Last Update : 04-May-2012, Friday

 
આમરણ : એક બંદર શહેર કે અંદર

- વાનરને મસાજ કરાવવાનો ચસ્કો

 

 

- આયુર્વેદની સમજને લીધે આકર્ષણનું કેન્દ્ર

આમરણ, તા. ૩
આમ તો અમદાવાદ-સુરત જેવા મહાનગરોમાં પણ અમુક વિસ્તારમાં વાંદરાઓનો વસવાટ અને આળવિતરાંવેડા જોવા મળે એ નવી વાત નથી, પરંતુ જોડિયા તાલુકાના આમરણ ગામે થોડા દિવસથી આવી ચડેલા કાળા મૂખવાળા એક કપિરાજ માનવીને મળતી આવતી વર્તણુક, શાંત સ્વભાવ અને આયુર્વેદ અંગની તેની કુદરતી સમજને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે !
આમરણમાં એક સાંજે ઓચિંતો ક્યાંકથી આવી ચડેલો આ વાનર લીમડાના વૃક્ષ પર તામ્રવર્ણના કૂણાં પાન ખાતો નજરે પડયો હતો. રામધૂન ભજન મંડળના ચબૂતરાના પટાંગણમાં ઘટાટોપ લીમડા પર રાત વિતાવીને બીજા દિવસે પણ તામ્રવર્ણના પાંદડા જ ખાતો હોવાનું તથા પછીથી રોજ રાતે સુવા માટે લીમડાના વૃક્ષ બદલતો રહેતો અને ક્યારેક ગળો વનસ્પતિની વેલના પાંદડા ખાતો હોવાનું નિરીક્ષણ એક સ્થાનિક પ્રકૃતિ નિરીક્ષકે કર્યું હતું. જાહેર માર્ગો પર,વાહનો પર તથા ફળની લારી પર બેસી જતા આ વાનર પાસે દર્પણ મુકતાં વિસ્મય સાથે વિવિધ મુદ્રાઓ બનાવતો હોઇ લોકોને મનોરંજન મળે છે. મોબાઇલ ફોનમાં વાગતા ગીત-સંગીત શાંતિથી માણતો આ કપિ એક વખત લીમડા નીચે બેઠો હતો ત્યારે જીવાતને કારણે ખંજવાળ ઉપડવાથી પરેશાન થઇ જતાં આસપાસના લોકોને મદદ માટે બોલાવતો હોય તેવા હસ્તસંકેત કર્યા હતા, પરંતુ માણસો ડરના માર્યા નજીક ન ગયા ત્યારે જયસુખભાઇ માવદિયા નામના પ્રકૃતિપ્રેમીએ તેની નજીક જઇ બોડી મસાજ કરી આપતાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો. ત્યારથી જ્યારે પણ તેને જરૃર લાગે ત્યારે ઓટલે વિચિત્ર અવાજના સંકેત સાથે તેમની પાસે માલીશ કરાવવા બેસી જાય છે !
આ વન્યજીવ પ્રેમીએ કહ્યું કે વાનરમાં આહાર અંગેની પ્રાકૃતિક સમજ અજબગજબની છે. લીમડાના તામ્ર વર્ણના પાનમાં તાંબાનો સૂક્ષ્મ અંશ હોઇ હાર્ટએટેક માટે જવાબદાર કોલેસ્ટરોલનું પ્રમાણ વધતા રોકે છે. તથા વિટામીન 'એ' પણ મળતું હોઇ દ્રષ્ટિ શક્તિ વધે છે અને કૃમિનાશક-રક્તસંવર્ધક તત્વ પણ તેમાંથી મળે છે. આ જ રીતે ગળોની વેલ વાત-પિત-કફ શામક છે. રામ-રાવણ યુધ્ધ વખતે શ્રી રામના સૈન્યમાં મૃત્યુ પામેલા વાનરો પર ઇન્દ્રએ અમી છંટકાવ કરી સજીવન કર્યા ત્યારે જમીન પર પડેલા તેના બૂંદના સ્થાને ત્યાં ત્યાં ગળો (અમૃતા) વેલ ઉગી નીકળ્યાનું મનાય છે. આ વાનરના આગળના બંને પગની દસે દસ આંગળીમાં કાળા નખ, ત્રણ ત્રણ વેઢાં અને આંગળીમાં વર્તુળાકાર વલય (ફિંગરપ્રિન્ટ) પણ માનવ જેવા છે. તેની આ લાક્ષણિકતાઓ અંગે જૂનાગઢ સક્કરબાગ ઝુ તથા અમદાવાદ કાંકરિયા ઝુના અધિક્ષકોનું પણ ધ્યાન દોરાયું છે !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved