Last Update : 04-May-2012, Friday

 
ગુજરાતના MLA પ્રિન્સીપાલનો પણ પગાર લઇ રહ્યા છે

-બારડોલીના કોંગી ધારાસભ્ય

અમદાવાદ,ગુરૃવાર
સુરતના બારડોલીના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી હળપતિ વિરૃધ્ધ સરકારી પરિપત્ર અને બંધારણીય જોગવાઇઓનો ભંગ કરી ધારાસભ્ય અને શાળાના પ્રિન્સીપાલ તરીકેના બે હોદ્દા પરથી અલગ-અલગ બે પગારનો લાભ લેવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે રાજય સરકાર, રાજયના શિક્ષણ સચિવ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવચેતન કેળવણી મંડળ અને ધારાસભ્ય કુંવરજી હળપતિ વિરૃધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી જૂન માસમાં મુકરર કરી છે.
સુરત જિલ્લાના નાગરિક રેવાભાઇ લાખાભાઇ ચૌધરી તરફથી કરાયેલી આ જાહેરહિતની રિટ અરજીમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ અત્યારસુધી ધારાસભ્ય તરીકે ગેરકાયદે રીતે મેળવેલા પગારની રિકવરી કરવા અને રાજય સરકાર દ્વારા આ કસૂરવાર ધારાસભ્ય સામે પગલાં લેવાય તે મતલબની દાદ માંગવામાં આવી હતી. રિટમાં રજૂ કરાયેલી હકીકતોને ધ્યાને લઇ હાઇકોર્ટે ઉપરોકત પક્ષકારોને શો-કોઝ નોટિસ જારી કરી હતી. રિટ અરજીમાં જણાવ્યું હતું કે, સુરતના બારડોલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કુંવરજી હળપતિ સુરતના માંડવી તાલુકાના સાથવ ખાતેની નવચેતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત તાપીવન વિદ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે પણ ફરજ બજાવે છે. ધારાસભ્ય કુંવરજી શાળાના પ્રિન્સીપાલ તરીકેનો અને ધારાસભ્ય તરીકેનો એમ બંને પગારનો લાભ વર્ષોથી લેતા આવ્યા છે. અરજદારપક્ષ તરફથી આરટીઆઇ એકટ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ઉપરોકત હકીકતનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. જેથી અરજદારપક્ષ તરફથી રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ધારાસભ્ય કુંવરજી બે હોદ્દા પરનો પગાર મેળવી આર્થિક લાભ ખાટતાં હોવાની વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સરકાર કે સત્તાવાળાઓ તરફથી કોઇપણ પ્રકારના પગલાં નહી લેવાતાં અરજદારપક્ષને છેવટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
અરજદારપક્ષ દ્વારા અદાલતનું એ મુદ્દા પર ધ્યાન દોરાયું હતું કે, રાજયના શિક્ષણવિભાગના તા.૬-૮-૧૯૯૧ના સંબંધિત પરિપત્રની જોગવાઇ મુજબ જો કોઇ શિક્ષક ધારાસભ્ય હોય અને તે વિધાનસભા સત્રમાં હાજરી આપવા કે તે સંબંધી કામ અર્થે હાજર રહે તો તેવા કિસ્સામાં સ્પેશ્યલ લીવ ગ્રાંટ કરવાની રહેશે પરંતુ તે બંને સ્થળેથી પગાર મેળવવા હકદાર ઠરશે નહી. આમ, ધારાસભ્ય કુંવરજી હળપતિ ખુદ સરકારના જ પરિપત્રનું ઉલ્લંઘન કરી એકબાજુ શાળાના પ્રિન્સીપાલ તરીકે કાર્યરત રહી ત્યાંથી પગાર મેળવે છે, જયારે બીજીબાજુ, ધારાસભ્યની રૃએ જાહેરસેવક તરીકે સરકારમાંથી મોટા પગારનો ફાયદો મેળવી રહ્યા છે. આમ, સરકારના પરિપત્રની અને બંધારણીય જોગવાઇઓનો ભંગ કરી ધારાસભ્ય બે જુદા જુદા હોદ્દા પર ચાલુ રહી બંને જગ્યાએથી પગારનો લાભ મેળવી રહ્યા હોઇ આખરે તો જાહેરનાણાંનો દુર્વ્યય થઇ રહ્યો છે. કેમ કે, છેવટે તો આ પ્રજાના જ પૈસા છે. બીજી રીતે જોવા જઇએ તો, ધારાસભ્ય જાહેરજનતાના વિશ્વાસનો પણ સરેઆમ ભંગ કરી રહ્યા છે કારણ કે તેઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છે તેમને આ પ્રકારે પ્રજાના પૈસા બે જગ્યાએથી પગારના સ્વરૃપમાં ઘરભેગા કરવાનો કોઇ અધિકાર નથી. આ સંજોગોમાં ધારાસભ્યની રૃએ કુંવરજી હળપતિએ અત્યારસુધી મેળવેલો તમામ પગાર રિકવર કરવો જોઇએ અને સરકાર દ્વારા તેમની વિરૃધ્ધ ડબલ સેલેરી લેવા બદલ કાયદેસર પગલાં લેવાવા જોઇએ એ મતલબની દાદ પીઆઇએલમાં મંગાઇ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved