગણેશ આયોજકોને બોલાવી એક મીટીંગ રાખી હતી. જેના કલેકટરે પી.ઓ.પી.ની મૂર્તિના ઉપયોગ પર મુકેલા પ્રતિબંધના જાહેરનામા અંગે સૂચના આપતા આયોજકો મુંઝવણમાં મુકાયા છે. માટીની આટલી મોટી સંખ્યામાં મૂર્તિ કયાંથી મળશે અને દુરથી લાવવામાં પણ મૂર્તિ માટીની હોવાથી ખંડિત થવાની શકયતા રહે છે.
આગામી ૧૯-૯-૨૦૧૨થી ગણેશોત્સવ ચાલુ થતો હોય કલેકટરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં પી.ઓ.પી.ની મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો અને માછલીઓ વિગેરેનું મોત થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકસાન થાય છે. જેથી મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓ ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવા અને ભઠ્ઠીમાં સૂકવેલી ચીકણી માટી કે પી.ઓ.પી.નો ઉપયોગ ન કરવા અને મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવા તેમજ ઝેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલયુકત રંગોથી કલર કરવો નહીં એવું જણાવાયું છે તેમજ મૂર્તિની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુનો ઉપયોગ કરી શકાશે. મૂર્તિના વેચાણ બાદ બચેલી કે ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં છોડી જવાશે નહીં તેમજ મૂર્તિની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્હો કે નિશાની રખાશે નહીં. જો આ જાહેરનામાનો ભંગ થાય તો આયોજકો અને મૂર્તિ બનાવનાર કલાકારો સામે બીનજામીનપાત્ર ગુનો નોંધવામાં આવશે.
આ મીટીંગમાં વાંસદા પોલીસ મથકે ઘણી સંખ્યામાં આયોજકો આવ્યા હતા અને આયોજકો આ જાહેરનામાની વિગતો જાણ્યા બાદ મુંઝવણમાં મુકાયા હતા કે માટીની મૂર્તિ આટલા મોટા પ્રમાણમાં કયાંથી મળશે અને બહારગામથી માટીની મૂર્તિ પણ લાવવી અશકય બનશે કારણ કે માટીની મૂર્તિ વાહનમાં લાવતા દરમિયાન ખંડિત થવાનો ભય રહે છે. જેથી આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી. આ અંગે ફરી ચીખલી મુકામે આજે (શુક્રવારે) સાંજે આયોજકો અને પોલીસની (ત્રણ તાલુકા આયોજકો ચીખલી, વાંસદા, ગણદેવી) મીટીંગ મળનારી હોય તેમાં આયોજકો દ્વારા આ જાહેરનામા સામે ઉગ્ર વિરોધ નોંધાવાશે એવું હાલ લાગી રહ્યું છે.

 

કલેકટરના જાહેર નામાની મુદત હજી ૧૭ મે એ પુર્ણ થતા પહેલા
નવસારીમાં સી.સી કેમેરા નહી લગાડનારોની ધરપકડથી વિવાદ
મોટાભાગના ગુનાનો ભેદ ઉકેલી શકવામાં અસમર્થ રહેતી પોલીસે જ્વેલર્સ,ગેસ્ટહાઉસ સામે કાર્યવાહી શરુ કરી દીધી
નવસારી, ગુરુવાર
નવસારી જિલ્લા કલેકટરે, જિલ્લામાં અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે ગત તા.૧૯-૩-૨૦૧૨ના રોજ એક જાહેરનામુ બહાર પાડયું હતું. જેમાં જણાવામાં આવ્યું હતું કે જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળોએ આગામી તા. ૧૭-૫-૨૦૧૨ સુધીમાં જે તે શખ્સોએ વીથ રેકોર્ડીંગ સીસી ટીવી કેેેમેરાઓ લગાવવા. અન્યથા તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. જિલ્લા પોલીસે જાહેરનામામાં આપવામાં આવેલી મુદ્ત પહેલાં જ જ્વેલર્સો તેમજ ગેસ્ટહાઉસના માલિકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી સરૃ કરતાં વિવાદ સર્જાયો છે.
નવસારી જિલ્લા કલેકટર ડૉ. સંધ્યા ભુલ્લરે પોતાને મળેલી સત્તાની રૃએ ગત તા.૧૯-૩-૨૦૧૨ના રોજ એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં જણાવ્યું હતં કે જિલ્લામાં ચીલઝડપ, ચોરી, લૂંટ, ધાડ, હત્યાના પ્રયાસો તથા સમાજ વિરોધી તત્વો ખાસ ભીડભાડવાળી જગ્યાએ કે જ્યાં લોકોની અવર-જવર વધુ હોય તેવા સ્થળે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરવાની સંભાવના વધુ હોય છે.
જેથી તેને અટકાવવા માટે અને ગુનેગારોની ઓળખ કરી તેને શોધવા માટે જાહેર પ્રતિષ્ઠાનો જેવા કે બેંકો, નાણાંકીય સંસ્થા, જ્વેલર્સો, આંગડીયા પેઢી, સુપર માર્કેટ શોપીંગ મોલ, કમર્શિયલ શોપીંગ સેન્ટરો, હોટલ, ગેસ્ટહાઉસ, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિગૃહો, વિશ્રામ ગૃહો મોટા ધાર્મિક સ્થળો, બહુમાળી બિલ્ડીંગો વિગેરે સ્થળે જે તે મિલ્કતધારકો અંદરના ભાગે તેમજ બહારની બાજુએ સીસીટીવી કેમેરાઓ લગાવી તેનું ૧૫ દિવસ સુધી રેકોર્ડીંગ રાખે ! જેથી આ સ્થળોએ આવતા-જતા લોકો વાહનો ઉપર નજર રાખી શકાય.
જો કંઇક અઘટીત ઘટના બને તો સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ અને ફટેજના આધારે આરોપીઓની ઓળખ મળી શકે અને ત્યારબાદ તેને પકડી પાડવો સહેલો રહે ! આવી ગણતરીના આધારે જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ કામગીરી લોકોએ તા.૧૭-૫-૨૦૧૨ સુધી કરી લેવી. જો તેમ નહી થાય તો પછી પોલીસ જીલ્લા કેલકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરશે. આવો સ્પષ્ટઉલ્લેખ હોવા છતાં નવસારી એલસીબી પોલીસ અને જીલ્લા એસઓજી પોલીસે નવસારી શહેર તેમજ બીલીમોરામાં જ્વેલર્સો અને ગેસ્ટ હાઉસના માલિકો વિરુદ્ધ જાહેરનામામાં આપેલી તા.૧૭ મે ૨૦૧૨ની મુદ્ત પહેલાં જ શિક્ષાત્મક પગલાં ભરવા માંડતા પોલીસની કામગીરી સામે લોકોમાં અસંતોષ ફેલાઇ જવા સાથે વિવાદ સર્જાવા પામ્યો છે. હેતુ ગમે તેટલો શુદ્ધ હોય પરંતુ નિયમનું પાલન તો સર્વે માટે સમાન જ હોવું જોઇએ એવું લોકોમાં ચર્ચાતું જાણવા મળી રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved