Last Update : 04-May-2012, Friday

 

એપીએમસીને દુકાનના ભાડાની થતી આવક પર ૧૨.૩૬ ટકા સર્વિસ ટેક્સ લાગશે
APMCની સેસની આવક પર હવેથી સર્વિસટેક્સ નહીં લાગે

ગુજરાતની એપીએમસી અને કમિશન એજન્ટો પરથી રૃા. ૩૦૦ કરોડ જવાબદારીઓનો બોજ ઘટશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
કૃષિ ઉત્પન બજાર સમિતિઓ દ્વારા કૃષિ ઉપજ પર લેવામાં આવતી સેસ પર સર્વિસ ટેક્સ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેનો એક પરિપત્ર કેન્દ્રના નાણાં ખાતાએ ૨૭મી એપ્રિલે પરિપત્ર કર્યો છે. પહેલી એપ્રિલ ૨૦૧૨થી આ પરિપત્રને અમલી બનાવવામાં આવ્યો છે. જોકે માર્કેટમાં ભાડે આપવામાં આવેલી દુકાનોની ભાડાની આવક વાર્ષિક ધોરણે રૃા. ૧૦,૦૦,૦૦૦થી વધુ થઈ જાય તો તેના પર કૃષિ ઉત્પન્ન બજારોએ ૧૨.૩૬ ટકાના દરે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે.
ગુજરાત ૨૦૯ અને દેશની ૬૫૦૦થી વધુ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા અડધાથી એક ટકાના દરે વસૂલવામાં આવતી સેસની રકમનો ઉપયોગ માર્કેટમાં જ રોડ, પીવાના પાણીની, વજન કાંટાની વ્યવસ્થા કરવામાં ઉપયોગ કરાતો હતો. તેવી જ રીતે સ્ટોરેજ અને સ્ટ્રીટલાઈટની સગવડ પણ તેના થકી જ ઊભી કરવામાં આવતી હતી. આ સેવાઓ કોઈ વળતી રકમ લઈને વ્યક્તિગત ધોરણો આપવામાં આવતી નહોતી. સર્વને આ સહિયારી સુવિધા આપવામાં આવતી હતી. તેને માટે વપરાશકારો પાસેથી કોઈ જ રકમ પણ વસૂલવામાં આવતી નહોતી. પરિણામે આ સુવિધાઓને માર્કેટ સપોર્ટ સર્વિસ તરીકે ગણવી યોગ્ય નથી. એપીએમસી દ્વારા આપવામાં આવતી આ સેવાઓને બિઝનેસ ઓક્ઝિલરી સર્વિસ ગણીને તેના પર સર્વિસ ટેક્સ લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના નિયંત્રિત બજાર સંઘના ચૅરમૅન નારણ લલ્લુભાઈ પટેલ, વાઈસ ચૅરમૅને દિલીપસિંહ ગોહિલ અને માનદ મંત્રી એન.આઈ.છાસટિયાએ કેન્દ્રના નાણાં મંત્રી પ્રણવ મુખરજી સમક્ષ નવેમ્બર ૨૦૧૧માં કરેલી લેખિત રજૂઆતના અનુસંધાનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને કારણે ગુજરાતની ૨૦૯ કૃષિ ઉત્પાદન સમિતિઓ, સ્ટેટ માર્કેટિંગ બોર્ડ અને ૧.૫ લાખ જેટલા કમિશન એજન્ટોને લાભ મળશે.
થોડા મહિનાઓ પૂર્વે ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ સહિત સંખ્યાબંધ એપીએમસીને સર્વિસ ટેક્સ જમા કરાવવા અલગ અલગ નોટિસો પાઠવવામાં આવી હતી. આ નોટિસો મળ્યા પછી ગુજરાત નિયંત્રિત બજાર સમિતિએ સમગ્ર પ્રશ્નને ઉપાડી લઈને પ્રણવ મુખરજી સમક્ષ રજૂઆત કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved