Last Update : 04-May-2012, Friday

 
કેન્દ્રીય રક્ષાસચિવે હાઇકોર્ટ સમક્ષ બાંયધરી આપી
ભારતીય યુધ્ધ કેદીઓના કિસ્સામાં કેન્દ્ર વેતન-નિવૃત્તિ લાભો ચૂકવશે
તા.૧૪મી જૂન સુધીમાં અગાઉના હુકમ મુજબ યુધ્ધ કેદીઓના પરિવારજનોને જરૃરી લાભો ચૂકવી આપવા કેન્દ્રને હાઇકોર્ટનો હુકમ
અમદાવાદ
પાકિસ્તાનની જેલોમાં વર્ષોથી સબડતા ૫૪ ભારતીય યુધ્ધ કેદીઓના કિસ્સામાં તેમના પરિવારજનોને સંબંધિત નાણાંકીય લાભો ચૂકવી આપવા અંગે કેન્દ્ર સરકાર તરફથી આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ બાંહેધરી આપવામાં આવી હતી. ખુદ કેન્દ્રીય રક્ષાસચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરી આ અંગેની ખાતરી આપી હતી. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે પાંચ સપ્તાહમાં યુધ્ધ કેદીઓના પરિવારજનોને મળવાપાત્ર વેતન અને નિવૃત્તિ લાભો ચૂકવી આપવા કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૧૪મી જૂને રાખી હતી.
અગાઉ તા.૨૩-૧૨-૨૦૧૧ના એક ઐતિહાસિક ચુકાદા મારફતે ગુજરાત હાઇકોર્ટે પાકિસ્તાનની જેલમાં સબડતાં ૫૪ ભારતીય યુધ્ધ કેદીઓને છોડાવવા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો બે મહિનામાં એપ્રોચ કરવા કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો. ઉપરાંત, ત્રણ મહિનામાં યુધ્ધ કેદીઓના પરિવારજનોને સળંગ નોકરી મુજબ વેતનના લાભ અને નિવૃત્તિના લાભો ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો કે, આ હુકમનું નિયત સમયમર્યાદામાં કેન્દ્ર સરકાર તરફથી પાલન નહી થતાં લેફટનન્ટ કર્નલ જગજીતસિંહ અરોરાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. બીજીબાજુ, કેન્દ્ર સરકારે પણ અગાઉના હુકમના પાલન માટે વધુ સમય માંગતી એક્ષ્ટેન્શન ઓફ ટાઇમની અરજી કરી હતી. જો કે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારની અરજી નામંજૂર કરી હતી અને યુધ્ધ કેદીઓની અરજી ગ્રાહ્ય રાખી કેન્દ્રને અગાઉના હુકમનું બે સપ્તાહમાં પાલન કરવા સ્પષ્ટ હુકમ કર્યો હતો. જો પાલન ના થાય તો કેન્દ્રીય રક્ષા મંત્રાલયના સચિવને અદાલત સમક્ષ રૃબરૃ હાજર રહેવાની તાકીદ કરી હતી.
જેથી કેન્દ્ર સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ નવી અરજી કરી એડવોકેટ મેહુલ કૃષ્ણકાંત વખારિયાએ જણાવ્યું હતું કે, ૫૪ યુધ્ધ કેદીઓના કિસ્સામાં જરૃરી નાણાંકીય લાભો ચૂકવવા કેન્દ્રીય નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે અને પાંચ સપ્તાહમાં સંબંધિત કેદીઓના પરિવારજનોને કેન્દ્ર તરફથી આર્થિક લાભો ચૂકવી અપાશે. ભારતીય કેદીઓને છોડાવવા ઇન્ટરનેશલ કોર્ટનો એપ્રોચ કરવા પૂરતો હુકમ કેન્દ્ર સરકારને સુપ્રિમકોર્ટમાં પડકાર્યો છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અગાઉ કેન્દ્રીય રક્ષાસચિવને અદાલત સમક્ષ હાજર રાખવા અંગેનો તા.૧૯-૪-૨૦૧૨નો જે હુકમ હતો તે સ્ટે કરવો જોઇએ. કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલા ઉપરોકત પગલાં અને કેસના ડેવલપમેન્ટને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે સચિવને હાજર રાખવા અંગેનો તા.૧૯-૪-૧૨નો હુકમ સ્ટે કર્યો હતો અને તા.૧૪મી જૂન સુધીમાં કેદીઓના પરિવારજનોને મળવાપાત્ર નાણાંકીય લાભો ચૂકવી આપવા કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved