Last Update : 04-May-2012, Friday

 

રૃપિયાના મૂલ્યમાં ઘટાડાથી ચિંતા
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ

 

અમદાવાદ, ગુરુવાર
જનરલ એન્ટિ એવોઈડન્સ રૃલ્સ (ગાર) લાગુ થતાં કરવેરાની જવાબદારીઓની વાતથી સંઘર્ષ કરી રહેલાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) હવે વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે અને તે છે વિદેશી મુદ્રા બજારમાં અમેરિકી ડોલર સામે ઘટતો ભારતીય રૃપિયો છે.
પરિણામો પછી ઈન્ફોસીસનો શેર ૧૪ ટકા જેટલો ઘટયો છે અને વિદેશી સંસ્થાઓના પોર્ટફોલિયોની કિંમતને ઓછી કરવામાં સૌથી મોટો હિસ્સો તેનો છે
છેલ્લાં એક મહિનામાં અમેરિકન ચલણ સામે ભારતીય રૃપિયો જ્યારે ચાર ટકા ઘટયો છે ત્યારે આવી એફઆઈઆઈના ભારતીય ઈક્વિટીના પોર્ટફોલિયોના રોકાણમાં નવ બિલિયન ડોલરનું ધોવાણ થયું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
એશિયામાં જ્યારે બીજી કરન્સીની સરખામણીએ રૃપિયાનો દેખાવ મક્કમ હતો ત્યારે એફઆઈઆઈના પોર્ટફોલિયોમાં ૪૦ બિલિયન ડોલરનો સુધારો થતો હતો તેનાથી અત્યારે આ સ્થિતિ ઉલ્ટી છે. વળી, ફોરેક્સ માર્કેટના નિષ્ણાતોના અભિપ્રાયમાં હજુ થોડા મહિના સુધી રૃપિયો દબાણ હેઠળ રહેશે.
એફઆઈઆઈના કામકાજ કરતાં બ્રોકિંગ કંપનીના સૂત્રે કહ્યુ હતું કે રૃપિયાની નરમાઈ ટૂંકા ગાળા હોય તેમ લાગતુ નહીં હોવાને કારણે ભારતીય હોલ્ડિંગ અંગે વિદેશી સંસ્થાઓને થોડી ચિંતા થઈ છે. ભારતના વેપારી સાથીદાર દેશો સાથે મોટી વેપાર ખાધ અને ઉંચા ફુગાવા ઉપરાંત ગારને લઈને રૃપિયામાં હજુય ઘટાડો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરો માટે સૌથી આકર્ષક રહેલો ઈન્ફોસીસનો શેર જ તેમના પોર્ટફોલિયોના મૂલ્યને સૌથી વધારે નીચે આણે છે. કંપનીએ નબળા પરિણામ જાહેર કર્યા પછી ઈન્ફોસીસના શેરનો ભાવ ભારતીય રૃપિયામાં લગભગ ૧૪ ટકા ઘટયો છે અને તેની ગણતરી એફઆઈઆઈના પોર્ટફોલિયોમાં ૨૧૫ મિલિયનનું ધોવાણ થાય છે. કરવેરાની દરખાસ્ત અને રૃપિયામાં વણસતી પરિસ્થિતિ રોકાણકારોના વિશ્વાસને હચમચાવી શકે છે.
તમામ લિસ્ટેડ કંપનીઓની બજાર કિંમતની દૃષ્ટિએ એપ્રિલ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોના હોલ્ડિંગની વેલ્યુમાં રૃા. ૬૮૧ કરોડનું ધોવાણ થયુ હતું ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) અને રિટેલ ઈન્વેસ્ટર્સના રોકાણમાં અનુક્રમે રૃા. ૫,૧૧૭ કરોડ અને રૃા. ૨,૦૦૦ કરોડ ઓછાં થયા હતાં.
એક ઈકોનોમિસ્ટે કહ્યુ હતું કે લિક્વિડિટી સરપ્લસ છે તેમ છતાં ગાર જેવા પ્રશ્નોને કારણે વિદેશી રોકાણકારો સાવચેત બન્યાં છે. આથી, એપ્રિલમાં તેમણે થોડુ રોકાણ પાછુ ખેંચ્યુ હતું. તેને કારણે પણ રૃપિયો ઘસાયો હશે. ગારના મામલે ચોખવટ થશે અને મૂડી પ્રવાહ ફરીથી ચાલુ થશે ત્યારે જૂનના અંત આસપાસ રૃપિયો પુનઃ સુધરવો જોઈએ. અત્યારે રૃપિયો ઉપરમાં ૫૫ સુધી જાય તેમ લાગે છે.
એક સમયે ભારતીય શેરબજારના મુખ્ય ચાલકબળ રહેલી વિદેશી સંસ્થાઓ ૧લી એેપ્રિલથી નેગેટિવ બની છે. કેલેન્ડર વર્ષના પહેલાં ત્રણ મહિના દરમિયાન ૮.૮૫ બિલિયન ડોલર અથવા તો રૃા. ૪૩,૯૫૧ કરોડનું રોકાણ કર્યા પછી એપ્રિલમાં એફઆઈઆઈએ એપ્રિલમાં રૃા. ૧,૧૦૯ કરોડ અથવા તો ૨૦૬ મિલિયન ડોલરના વેચાણ કર્યા હતાં.
સેબીની વિગતો પ્રમાણે એપ્રિલ ૨૦૧૨માં ડેબ્ટ માર્કેટમાંથી રૃા. ૩,૭૮૮ કરોડ અથવા તો ૭૨૧ મિલિયન ડોલર ઉઠાવી લીધા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved