Last Update : 04-May-2012, Friday

 

રૃા. ૩૫૦૦૦ કરોડના મૂલ્યના
FCCB ડિફોલ્ટમાંથી કંપનીઓને ઉગારવા સરકાર મેદાને ઉતરશે

નવાં બોન્ડ ઉપર વધારે વ્યાજ દર ઓફર કરવાની છૂટ આપવા માટે રિઝર્વ બેંકને કંપની જગતની વિનંતિ

નવી દિલ્હી, ગુરૃવાર
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે કંપનીઓ માટે ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડઝની (એફસીસીબી) પુનઃ ચૂકવણી કરવાનું કાર્ય મુશ્કેલ બન્યું છે ત્યારે આ મુદ્દે ડિફોલ્ટનો પ્રશ્ન ઉભો ન થાય તે હેતુસર કંપનીઓને ડિફોલ્ટ થતી અટકાવવા સરકાર રિઝર્વ બેંક સાથે મળીને આ અંગેના નિયમનોને હળવા કરવા વિચારણા કરી રહી છે.
ભૂતકાળમાં આગેવાન કંપનીઓ સહિત અન્ય નાની મોટી કંપનીઓ દ્વારા તેજીના તબક્કા વેળાએ વિદેશના બજારમાંથી ભંડોળ એકત્ર કરવા ઉંચા પ્રિમિયમે એફસીસીબી ઇસ્યુ કર્યા હતા. આ ઇસ્યુ કર્યા બાદ બજારનું વાતાવરણ વધુ ખરડાઈ જતા સંખ્યાબંધ કંપનીઓ માટે એફસીસીબીનું રિડમ્પશન એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. હાલ, વિવિધ પ્રતિકૂળતાના કારણે શેરબજાર તુટી ગયા છે અને જે તે કંપનીના શેરો પણ ગગડી ગયા છે. જેના પગલે આ પ્રકારના ઇસ્યુ કરનારી કંપનીઓ મુશ્કેલમાં મુકાઈ ગઈ છે.
દેવાના સાધન સમા આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અગાઉથી નક્કી કરેલા ભાવે તેને શેરમાં રૃપાંતરિત કરવાના હોય છે. હાલના ભાવ અને એફસીસીબીના નક્કી કરેલા ભાવ વચ્ચેનો ગાળો ખૂબ મોટો હોઈ એફસીસીબીના રિડમ્પશન માટે કંપનીઓ મુશ્કેલમાં મુકાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૨માં ચૂકવણી કરવાની બાકી હોય તેવા એફસીસીબીનું મૂલ્ય અંદાજે રૃા. ૩૫૦૦૦ કરોડ જેટલું થવા જાય છે.
આમ બજારના અનિશ્ચિતતાભર્યા માહોલમાં ઘણી કંપનીઓના શેરના ભાવ એફસીસીબીના કન્વર્ઝન ભાવથી નીચે હોઈ કંપનીઓ માટે એફસીસીબી ડિફોલ્ટનો હાઉ ઉભો થયો છે. આ પ્રતિકૂળતાનું નિવારણ લાવવા સરકાર અને રિઝર્વ બેંક તેના નિયમોમાં ફેરફાર કરવા વિચારણા કરી રહી છે. આ વિચારણા અંગેની દરખાસ્ત મંજૂર થશે તો કંપનીઓને એફસીસીબીની પુનઃ ચુકવણી અંગે વાટાઘાટો કરવાની તક મળશે.
અત્યારના વિદેશી ઋણને ચુકવવા માટે નવી ફોરેન કરન્સી કન્વર્ટિબલ લોન અથવા બોન્ડ્સ (એફસીસીબી) ઉપર વધુ વ્યાજ ઓફર કરવા દેવાની છૂટ આપવા માટે કંપની જગતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને વિનંતી કરી હતી.
વર્તમાન નિયમ એવો છે કે જો કંપનીને ચાલુ એફસીસીબીને નવા વિદેશી ધિરાણ થકી સમય પહેલાં ચુક્તે કરવી હોય અને તેને માટે તેણે નીચા વ્યાજદર ઓફર કરવા સાથે લાંબા ગાળાના એફસીસીબી અથવા પેપર્સ જારી કરવા પડે.
ભૂતકાળમાં કેસ પ્રમાણે આરબીઆઈએ ઉંચા વ્યાજ દર ઓફર કરવાની છૂટ આપી હતી. હવે જો નવું વિદેશી રોકાણ ઉભુ કરવું હોય વ્યાજ દર ઉંચા રાખવા પડે અને તો જ રોકાણકારોને આકર્ષી શકાય. તાજેતરમાં જ મધ્યસ્થ બેંકે ધિરાણના રિફાઈનાન્સ માટે કેટલીક કંપનીઓને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) મારફતે વિદેશી ધિરાણ લેવાની પરવાનગી આપી હતી.
નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યુ હતું કે કંપનીઓ તેમની એફસીસીબીથી બનતી જવાબદારીઓને સમયસર પૂરી કરી શકે તેને માટે તેમની સમસ્યાને ઉકેલવાની ચર્ચાવિચારણા ચાલુ છે. કંપનીઓને બહાર કાઢવાનો કોઈક રસ્તો જરૃર મળી આવશે તેમ કહીને સ્થાનિક સંસ્થાઓના ભંડોળનો ઉપયોગ પણ થઈ શકે છે એવાં નિર્દેશ આપ્યા હતાં.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગેવાન રેટિંગ એજન્સી ક્રિસિલ અને ફિચે અગાઉ એફસીસીબીના ડિફોલ્ટની શક્યતા દર્શાવી હતી.
જાન્યુ-માર્ચમાં FCCB નું થયેલું ડિરમ્પશન

કંપની

રિડમ્પશન

-

તારીખ

યુના. ફોસ્ફરસ

જાન્યુઆરી'૧૨

ઇરા ઇન્ફ્રા

જાન્યુઆરી '૧૨

રિલાયન્સ કોમ્યુનિકેશન

ફેબુ્રઆરી '૧૨

ઓરચીડ કેમીકલ

ફેબુ્રઆરી '૧૨

રાજેશ એક્સપોર્ટ

ફેબુ્રઆરી '૧૨

રૃચી ઇન્ફ્રા.

ફેબુ્રઆરી '૧૨

કામત હોટલ્સ

માર્ચ '૧૨


FCCB ના રિડમ્પશન તરફ મંડાયેલી મીટ

કંપની

પાકતી મુદત

રકમ

-

-

(મીલીયન ડોલરમાં)

સ્ટર્લીંગ બાયોટેક

૧૬ મે

૧૩૪.૫૦

સુઝલોન એનર્જી

૧૨ જુન

૨૪૬.૮૮

JSW સ્ટીલ

૨૮ જુન

૨૭૪.૪૦

તાતા મોટર્સ

૧૨ જુલાઈ

૪૭૩.૦૦

ગાયત્રી પ્રોજેક્ટ

૩ ઓગસ્ટ

૨૭૦૫.૦૦

તાતા સ્ટીલ

૫ સપ્ટેમ્બર

૩૮૨.૦૦

જયપ્રકાશ એસો.

૧૨ સપ્ટેમ્બર

૩૫૪.૪૮

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved