Last Update : 04-May-2012, Friday

 

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો

ગોધરાકાંડ બાદ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ ત્રણને જીવતા સળગાવી દીધા હતા ઃ ૨૧ સામે ગુનો નોંધાયો હતો

આણંદ,તા.૩
આણંદ જિલ્લાના ઓડ મલાઉ ભાગોળ હત્યાકાંડનો ચુકાદો આવતીકાલે તા.૪થી મેના રોજ આણંદની અદાલતમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર કરવામાં આવનાર હોવાના અહેવાલ સાંપડયા છે. સૌની નજર આ ચુકાદા પર મંડાઈ છે.
આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાના ઉમરેેઠ તાલુકામાં આવેલ ઓડ ગામની મલાઉ ભાગોળ ખાતે ગત તા.૧લી માર્ચ, ૨૦૦૨ના રોજ બપોરના ૧ઃ૦૦ થી ૧ઃ૩૦ કલાકની વચ્ચે ગોધરા હત્યાકાંડના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ઘાતક હથિયારો અને જ્વલનશીલ પદાર્થો સાથે મુસ્લીમ કોમના મકાનોનો ઘેરો ઘાલી પથ્થરમારો કરી મકાનો, દુકાનો અને કેબીનોમાં આગ ચાંપી દીધી હતી. આ તોફાન દરમ્યાન જીવ બચાવવા માટે સંતાઈ રહેલા કાદરભાઈ ઈબ્રાહીમભાઈ વોરાને તોફાની ટોળાએ કેરોસીન છાંટી જીવતા સળગાવી દીધા હતા. આ ઉપરાંત નુરાબેન ગફુરભાઈ વોરા તથા આયશાબેન અબ્દુલભાઈ વોરાને પણ તોફાની ટોળાએ મકાનમાં જીવતા ભુજાવી દીધા હતા. બાદમાં ત્રણેય મૃતકોના અવશેષો સગેવગે કરી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. તોફાની ટોળાએ ઈદ્રીશભાઈ અબ્દુલભાઈ વોરા, અબ્દુલભાઈ યાકુબભાઈ વોરા, ફીરોઝભાઈ ઈસ્માઈલભાઈ વોરા અને ફકીરમહંમદ ગફુરભાઈ વોરાને આંતરી તેઓ ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે રહેનાબેન યુસુફભાઈ વોરાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૩૦૭ સહિતની વિવિધ કલમો મુજબ કુલ ૨૧ આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસની નવેસરથી તપાસ કરનાર સીટે કોર્ટમાં કુલ ૩૭ આરોપીઓ વિરૃધ્ધ ચાર્જશીટ રજુ કર્યું હતું. ત્યારબાદ કી.પો.કો.૩૧૯ની અરજી મુજબ ૪ વધારાના આરોપીઓનો ઉમેરો કરાતા કુલ ૪૧ આરોપીઓ વિરૃધ્ધ આ કેસ આણંદની એડીશ્નલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આર.એમ.શરીનની કોર્ટમાં ચાલ્યો હતો. લાંબી સુનાવણી બાદ સાહેદો અને સાક્ષીઓની તપાસણી તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી પુરી કરી હતી. ત્યારબાદ કોર્ટે બંને પક્ષોના વકીલોની દલીલો પણ લંબાઈપૂર્વક સાંભળી હતી. ન્યાયાધીશ આર.એમ.શરીને આ કેસનો ચુકાદો આપતા પહેલા ઘટના જે સ્થળે બની હતી. ત્યાં રૃબરૃ જઈને તમામ પાસાઓનો વિગતવાર અભ્યાસ કર્યો હતો અને આ કેસનો ચુકાદો આવતીકાલે તા.૪થી મેના રોજ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. ઓડ મલાઉ ભાગોળ કેસમાં સરકારી વકીલ તરફે સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે ગોધરાના બી.સી.ત્રિવેદી તેમજ બચાવ પક્ષે આણંદના જાણીતા એડવોકેટ સી.કે.પટેલ અને નડિયાદના જાણીતા એડવોકેટ અશ્વિનભાઈ ધગટે દલીલો કરી હતી. તા.૪થી મેના રોજ આણંદની અદાલતમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેસનો ચુકાદો જાહેર કરવામાં આવનાર હોવાના અહેવાલ સાંપડયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved