Last Update : 04-May-2012, Friday

 

ઈ-પેમેન્ટથી છેતરપિંડી બનાવો ઘટવાની અપેક્ષા
બેંકોએ વેપારીઓને ચેકથી નહીં પણ ઓનલાઈન ચુકવણી કરવી પડશે

ઈલેક્ટ્રોનિક માધ્યમથી પેમેન્ટની પદ્ધતિથી ટ્રાન્ઝેક્શન કોસ્ટને નીચે લાવી શકાશે

નવી દિલ્હી, ગુરુવાર
ઇ-પેમેન્ટની પદ્ધતિને વેગ આપવાના પ્રયાસમાં વેપારીઓને ઓનલાઈન ફંડ ટ્રાન્સફર મારફતે ચુકવણી કરવાની સૂચના તમામ બેંકોને નાણાં મંત્રાલયે આપી છે. આ પદ્ધતિ અપનાવવાથી ટ્રાન્ઝેક્શન કોસ્ટને નીચે લાવી શકાશે તેમ જ ઠગાઈ અને છેતરપિંડીના બનાવો ઓછાં થશે તેમ મનાય છે.
બેંકરના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે બેંકોેેને આરજીટીએસ-એનઈએફટી પેમેન્ટ સિસ્ટમમાં તબદીલ થવાની સૂચના આપી છે. વેપારીઓ તેમના પુરવઠાકારોને ઓનલાઈન પેમેન્ટ કરે અને સ્વીકારે તેને માટે તેમને કેળવવા પડશે.
થોડા સમયમાં બધાં જ વેપારીઓને બેંકોએ આવી ઈ-પેમેન્ટની પદ્ધતિમાં સાંકળી લેવા પડશે અને તેમ કરવામાં બેંકો જો નિષ્ફળ જશે તો જરૃર પડે તેની પર પેન્લ્ટી પણ લાદી શકાશે. જોકે, વેપારીઓને કેટલાં સમયમાં ઈ-પેમેન્ટમાં સાંકળી લેવા તેને માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા હજુ નક્કી કરાઈ નથી.
તેમણે કહ્યુ હતું કે આ પદ્ધતિને કારણે ચેકો આપવાનું ઓછું થશે અને તેની સાથે ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ ઘટશે. ઉપરાંત, બીજો મોટો ફાયદો એમ થશે કે મોટી રકમની લાલચમાં થતી છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ ઓછાં થશે.
આ સમગ્ર કવાયતથી બેંકોને તેમના કોર બેંકિંગ સોલ્યુશનમાં(સીબીએસ) રોકાણ વધારવામાં મદદ મળશે કેમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સીબીએસ નેટવર્ક ઉપર થશે.
તેમણે જણાવ્યું હતું કે બેંકો આરટીજીએસ(રિયલ ટાઈમ ગ્રોસ સિસ્ટમ) અને એનઈએફટી પેમેન્ટની એજન્ટ હોવાથી જો તે આવી પહેલ નહીં કરે તોઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે સિસ્ટમને ચલાવવાનું કઠિન બનશે.
નાણાં મંત્રાલયની સૂચનાથી બેંકોની ગ્રીન મુવમેન્ટને સહાય સાંપડશે કેમ કે બેંકો હવે કાગળ આધારિત વ્યવહારોને સ્થાને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં જશે.
અમુક બેંકો આવી સૂચના અપાઈ તેના બહુ પહેલાંથી આ ઈલેક્ટ્રોનિક પેમેન્ટને અપનાવી ચુકી છે. જોકે, તે બધાં જ ગ્રાહકો માટે નહીં પણ જેમને આ સેવા લેવી હોય તેમના પૂરતાં સીમિત હતી.
દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરે (એસબીટી) આ વર્ષની સરૃઆતથી જ ઈ-પેમેન્ટની વ્યવસ્થા ચાલુ કરી હતી. તેણે અલબત્ત, તેના બધા વેપારી કે જે તેની શાખામાં ખાતા ધરાવતાં હોય તેમને આવરી લીધાં હતાં. વેપારીએ તેનો પાન કાર્ડ નંબર અને બ્રાંચનો આઈએફએસસી કોડ આપવાનો હતો અને આ તેમને માટે ફરજિયાત બનાવાયુ હતું.
હવે તો આ સરકારી આદેશ છે તેથી બધા વેપારીઓએ તેનું પાલન કરવું પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved