Last Update : 04-May-2012, Friday

 

ત્રણ આઈ.પી.એસ.ની બદલીના હૂકમો
રાજકોટ પોલીસ કમિશનર ગીતા જોહરી અને અમદાવાદના મોહન ઝાની બદલી

૧૫ ગુજરાતી પોલીસ અધિકારીઓને આઈ.પી.એસ.નો દરજજો અપાયો

અમદાવાદ, ગુરૃવાર
વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા અગાઉ ગુજરાત પોલીસમાં ઉનાળુ વેકેશન દરમ્યાન બદલીઓનો દોર શરૃ થવાની ચર્ચા પોલીસ તંત્રમાં થઈ રહી છે. આજે મોડીસાંજે રાજકોટના પોલીસ કમિશનર ગીતા જોહરી, અમદાવાદના એડીશનલ સી.પી. મોહન ઝા સહીત ત્રણ આઈ.પી.એસ.ની બદલીના હૂકમો કરાયાં છે. મે મહીના દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટરથી માંડી એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલીઓના વધુ હૂકમો થવાની સંભાવના છે.
ગુજરાત સરકારના ગૃહવિભાગે બદલીના હૂકમો કરી રાજકોટના પોલીસ કમિશનર ગીતા જોહરીને ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી. તરીકે મુક્યા છે. રાજકોટના પોલીસ કમિશનરપદે એડી. ડી.જી.પી. (તપાસ) એચ.પી. સિંઘને મુકવામાં આવ્યા છે. એચ.પી. સિંઘની જગ્યા ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર મોહન ઝાની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક્સ કેડર જગ્યાને ડાઉન ગ્રેડ કરી સંયુક્ત પોલીસ કમિશનર કક્ષાની કરાઈ છે. પોલીસ તંત્રમાં એવી ચર્ચા છે કે, ક્રાઈમ બ્રાંચમાં સંયુક્ત પોલીસ કમિશનર એ.કે. શર્મા ચૂંટણી સુધી ક્રાઈમ બ્રાંચનો વધારાનો હવાલો સંભાળશે. હાલમાં એ.કે. શર્મા અમદાવાદ શહેર પોલીસની સ્પેશ્યલ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનરપદે છે.
દરમ્યાન, ૧૫ ગુજરાતી અધિકારીઓને આઈ.પી.એસ.નો દરજજો આપવામાં આવ્યો છે. ૧૯૯૬થી ૧૯૯૮ની બેચના એસ.પી. કક્ષાના ૧૫ એક્સ-કેડર અધિકારીઓનો ઈન્ડીયન પોલીસ સર્વિસમાં સમાવેશ કરવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કેન્દ્રએ મંજુરી આપતાં ૧૫ ગુજરાતી અધિકારીઓને આઈ.પી.એસ.નો દરજજો મળ્યો છે. આ ૧૫ અધિકારીઓના નામ આ મુજબ છે. (૧) આર.જે. પારઘી (૨) પ્રવિણ મલ્લ (૩) પી.સી. બરંડા (૪) મનોજ નિનામા (૫) મોહન ભાભોર (૬) આર.એસ. ભગોરા (૭) અશ્વિન ચૌહાણ (૮) વિનય ચૌધરી (૯) મહેશ નાયક (૧૦) રાજેન્દ્ર અસારી (૧૧) નરેન્દ્ર ચૌધરી (૧૨) કે.એન. ડામોર (૧૩) જે.ડી. બારોટ (૧૪) આર.એચ. સંઘાડા (૧૫) બી.આર. પાંડોર.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards