Last Update : 04-May-2012, Friday

 

એફસીસીબીના પ્રી-પેમેન્ટ માટે નાણાં ઊભા કરવાના ધોરણો હળવા બનાવાય તેવી વકી

ઊંચા વ્યાજદરે વિદેશમાં નવા બોન્ડ જારી કરવા દેવા રિઝર્વ બેન્ક સમક્ષ માગણી

ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડસ (એફસીસીબી) મારફત નાણાં ઊભા કર્યા બાદ તેના રિડમ્પશનના ભારે દબાણનો સામનો કરી રહેલી ભારતીય કંપનીઓએ નવા એફસીસીબી માટે ઊંચા વ્યાજ દર ઓફર કરવા દેવાની પોતાને છૂટ આપવા કંપનીઓએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ વિનંતી કરી છે.
નવી વિદેશી લોન્સ અથવા બોન્ડસ મારફત એફસીસીબીની વહેલી ચૂકવણી કરવા માગતી કંપનીઓના નવા પેપર વર્તમાન પેપર (લોન્સ અથવા બોન્ડસ) કરતા લાંબી મુદતના હોવા જોઈએ અને વ્યાજદર પણ વર્તમાન કરતાં નીચા હોવા જોઈએ. સ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી છે માટે અમારામાંના મોટાભાગના લોકો છેલ્લી ઘડી સુધી હાથ હેઠા મૂકી દેવા માગતા નથી. બજારની સ્થિતિને ધ્યાનમાં રાખી અમે અગાઉથી આયોજન કરીએ છીએ, માટે પ્રી-પેમેન્ટ જરૃરી બની જાય છે. નીચા વ્યાજ દરનું ધોરણ હળવું કરવા અમે આરબીઆઈને વિનંતી કરી છે. આરબીઆઈ આ મુદ્દે નરમ વલણ અપનાવશે તેવા સંકેત મળી રહ્યા હોવાનું એક કંપનીના સીઈઓએ જણાવ્યું હતું.
આ અગાઉ ભૂતકાળમાં રિઝર્વ બેન્કે સ્થિતિને ધ્યાનમાં રાખી નિયમોમાં છૂટછાટ કરી હોવાનું જોવા મળ્યું છે. આવનારા મહિનામાં જે કંપનીઓના એફસીસીબીની મુદત પાકે છે તેમાં સ્ટર્લિંગ બાયોટેક, સુઝલોન, જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, ગાયત્રી પ્રોજેકટસ, તાતા સ્ટીલ, જયપ્રકાશ એસોનો સમાવેશ થાય છે.
હાલની બજાર સ્થિતિને જોતા આરબીઆઈએ સખત ધોરણ અપનાવવું ન જોઈએ અને કંપનીઓને નવી રકમ ઊભી કરવાનો માર્ગ સરળ બનાવી આપવો જોઈએ એમ પણ આ સીઈઓએ કહ્યું હતું. એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ (ઈસીબી) ના રિફાઈનાન્સ માટે રિઝર્વ બેન્કે તાજેતરમાં ઈસીબીના ધોરણો હળવા કર્યા હતા. ઈસીબી મારફત વર્તમાન એફસીસીબીના રિફાઈનાન્સ માટે કંપનીઓએ પ્રાઈસિંગ અને પાકતી મુદતની મર્યાદા ઘટાડવા વિનંતી કરી હતી.
ઈસીબીની માર્ગદર્શિકા પ્રમાણે ઈસ્યુના કદ પર આધાર રાખી પ્રાઈસિંગ તથા પાકતી મુદત પર મર્યાદા છે. નિયમ પ્રમાણે પાકતી મુદત ઓછામાં ઓછી પાંચ વર્ષ માટેની હોવી જોઈએ જ્યારે રોકાણકારો ત્રણ વર્ષની રાખવા માગણી કરી રહ્યા હોવાનો કંપનીઓનો દાવો છે. આ ઉપરાંત હાલમાં બજારમાં મંદીને કારણે શેરના ભાવ દબાઈ ગયા હોવાથી કન્વર્ઝન ભાવમાં ઘટાડો કરવાની છૂટ કંપનીઓએ છૂટ માંગી છે. ૨૦૧૦માં આ નિયમમાં છૂટ અપાઈ હતી પરંતુ સેબીએ વાંધો ઉઠાવતા છૂટ પાછી ખેંચાઈ હતી,એમ અન્ય એક કંપનીના એમડીએ જણાવ્યું હતું. રેટિંગ એજન્સી ફિચના અંદાજ પ્રમાણે ૨૦૧૨માં ૫૯ જેટલી ભારતીય કંપનીઓએ સાત અબજ ડોલરના એફસીસીબી રિડીમ કરવાના આવે છે.
એફસીસીબી જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં મુશ્કેલી નડી રહી હોવાની કંપનીઓ તરફથી આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખી કોઈક માર્ગ કાઢવા વિચારણા ચાલી રહી હોવાનું નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved