Last Update : 04-May-2012, Friday

 
એસોસિએશનની બેઠકમાં કરાયેલો નિર્ણય
બી.એડ કોલેજો હવે ૪૦ હજાર રૃપિયા ફી ઉઘરાવશે

છેલ્લા ત્રણ વર્ષથી ૨૮થી ૩૨ હજાર ફી ઉઘરાવતી કોલેજો હવે સત્તાવાર વધારો ન થાય ત્યાંસુધી ૧૦ હજાર વધારે લેશે

અમદાવાદ
ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી અંદાજે ૩૦૦ ઉપરાંત બી.એડ કોલેજોની ફીમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી વધારો કરવામાં આવશે. હાલ આ કોલેજોમાં ૨૮થી ૩૨ હજાર રૃપિયા ફી લેવામાં આવે છે. હવે પછી જયાં સુધી ફી સમિતિ સત્તાવાર ફી નક્કી ન કરે ત્યાંસુધી કોલેજોએ ૪૦ હજાર રૃપિયા ફી ઉઘરાવવી તેવો નિર્ણય તાજેતરમાં મળેલી બી.એડ કોલેજ એસોસીએશનની બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાણ એસોસીએશન દ્વારા દરેક યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગને પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજયની અલગ અલગ યુનિવર્સિટીઓ સાથે અંદાજે ૩૦૦ ઉપરાંત બી.એડ કોલેજો સંકળાયેલી છે. ગુજરાત યુનિવર્સિટી સાથે પણ ૯૦થી વધુ કોલેજો જોડાયેલી છે. વર્ષ ૨૦૦૭માં આર.જે.શાહ સમિતિ દ્વારા કોલેજોની રજૂઆતના આધારે ૨૮ હજારથી લઇને ૩૨ હજાર સુધીની ફી નિર્ધારીત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં નવી ફી નક્કી ન થતાં કોલેજો અત્યાર સુધી અંદાજે ૩૦ હજાર ફી ઉઘરાવતી હતી. તાજેતરમાં સમગ્ર રાજયની બી.એડ કોલેજોના એસોસીએશનની એક બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં ફી વધારા માટે વિચારણા કરવામાં આવી હતી.
સૂત્રો કહે છે હાલ બી. એડ, બી. પીએડ અને એમ.પીએડ કોલેજોની ફી નક્કી કરવા માટે પાંચ સચિવ અને એક સી.એ.ના અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી છે. દરેક કોલેજો પાસેથી આવક-જાવકના હિસાબો મંગાવીને આ સમિતિ સત્તાવાર ફી નક્કી કરવાની કાર્યવાહી કરશે. પરંતુ તે પહેલા આગામી શૈક્ષણિક સત્રથી શરૃ થનારી બી.એડની પ્રવેશ કાર્યવાહીમાં કોલેજોને એડહોક ધોરણે ૪૦ હજાર રૃપિયા લેવી જોઇએ તેવો નિર્ણય કરાયો હતો. એસોસીએશનના આ નિર્ણયની જાણ રાજયની દરેક યુનિવર્સિટી ઉપરાંત શિક્ષણ વિભાગને પણ કરી દેવામાં આવી છે.એટલે કે હવે બી.એડ કોલેજોની ફી સત્તાવાર રીતે નક્કી અને જાહેર ન થાય ત્યાંસુધી કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી ૪૦ હજાર રૃપિયા ફી ઉઘરાવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved