Last Update : 04-May-2012, Friday

 
દાંડીબ્રિજનો વિસ્તાર સાફ કરી કોર્ડન કરો:હાઇકોર્ટ

- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને તાકીદ

 

- દાંડીપુલના મુદ્દે થયેલી સુઓમોટો રિટ

અમદાવાદ,ગુરૃવાર
શહેરના સાબરમતી આશ્રમ નજીક આવેલા ઐતિહાસિક દાંડીપુલ નીચે કચરામાં લાગેલી આગના કારણે તેને થયેલા નુકસાનના મુદ્દે થયેલી સુઓમોટો રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે દાંડીપુલના સમગ્ર વિસ્તારની સાફસફાઇ કરી તેને કોર્ડન કરી સુરક્ષિત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સોમવાર સુધીમાં આ કેસમાં જરૃરી જવાબ રજૂ કરવા પણ અમ્યુકોને તાકીદ કરી હતી.
દાંડીપુલના મુદ્દે થયેલી સુઓમોટો રિટમાં આજે ગાંધીઆશ્રમના કાર્યકર હેમંત ચૌહાણ તથા અન્ય તરફથી પક્ષકાર તરીકે જોડાવા કરાયેલી અરજી પણ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને તેઓને આ કેસમાં પક્ષકાર બનાવ્યા હતા. ગાંધીઆશ્રમના કાર્યકર હેમંત ચૌહાણ તરફથી કરાયેલી અરજીમાં એડવોકેટ રશ્મિન સી.જાનીએ ૪૮ જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, અરજદારે દાંડીપુલની સુરક્ષા, તેની યોગ્ય જાળવણી અને તેને પ્રદૂષણમુકત રાખવાના મુદ્દે વારંવાર અમ્યુકો, રાજય સરકાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી લઇ કેન્દ્ર સરકાર અને ખુદ વડાપ્રધાન કાર્યાલય સહિતના સત્તાધીશોને રજૂઆતો કરી હતી પરંતુ આજદિન સુધી અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ આ મામલે કોઇ જ સંતોષકારક પગલાં લીધા નથી. અરજદારની રજૂઆત અનુસંધાનમાં વડાપ્રધાન કાર્યાલય તરફથી ગુજરાત સરકારને અને જીપીસીબી દ્વારા અમ્યુકોને દાંડીપુલના મામલે યોગ્ય પગલાં લેવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવાછતાં અમ્યુકો સત્તાવાળાઓએ તેની ધરાર ઉપેક્ષા કરી છે અને તે પરત્વે કોઇ જ કાર્યવાહી કરી નથી.
અરજીમાં એવી પણ અગત્યની હકીકતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, દાંડીપુલના સ્થળે નવા વાડજની ટાઉન પ્લાનીંગ સ્કીમ નં-૨૮માં સર્વે નં-૭૧૩/૨/૧ ખાતે મહાત્મા ગાંધી જલ સરોવર અને સર્વે નં-૫૭૪માં ગાર્ડન અને પીકનીક હાઉસ દર્શાવવામાં આવ્યા છે પરંતુ આજની તારીખે મહાત્મા ગાંધી જલસરોવરની જગ્યાએ કાળીગામથી કેનાલ મારફતે ગંદા પાણી અને ગટરનો કચરો સતત ઠલવાય છે. આ જ પ્રકારે સર્વે નં-૫૭૪ની ગાર્ડન અને પીકનીક હાઉસની જગ્યા કે જે દાંડીપુલની નીચે આવેલી છે ત્યાં પણ કચરો અને અન્ય પ્રદૂષણયુકત ચીજ વસ્તુઓ ઠલવાઇ રહ્યા છે. આમ, અમ્યુકો સત્તાવાળાઓ દાંડીપુલની સફાઇ તેમ જ તેની યોગ્ય જાળવણી કરવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે.
દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એડવોકેટ અભિષેક મહેતાએ જણાવ્યું હતું કે, હાલ દાંડીપુલની નીચે અને તેની આસપાસના સમગ્ર વિસ્તારની સફાઇ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉપરાંત, આ વિસ્તારની સુરક્ષા માટે સીકયોરીટી ગાર્ડની વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. દાંડીપુલને હવે કે ભવિષ્યમાં વધુ કોઇ નુકસાન ના થાય તેની ખાસ તકેદારી રાખવાના પગલાં લેવાઇ રહ્યા છે અને અમ્યુકો દ્વારા આ અંગેનો સ્ટેટ્સ રિપોર્ટ સોમવાર સુધીમાં રજૂ કરવામાં આવશે. પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સોમવારે રાખી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved