Last Update : 04-May-2012, Friday

 
મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામેથી
અપહરણ કરાયેલી સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ

સગીરાના પિતાએ સર્ચ વોરન્ટ કઢાવ્યું હતું ઃ અદાલતે હુકમ કર્યો

મેઘરજ, તા. ૩
મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામની અપહરણ કરાયેલી સગીરાને અદાલતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. ૧૬ વર્ષની આ સગીરાનું રોલા ગામના એક યુવાને પંદર દિવસ અગાઉ રાત્રિના સમયે અપહરણ કર્યું હતું. અપહરણ કરાયેલી સગીરાના પિતાએ સમાજ દ્વારા પોતાની પુત્રીને પરત લાવવા કરેલ પ્રયત્ન નિષ્ફળ જતાં પિતાએ મેઘરજની કોર્ટમાંથી સર્ચ વોરંટ કઢાવ્યું હતું અને પોલીસે સગીરાને કોર્ટમાં રજૂ કરતા સગીરાને નારીસંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી.
મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામેથી એક આદિવાસી સમાજના ખેમાભાઈ ધુળાભાઈ કલાસવા પોતાના પરિવાર સાથે રહે છે. પત્ની પાંચ પુત્રીઓ અને એક પુત્ર ધરાવતા ખેમાભાઈ ખેતમજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. આ ખેમાભાઈના ગામમાં તેમના જ સમાજના હળુભાઈ ધુળાભાઈના ઘેર લગ્નપ્રસંગ હોવાથી ખેમાભાઈ બે પુત્રીઓ લક્ષ્મીબેન અને વીણાબેન લગ્ન પ્રસંગમાં જવા ગત તા. ૧૭-૪-૧૨ના રોજ પોતાના ઘેરથી રાત્રિના આઠ વાગ્યાના સુમારે નીકળી હતી આ બન્ને બહેનો ઘેરથી ચાલતા ચાલતા બ્રાહ્મણ કોટડા ગામની પ્રાથમિક શાળા પાસે આવી તે સમયે અંધારાનો લાભ લઈ નજીકના રોલા ગામનો ગોવિંદભાઈ અજમલભાઈ તબીયાડ પોતાના સાગરીતો સાથે આવ્યો હતો અને વીણા કે જેની ઉંમર ૧૬ વર્ષની છે તેનો હાથ પકડી લીધો હતો પોતાની બહેનને પકડતાની સાથે આવેલી લક્ષ્મીએ બહેનને છોડાવવા પ્રયત્ન કરતા ગોવિંદ અને તેના સાગરીતો લક્ષ્મીને લાતોનો માર મારી અર્ધબેહોશ કરી દીધી હતી અને વીણાને ઉપાડી આ યુવાનો ભાગી ગયા હતા.
લક્ષ્મીએ સમગ્ર વાત ઘેર જઈને પિતાને કરતા પિતા ખેમાભાઈ બેબાકળા બની ગયા હતા અને સમાજના માણસો તેમજ સગાઓને આ વાત કરી પોતાની સગીર પુત્રીને શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા દશ- દશ દિવસ સુધી સમાજના આગેવાનોની મીટીંગો કરીને પોતાની પુત્રીને પરત લાવવા પ્રયત્ન પણ કર્યા હતા પરંતુ સામાવાળા ખેમાભાઈની સગીર પુત્રીની ભાળ પણ આપતા ન હતા. છેવટે થાકીને ખેમાભાઈએ કાયદાનો સહારો લીધો હતો અને પોતાની સગીર પુત્રીના અપહરણ બાબતે મેઘરજની કોર્ટમાં અરજ કરતા મેઘરજ કોર્ટના ન્યાયાધીશ કુ. પી. કે. વ્યાસે સગીરાને અદાલતમાં હાજર કરવા માટેનું સર્ચ વોરન્ટ કઢાવ્યું હતું. આ સર્ચ વોરન્ટના આધારે પી.એસ.આઇ. કે. એ. વાળાએ તાકીદે વીણાની શોધખોળ હાથ ધર હતી અને ગત તા. ૨-૫-૧૨ના રોજ વીણાને અદાલતમાં હાજર કરી હતી. અદાલતના ન્યાયાધીશ કુ. પી. કે.વ્યાસે વીણાની પૂછપરછ કરી હતી અને વીણાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી. વીણાના પિતા ખેમાભાઈએ અદાલતના નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved