Last Update : 04-May-2012, Friday

 
ધોમધખતા તાપથી જળમાંગમાં વધારો, રોગચાળો પણ વધ્યો
રાજકોટ,સુ.નગરમાં ૪૨.૩, રાજ્યના સૌથી ગરમ શહેરો

બપોરથી રાજકોટમાં ૨૮ કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂ, વાદળો છવાયાઃ દરિયાકાંઠાના શહેરોમાં ગરમીમાં રાહત

રાજકોટ,ગુરુવાર
નિષ્ણાતોએ કોઈ તારણો તો નથી કાઢ્યા પણ જેમ ઠંડીમાં નલિયા અને અમરેલી ખાતે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાતી તેમ હવે ઉનાળામાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન વારંવાર નોંધાતું રહે છે. આજે ૪૨.૩ ડિગ્રી સે.તાપમાને બન્ને શહેરો રાજ્યના સૌથી ગરમ રહ્યા હતા.
રાજકોટમાં આજે બપોરે અઢી વાગ્યા સુધીમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સે.પહોંચી જતા તાપમાન ૪૩ ડિગ્રીને આંબી જવાની શક્યતા સર્જાઈ હતી પણ ત્યાં કલાકના ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા લાગતા અને ગરમીના કારણે આકાશમાં પાંખા વાદળો થવાતા મહત્તમ તાપમાન ૪૨.૩ સે.એ અટકી ગયું હતું. રાજકોટમાં મે માસમાં મહત્તમ તાપમાન ૪૫ સે.સુધી સામાન્ય રીતે પહોંચતું હોય છે. આજે બપોરથી મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતો રહ્યો હતો. ઉપરાંત ભેજનું પ્રમાણ વધીને સવારે ૮૧ ટકા અને સાંજે ૨૮ ટકા રહ્યું હતું.
ભાવનગર,અમરેલીમાં પણ આજે ગરમી આંશિક વધી હતી અને તાપમાન સતત ૪૦ સે.ઉપર રહ્યું હતું. જુનાગઢ,જામનગર,કંડલા સહિતના સ્થળે ૩૫ થી ૩૮ સે.તાપમાન રહ્યું હતું તો દરિયાકાંઠાના પોરબંદર,વેરાવળ,ઓખા, દ્વારકા, માંડવી, દિવ વગેરે સ્થળોએ ગરમીમાં એકંદરે રાહત રહી હતી.
ધોમધખતા તાપના પગલે સૌરાષ્ટ્રમાં જળમાંગમાં પણ વધારો થયો છે ત્યારે બીજી તરફ અપુરતું પાણી મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. અનેક જળાશયોના તળિયા દેખાવા માંડયા છે તો પાણીમાં ડ્હોળાશ વધ્યાની પણ ફરિયાદો ઉઠી છે. રાજકોટ સહિતના સ્થળે ધોમધખતો તાપ છતાં વાયરલ શરદી અને મેલેરિયા સહિતના કેસોમાં ખાસ્સો વધારો થયો છે. મતલબ, આવા તડકાંમાં પણ રોગચાળો ફેલાવતા જંતુ કે વિષાણુ મરતા નથી.

મે મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહ સૌથી ગરમ
રાજકોટમાં સૌથી વધુ ગરમી ૧૯૭૭માં પડી હતી-૪૭.૮ સે.!
ગત દસ વર્ષમાં ૩ વર્ષ ૪૫ સે.થી વધુ ગરમીનો રેકર્ડ! મે માસમાં બપોરે ૪૦ ઉપર,સવારે ૨૫થી નીચે તાપમાન
રાજકોટ,ગુરુવાર
રાજકોટમાં હાલ ધોમધખતો તાપ, અંગ અંગ દઝાડતો તડકો હોવાનો અનુભવ લોકો કરી રહ્યા છે પણ હજુ તાપમાનનો પારો ૪૨.૩ સે.થી ઉપર ગયો નથી. શહેરમાં ૧૦૦ વર્ષમાં મહત્તમ તાપમાન ૧૯૭૭માં તા.૧૩ મેના રોજ ૪૭.૯ ડિગ્રી સે.નોંધાયાનો હવામાનખાતામાં રેકર્ડ છે.
ગત દસ વર્ષના રેકર્ડ તપાસતા મે માસના ત્રણ સપ્તાહમાં સૌથી વધુ, રેકર્ડબ્રેક ગરમી પડતી હોય છે. ઈ.સ.૨૦૦૪માં ૬ મેના રોજ અને અને ૨૦૦૫માં ૨૧ મેના રોજ ૪૫.૮ સે.તાપમાન નોંધાયું હતું જે દસકાંનો રેકર્ડ છે. તો ઈ.સ.૨૦૧૦માં ૨૨ મેના રોજ નોંધાયેલ ૪૫.૫ સે.તાપમાન છેલ્લા છ વર્ષનું સૌથી વધુ તાપમાન છે. દસ વર્ષનું સૌથી ઓછુ મહત્તમ તાપમાન પણ ૪૨.૩ સે.નોંધાયું છે જે આજે નોંધાઈ ચૂક્યું છે.
વર્ષોની એવરેજ જોઈએ તો રાજકોટમાં મે માસમાં સરેરાશ ૪૦.૨ સે.તાપમાન નોંધાતું હોય છે જે ભૂજ (૩૯.૭)ની સરેરાશ કરતા વધારે છે. ભૂજમાં ગત દસકાંમાં સૌથી વધુ તાપમાન ૪૬ સે. ૨૦૧૦માં નોંધાયું હતું.
એક તારણ એ છે કે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦ સે.ઉપર રહે છે પણ સવારે ૨૦ થી ૨૫ સે.તાપમાન જ રહે છે જેથી સવારે ટાઢક અનુભવાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved