Last Update : 04-May-2012, Friday

 

તાપી જિલ્લા LCB PSI સહિત ચાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

દારૃ-જુગારના અડ્ડા ચલાવતા પકડાયેલા શખ્સોને આ ચારેય કર્મચારીના છૂપા આશિર્વાદ હતા

સોનગઢના દારૃ-જુગારના અડ્ડાઓ પર રેડ બાદ ખાતાકીય તપાસમાં બેદરકારી બહાર આવતાં ડીએસપીએ સસ્પેન્ડ કરતા ખળભળાટ

બારડોલી, ગુરુવાર
તાપી જિલ્લાના સોનગઢ ખાતે રેંજ આઇજીની આરઆરસેલના દારૃ અને જુગારના અડ્ડાઓ પર છાપો મારતાં ખાતાકીય તપાસમાં એલસીબી પીએસઆઇ, એસઓજીાના જમાદાર, એલીબીના પોલીસ કોન્સ્ટેબલ અને જીપના ચાલકની ફરજમાં બેદરકારી જણાતા ડીએસપીએ ચારેયને સસ્પેન્ડ કરી દેતાં તાપી જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. રેંજ આઇજીના રીડર દ્વારા ખાતાકીય તપાસમાં દારૃ અને જુગારના અડ્ડા ચલાવતા પકડાયેલા શખ્સોએ ઉપરોક્ત ચારેય જણાના છૂપા આશિર્વાદ હોવાનું બહાર આવતા મામલો ગરમાયો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૬-૪-૧૨ના રોજ રેંજ આઇજી હસમુખ પટેલને મળેલી બાતમી આધારે આરઆરસેલની ટીમે સોનગઢ નગરમાં ખુલ્લેઆમ ધમધમતા વિદેશી દારૃ અને આંકડા લખવાના જુગારના અડ્ડા પર છાપો માર્યો હતો. સોનગઢ મચ્છી બજાર, આરટીઓ અલંકાર સિનેમા પાસે અને સ્ટેશન રોડ ખાતે મુંબઇથી નીકળતા આંકડા પર હારજીતનો જુગાર રમાડતા સુરેશ સોમાભાઇ કોકણી, ચંદુ મોહન, દિપક મકનભાઇ ગામીત, હરીશ ચૌધરી, સુરેશ લુહાર, ઇરસાદઅલી, ગોપાલ ગામીત (તમામ રહે. સોનગઢ નગર)ને ઝડપી પાડયા હતા. આંકડા લખવાના અડ્ડા ચલાવતા પપ્પુ ઉર્ફે રાકેશ શંકરભાઇ ગૌસ્વામીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉપરાંત શિવાજી નગર ખાતે સુધીર રમેશ ચૌધરી, અને હીતેશ શ્યામ અને મંજુબેનને વિદેશી દારૃના જથ્થા સાથે પકડી શિવાજી નગરના સીકંદર શાંતુભાઇ ગામીત અને નવાપુરના વિશ્વાસ અને બુધીયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરઆર સેલની ટીમે એક સાથે દારૃ અને જુગારના અડ્ડાઓ ઝડપી પાડતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાપી જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બનાવની ગંભીરતાને પગલે રેંજ આઇજીના રીડર તરીકે ફરજ બજાવતા પીઆઇ વી.એમ. આનંદને ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. જેમાં દારૃ અને જુગારના અડ્ડાઓ પરથી પકડાયેલાઓના નિવેદનો તેમજ પોલીસ અધિકારી અને કર્મચારીઓના નિવેદનો નોંધી તાપી ડીએસપી જી.વી. બારોટને એલસીબી પોસઇ કે.વી. રાજવી, એસઓજી જમાદાર ભૂપેન્દ્ર યશવંતભાઇ, એલસબી પોલીસ કોન્સ્ટેબલ સોમનાથ સંભાજીભાઇ તથા સોનગઢ પોલીસની જીપના ચાલક પો.કો. પ્રવિણ ભરતભાઇની ફરજમાં બેદરકારી અંગે રિપોર્ટ કર્યો હતો. જેને પગલે ગત મોડી રાત્રે ડીએસપી જી.વી. બારોટએ ચારેયને સસ્પેડ કરતો હુકમ કરતા તાપી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
જોકે ભુતકાળમાં એલસીબી જમાદારના ઘરમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો હતો ત્યારથી તાપી જિલ્લા પોલીસમાં સળવળાટ ચાલી રહ્યો હતો. તાપી જિલ્લાના સોનગઢ તથા વ્યારા ખાતે દારૃ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમતા હોવાની સતત વ્યાપક ફરિયાદો વચ્ચે અગાઉ વ્યારા ખાતે આરઆર સેલની રેડ બાદ પીઆઇ એન.એમ. ઘોડની આહવા બદલી બાદ વ્યારામાં આરઆર સેલની અનેક રેડમાં આજદિન સુધી કોઇ પગલાં લેવાયા નથી. બાદમાં સોનગઢમાં એકસાથે મોટાપાયે જુગાર અને દારૃના અડ્ડાઓ પર રેડ પછી પીએસઆઇ અને ૩ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે ત્યારે આ બે બનાવની વચ્ચેના સમયમાં થયેલી રેડની કાર્યવાહીમાં કોઇ પગલા ન લેવાતાં પોલીસ બેડામાં ગણગણાટ શરૃ થયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved