Last Update : 04-May-2012, Friday

 
રાજકોટમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગુનાખોરી કાબુ બહાર
પુત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી પિતાને ઉપાડી જઇ રહેંસી નાખ્યો

આમ્રપાલી ચોક નજીકના ચાર ભાઇ ફેઇમ કચરા ભાઇઓ, પુત્રો અને સાગરીતોનું કૃત્ય

મોપેડમાંથી કાંકરી કે ધુળ ઉડવા જેવી નજીવી બાબતે છરીના આઠ-આઠ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો ઃ દેવીપૂજક પરિવારમાં કાળો કલ્પાંત
રાજકોટ, ગુરૃવાર
રાજકોટમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગુનાખોરી કાબુ બહાર નીકળી ગઇ છે અને તેની પ્રતીતિ કરાવતી ઘટનાઓ રોજીંદી બની ગઇ છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મહિલા કોલેજ પાસેના આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી જગ્યામાં ઝુંપડા બાંધી રહેતાં બાબુભાઇ ઉર્ફે બાબાભાઇ આલાભાઇ પરમાર નામના ૫૦ વર્ષના દેવીપૂજક પ્રૌઢનું ગતરાત્રે તેના પરિવારની નજર સામેથી છરીની અણીએ આમ્રપાલી ચોક પાસેના ચાર ભાઇ ફેઇમ હુસેન કચરા તેના ભાઇઓ, પુત્રો અને સાગરીતો અપહરણ કરી ગયા બાદ છરીથી રહેંસી નાખ્યાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે.
હુસેનને ગઇકાલે બાબુભાઇના પુત્ર કરશન સાથે મોપેડમાંથી કાંકરી કે ધુળ ઉડવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી મોડી રાત્રે હુસેન બીજા આરોપીઓ સાથે કરશનને શોધવા તેના ઝુંપડે પહોંચ્યો હતો પરંતુ તે નહીં મળતાં તેના પિતાને ઉઠાવી જઇ પતાવી દીધો હતો. રાત્રે અપહરણ કરાયેલા બાબુભાઇની આજે સવારે કિશાનપરા ચોક નજીક જુની કેન્સર હોસ્પીટલ પાછળથી હત્યા કરાયેલી લોહીથી લથપથ લાશ મળી આવતાં તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.
પ્ર.નગર પોલીસે મૃતક બાબુભાઇની પત્ની મંજુબેનની ફરિયાદ પરથી કચરા પરિવારના હુસેન ઇબ્રાહીમ કચરા, મયુદીન ઉર્ફે બાબુ, અનવર ઇબ્રાહીમ, સાજીદ હુસેન, રફીક હુસેન, મુસ્તફા મયુદીન અને યોગેશ ચીનો ઉપરાંત ચાર અજાણ્યા શખ્સો વિરૃદ્ધ અપહરણ, હત્યા, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર બાબુભાઇને સંતાનમાં પાંચ પુત્રો અને પાંચ પુત્રી છે. સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા ઉપરાંત રેસકોર્સ આસપાસ રમકડાં, ફુગ્ગા વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ગતરાત્રે તેના પુત્રો કરશન અને ભરત ઘરે આવ્યા ન હતાં. રાત્રે એકાદ વાગ્યે હુસેન કચરા અને બીજા આરોપીઓ ગેલેકસી સિનેમા પાસે રમકડાં વેંચતા સોમલો અને તેની પત્ની બાનુને લઇને તેના ઝુંપડે ધસી આવ્યા હતાં. જેમાંથી સાજીદે બાબુભાઇની પત્ની મંજુબેનના ગળા પર છરી રાખી પૂછયું કે કરશન કયાં છે મંજુબેને ઘરે નહીં આવ્યાનું કહેતાં તેને કહ્યું કે કરશને લ્યુના બાબતે ઝઘડો કર્યો છે એટલે અમારે તેની જરૃર છે તેમ કહી બાબુડા ઉભો થઇ જા તેવી સુચના આપતાં બાબુભાઇ ઉભા થઇ ગયા હતાં. આ સાથે જ છરી બતાવી તેને ઉપાડી ગયા હતાં.
ત્યારબાદ મંજુબેન અને તેના પરિવારને બાબુભાઇને આરોપીઓ મારી નાખશે તેવી દહેશત જતા રાતથી સવાર સુધી આમ્રપાલી ફાટક વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો અંતે સવારે સાતેક વાગ્યે બાબુભાઇની જૂની કેન્સર હોસ્પિટલ પાછળથી હત્યા કરાયેલી લોહીથી લથપથ લાશ મળ્યાનું જાણવા મળતા ત્યાં દોડી ગયા હતાં અને લાશ જોઇ કાળો કલ્પાંત કરી મૂકયો હતો.
તે પહેલાં જાણ થતાં પ્ર.નગરના પી.આઇ. જી. એન. ઝાલા સ્ટાફના માણસો સાથે ત્યાં પહોંચી ગયા હતાં. પોલીસે તપાસ કરતાં બાબુભાઇને છરીના આઠ ઘા ઝીંકી રહેંસી નખાયાનુ ખુલ્યું હતું. પોલીસને એવી વિગતો જાણવા મળી છે કે બાબુભાઇના પુત્ર કરશનને ગઇકાલે રેસકોર્સ રોડ પર મોપેડમાંથી ધુળ કે કાંકરી ઉડવા બાબતે હુસેન કચરા સાથે ઝઘડો અને મારામારી થઇ હતી જેને કારણે કરશન તેના ભાઇ ભરત સાથે ઘેરથી ભાગી ગયો હતો.
આ બંને રાત્રે મહિલા કોલેજના નાલા પાસે સુઇ રહ્યા હતાં ત્યારબાદ કરશનની તલાશમાં હુસેન અને બીજા આરોપીઓ તેના ઝુંપડે પહોંચ્યા હતા પરંતુ કરશન નહી મળતાં તેના પિતા બાબુભાઇને ઉઠાવી જઇ છરીથી રહેંસી નાખ્યો હતો.
પોલીસે ગુનો નોંધી ભાગી ગયેલા આરોપીઓની શોધ આદરી છે. આરોપીઓ પૈકી કેટલાક અગાઉ દારૃ, બીયર સાથે પકડાઇ ગયા છે. આરોપીઓ રૈયા રોડ પરના નહેરૃનગરમાં રહે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved