Last Update : 04-May-2012, Friday

 

તાલાલા યાર્ડમાં કેસર કેરીના વેચાણ પર ખેડૂતોને હવે નહીં આપવું પડે કમિશન

બોકસમાં દસ કિલો જ કેરીની ભરતી કરવા તેમજ વેપારીઓ અને કમીશન એજન્ટો દ્વારા થતું શોષણ બંધ કરવા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરે લીધેલો નિર્ણય

તાલાલાગીર, તા. ૩
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરી વેંચવા આવતા ખેડૂતોએ બોક્ષમાં દશ કિલો જ ભરતી કરવા તથા વેપારી અને કમીશન એજન્ટો દ્વારા ૬ થી ૧૦ જેટલું કમીશન લઇને કરાતા શોષણને બંધ કરવા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
તાલાલા પંથકના કેસરી કેરીના ઉત્પાદક કિસાનો જયારે કેસર કેરીનું વેચાણ કરવા તાલાલા યાર્ડમાં આવે ત્યારે કેરીના જથ્થાબંધ વેપારીઓ અને કમીશન એજન્ટો દ્વારા ખેડૂતોના પાસેથી દશ કિલ્લોના કેરીના બોક્ષમાં સાડા દશ કિલ્લો કેરીની ભરતી કરવા તથા કિસાનોએ વેચાણ કરેલ કેસર કેરીના પેમેન્ટ ઉપર ૬ થી ૧૦ ટકા જેટલું કમીશન લેવામાં આવતું હતું તે કાયદા અને નિયમ વિરૃધ્ધ હોવા છતા તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિશાનોને વર્ષોથી લુટાતા આવતા હતા. અને વારંવાર રજુઆતો પછી પણ કોઇ ઠોસ કાર્યવાહીને અભાવે કિસાનોનું આર્થિક શોષણ બંધ થયું નહી પરંતુ આ વર્ષથી તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું વેચાણ કરવા આવનાર ખેડૂતો પાસેથી વિવિધ કાયદા અને બજાર નિયંત્રણ અધિનિયમ પ્રમાણે દશ કિલ્લોના બોક્ષમાં દશ કિલ્લો કેરીની ભરતી તથા કેસરના વેચાણ ઉપર લેવામાં આવતું તગડુ કમીશન ખેડુતોને બદલે ખરીદનાર વેપારી પાસે થીજ લેવાનું રહેશે. આ માટે કડક અમલવારી કરી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને લુટાતા બચાવવા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં મળેલ સામાન્ય સભામાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવતા તાલાલા પંથકના કિસાનોમાં આનંદ છવાયો છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને સંસ્થાના બોર્ડ ઓફ ડીરેકટરની મળેલી બેઠકમાં થયેલ નિર્ણય અંગે વિગતો આપતા યાર્ડમાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે બજાર નિયંત્રણ બોર્ડ કાયદા અંતર્ગત દશ કિલ્લોના બોક્ષમાં સાડા દશ કિલ્લો કેરીની ભરતી હોય તો જ ખેડૂતોના માલની હરરાજી કરવી તથા ખેડુતો પાસે લેવામાં આવતું કમીશન પણ ગેરકાયદેસર હોય. આગામી દિવસોમાં શરૃ થનાર કેસર કેરીની સીઝન દરમ્યાન ખેડુતોનું થતું શોષણ અટકાવવા યાર્ડમાં કાયદા વિરૃધ્ધની તમામ પ્રક્રિયા કડક હાથે બંધ કરી દેવામાં આવશે જેનાથી તાલાલા પંથકના કિસાનોને ખુબ આર્થિક લાભ થશે કે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરી વેંચવા આવતા ખેડુતોએ દશ કિલ્લોના દશ કિલ્લો કેરીની ભરતી કરવી તથા વેચાણ થયેલ કેરીનાં બોક્ષની કિંમત ઉપર કોઇપણ જાતનું કમીશન આપવું નહીં આમ છતાં પણ તાલાલા યાર્ડમાં નિયમ વિરૃધ્ધ કોઇ વેપારી દલાલ કે કમીશન એજન્ટ ખેડુતોને હેરાન કરે તો તુરંત યાર્ડની કચેરીમાં ફરીયાદ કરવા યાદીમાં જણાવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved