Last Update : 04-May-2012, Friday

 
કુલ ૯૬૨ વકીલ મતદારોએ મતદાનમાં ભાગ લીધો
હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ના પ્રમુખપદે વિજય પટેલ વિજયી
સીનીયર એડવોકેટ વિજય એચ.પટેલ ૪૭૨ મતો સાથે જીત્યા ઃ ઉપપ્રમુખપદે પીતાંબર આર.અભિચંદાણી ચૂંટાયા
અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનની અત્યંત પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સીનીયર એડવોકેટ વિજય હરિશ્ચંદ્ર પટેલ એસોસીએશનના નવા પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા હતા. સીનીયર એડવોકેટ વિજય એચ.પટેલે પ્રમુખપદના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો અનિલ એસ.દવે અને ગોપીનાથ અમીનને હાર આપી ૪૭૨ મતો સાથે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં સમગ્ર દિવસ દરમ્યાન ચૂંટણીનો જબરદસ્ત માહોલ છવાયેલો રહ્યો હતો. સૌકોઇ ચૂંટણી અને તના સંભવિત પરિણામની જ ચર્ચા કરતા નજરે પડતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીનીયર એડવોકેટ વિજય એચ.પટેલ સૌપ્રથમવાર હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે. અગાઉ તેઓ ૧૯૯૬માં સંસદસભ્ય અને ૧૯૯૮માં ભાજપના ધારાસભ્ય તરીકેનો કાર્યભાર સંભાળી ચૂકયા છે. આ સિવાય ૨૦૦૮માં તેઓ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. નવા ચૂંટાયેલા પ્રમુખને બારના સભ્યો, સ્ટાફ કર્મચારીઓ સહિતના ન્યાયિક પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનની ચૂંટણીના આજે મોડી સાંજે પરિણામો જાહેર કરતાં ચૂંટણી અધિકારી નીલેશ પંડયાએ જણાવ્યું હતું કે, આજે એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સપન્ન થઇ હતી. એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે એડવોકેટ પીતાંબર આર.અભિચંદાણી ૭૮૨ જેટલા હાઇએસ્ટ મતો સાથે વિજયી બન્યા હતા. સેક્રેટરી તરીકે અશોક પ્રજાપતિ અને ખજાનચી તરીકે એડવોકેટ ભવ્યેશ માંકડ ચૂંટાઇ આવ્યા હતા. તેઓને અનુક્રમે ૫૯૭ અને ૫૦૭ મતો પ્રાપ્ત થયા હતા.
જયારે જોઇન્ટ સેક્રેટરી તરીકે ગૌરાંગ પટેલ પહેલેથી જ બિનહરીફ ચૂંટાઇ ગયા હતા. આજની ચૂંટણીમાં હાઇકોર્ટના રોલ પર નોંધાયેલા કુલ ૧૨૫૦થી વધુ મતદારો પૈકી ૯૬૨ વકીલ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો.
આ સિવાય એસોસીએશનના ૧૦ કમીટી મેમ્બરોમાં એડવોકેટ રેણુ ડી.ચૌધરી, દવે હેમલ, પંડયા ભાવિન, ગઢવી પૂનમ, શાહ ભાવિક, ઠાકર અવનિ, ત્રિવેદી નીરવ, વ્યાસ મીનાબહેન અને ભટ્ટ મનોજ ચૂંટાઇ આવ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved