Last Update : 04-May-2012, Friday

 
એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સામસામા રાહ સોનું વધ્યું, ચાંદી ઘટી બિનલોહ ધાતુઓમાં નિકલ, તાંબુ અને એલ્યુમિનિયમના વાયદામાં સુધારો
કૃષિચીજોમાં કોટન વધ્યું મેન્થા તેલ અને સીપીઓ નરમ કોમડેક્સ ૬.૬૯ પોઈન્ટ વધી ૪૦૨૪.૯૪

મુંબઇ, તા.૩
આજે એમસીએક્સ પરના સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૩,૨૧,૬૧૪ સોદામાં રૃ.૧૬,૧૩૬.૨૫ કરોડ (ગઈકાલે રૃ.૧૯,૮૫૧.૨૮ કરોડ)નું વોલ્યુમ થયું હતું. આમ આજે ગઈકાલ કરતાં વોલ્યુમ ઘટયું હતું. આજના વોલ્યુમમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૭,૭૮૯.૬૧ કરોડનો (ગઈકાલે રૃ.૯,૦૯૬.૪૪ કરોડ)નો હતો.
આજે બંને કીમતી ધાતુઓમાં વોલ્યુમ ઓછું હતું. સોનામાં ૭૫,૨૩૭ સોદામાં રૃ.૩,૯૯૬.૦૫ કરોડનાં ૧૩,૬૮૩ કિલો (ગઈકાલે રૃ.૪,૮૬૫.૭૦ કરોડનાં ૧૬,૬૭૨ કિલો)ના વેપાર થયા હતા. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩,૧૮૭ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૧૯૪.૯૩ કરોડનાં ૧૦,૯૩૯ કિલો, મિની વાયદામાં રૃ.૭૬૨.૩૯ કરોડનાં ૨,૬૧૧ કિલો, ગિનીમાં રૃ.૧૬.૪૦ કરોડનાં ૫૬ કિલો અને પેટલમાં રૃ.૨૨.૩૩ કરોડનાં ૭૭ કિલોનાં કામ થયાં હતાં.
ગઈકાલે સોનાના વાયદામાં સાંકડી મિશ્ર વધઘટ હતી, પણ આજે બધા વાયદામાં મર્યાદિત સુધારો હતો. વાયદા રૃ.૧૨થી રૃ.૩૦ જેટલા વધ્યા હતા. ચાલુ વાયદામાં જૂન રૃ.૨૫ વધી રૃ.૨૯,૨૧૮ અને ડિસેમ્બર રૃ.૧૨ વધી રૃ.૩૦,૨૩૧ રહ્યા હતા. મિની વાયદા રૃ.૧૩થી રૃ.૩૦, ગિનીના વાયદા રૃ.૭થી રૃ.૧૭ અને પેટલના વાયદા રૃ.૧થી રૃ.૨ જેટલા વધ્યા હતા. ગિનીનો મે વાયદો રૃ.૧૪ વધી રૃ.૨૩,૨૯૪ અને પેટલનો મે વાયદો રૃ.૨ વધી રૃ.૨,૯૦૧ રહ્યા હતા.
ચાંદીમાં પણ આજે વોલ્યુમ ઘણું ઓછું હતું. આજે ૬૭,૯૬૮ સોદામાં રૃ.૩,૭૯૩.૫૬ કરોડની ૬૬૮.૫૬૦ ટન (ગઈકાલે રૃ.૫,૨૪૦.૭૪ કરોડની ૯૨૦.૫૪૦ ટન) ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૪૫.૧૭૫ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૬૧૦.૨૪ કરોડની ૪૬૦.૪૭૦ ટન, મિની વાયદામાં રૃ.૯૪૫.૦૬ કરોડની ૧૬૬.૧૬૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૩૮.૨૬ કરોડની ૪૧.૯૨૫ ટન ચાંદીનો વેપાર થયો હતો.
ચાંદીના સાત વાયદામાંથી એકમાત્ર નજીકનો મે વાયદો રૃ.૧૯૮ વધી રૃ.૫૫,૩૪૫ બંધ હતો. અન્ય વાયદા રૃ.૧૫થી રૃ.૯૬ની રેન્જમાં ઢીલા હતા. લાંબી મુદતનો ચાલુ ડિસેમ્બર વાયદો સૌથી વધુ રૃ.૯૬ ઘટી રૃ.૫૯,૯૪૨ બંધ હતો. મિની વાયદા રૃ.૧૬થી રૃ.૭૭ અને માઈક્રો વાયદા રૃ.૧૭થી રૃ.૬૭ જેટલા ઘટયા હતા. માઈક્રો જૂન વાયદો રૃ.૧૭ ઘટી રૃ.૫૬,૭૬૦ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબુ, એલ્યુમિનિયમ અને નિકલમાં તેજી હતી, જ્યારે સીસું નરમ હતું. જસતમાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદા ૪૦ પૈસાથી ૯૦ પૈસા, એલ્યુમિનિયમના ૧૫થી ૪૦ પૈસા અને નિકલના રૃ.૧.૫૦થી રૃ.૧૩.૨૦ જેટલા વધ્યા હતા. સીસાના વાયદા ૩૦થી ૭૦ પૈસા જેટલા ઘટયા હતા, જ્યારે જસતમાં ૫ પૈસાથી ૩૦ પૈસાની મિશ્ર વધઘટ હતી. તાંબામાં રૃ.૨,૫૮૦.૩૦ કરોડનાં ૫૭,૯૬૮ ટન, નિકલમાં રૃ.૮૪૮.૪૧ કરોડનાં ૯,૦૫૪.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૧૯૩.૧૮ કરોડનાં ૧૭,૩૯૦ ટન, સીસામાં રૃ.૫૬૮.૦૪ કરોડનાં ૫૦,૨૯૫ ટન અને જસતમાં રૃ.૩૦૨.૯૫ કરોડનાં ૨૮,૨૨૦ ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં સપ્ટેમ્બર વાયદામાં અપવાદરૃપ રૃ.૩ના ઘટાડા સિવાય અન્ય વાયદા રૃ.૪થી રૃ.૧૨ સુધર્યા હતા. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૧ વધી રૃ.૫,૬૦૭ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલનો મે વાયદો રૃ.૧૬ વધી બંધમાં રૃ.૬,૨૯૩ હતો. નેચરલ ગેસના ત્રણેય વાયદા રૃ.૧.૧૦થી રૃ.૧.૫૦ જેટલા વધ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૨,૦૬૭.૬૭ કરોડનાં ૩૬,૮૭,૩૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૮.૫૦ કરોડનાં ૧૩,૫૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૩૪૫.૦૪ કરોડનાં ૨,૮૧,૨૮,૭૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા રૃ.૧.૨૦થી રૃ.૫.૭૦ની રેન્જમાં નરમ હતા. સીપીઓ મે વાયદો રૃ.૫.૭૦ ઘટી રૃ.૬૨૩ બંધ રહ્યો હતો. એલચીના ચારેય વાયદા રૃ.૧૫.૨૦થી રૃ.૪૧.૧૦ની રેન્જમાં વધ્યા હતા. એલચી મે વાયદો રૃ.૩૨ વધી રૃ.૧,૧૯૮.૬૦ બંધ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુર મે વાયદો રૃ.૨૩ વધી બંધમાં રૃ.૨,૮૯૨ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૧.૯૦થી રૃ.૨૩.૩૦ વધ્યા હતા, જ્યારે તારકેશ્વર વાયદાઓમાં રૃ.૨.૯૦થી રૃ.૧૦.૧૦ની મિશ્ર વધઘટ રહી હતી. મેન્થા તેલના વાયદા રૃ.૪૬.૭૦થી રૃ.૫૯.૯૦ની રેન્જમાં ઘટયા હતા. કોટનના ચારેય વાયદા રૃ.૫૦થી રૃ.૧૭૦ વધ્યા હતા. કોટન મે વાયદો રૃ.૫૦ વધી બંધમાં રૃ.૧૭,૮૮૦ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૩૦૭.૭૪ કરોડનાં ૪૯,૦૨૦ ટન, એલચીમાં રૃ.૧૫૮.૦૫ કરોડનાં ૧,૩૨૪ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૨૬ લાખનાં ૯૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૨૪.૫૪ કરોડનાં ૨૧,૧૨૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૬.૨૮ કરોડનાં ૬,૫૭૦ ટન, મેન્થા તેલમાં રૃ.૧૫.૮૩ કરોડનાં ૧૧૪ ટન અને કોટનમાં રૃ.૬૪.૪૯ કરોડનાં ૩૫,૭૨૫ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૬.૬૯ પોઈન્ટ વધી ૪૦૨૪.૯૪ બંધ હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૪.૮૬ પોઈન્ટ વધી ૫૦૫૯.૨૬, એનર્જી ઈન્ડેક્સ ૧૦.૭૬ પોઈન્ટ વધી ૩૬૭૫.૫૬ અને એગ્રી ઈન્ડેક્સ ૩.૮૨ પોઈન્ટ વધી ૩૪૬૦.૦૫ રહ્યા હતા.
એમસીએક્સના વાયદાના ભાવ
કોમોડિટી પાકતી તારીખ ખૂલી વધી ઘટી બંધ વધઘટ
સોનું ૦૫-૦૬-૧૨ ૨૯૨૧૯.૦૦ ૨૯૨૩૫.૦૦ ૨૯૧૧૪.૦૦ ૨૯૨૧૮.૦૦ ૨૫.૦૦
સોનું-મિની ૦૫-૦૫-૧૨ ૨૯૧૬૮.૦૦ ૨૯૧૯૯.૦૦ ૨૯૦૯૯.૦૦ ૨૯૧૭૮.૦૦ ૩૦.૦૦
ગોલ્ડ પેટલ ૩૧-૦૫-૧૨ ૨૯૦૦.૦૦ ૨૯૦૩.૦૦ ૨૮૯૫.૦૦ ૨૯૦૧.૦૦ ૨.૦૦
ગોલ્ડ-પેટલ-દિલ્હી ૩૧-૦૫-૧૨ ૩૦૨૩.૦૦ ૩૦૨૩.૦૦ ૩૦૨૩.૦૦ ૩૦૨૩.૦૦ ૧.૦૦
ગોલ્ડ-ગિની ૩૧-૦૫-૧૨ ૨૩૨૮૦.૦૦ ૨૩૩૦૫.૦૦ ૨૩૨૪૦.૦૦ ૨૩૨૯૪.૦૦ ૧૪.૦૦
ચાંદી ૦૫-૦૫-૧૨ ૫૫૧૨૮.૦૦ ૫૫૪૧૧.૦૦ ૫૫૦૩૧.૦૦ ૫૫૩૪૫.૦૦ ૧૯૮.૦૦
ચાંદી માઈક્રો ૩૦-૦૬-૧૨ ૫૬૭૫૦.૦૦ ૫૬૮૪૦.૦૦ ૫૬૬૦૦.૦૦ ૫૬૭૬૦.૦૦ -૧૭.૦૦
ચાંદી-મિની ૩૦-૦૬-૧૨ ૫૬૭૧૫.૦૦ ૫૬૮૯૦.૦૦ ૫૬૫૮૩.૦૦ ૫૬૭૫૮.૦૦ -૧૬.૦૦
એલ્યુમિનિયમ ૩૧-૦૫-૧૨ ૧૧૦.૮૫ ૧૧૧.૪૦ ૧૧૦.૭૫ ૧૧૦.૮૦ ૦.૧૫
એલ્યુમિનિયમ-મિની ૩૧-૦૫-૧૨ ૧૧૦.૮૫ ૧૧૧.૪૦ ૧૧૦.૭૫ ૧૧૦.૮૦ ૦.૧૫
સીસું ૩૧-૦૫-૧૨ ૧૧૩.૦૦ ૧૧૩.૩૫ ૧૧૨.૬૦ ૧૧૨.૮૦ -૦.૩૫
સીસું-મિની ૩૧-૦૫-૧૨ ૧૧૩.૦૫ ૧૧૩.૩૫ ૧૧૨.૬૦ ૧૧૨.૮૦ -૦.૩૦
નિકલ ૩૧-૦૫-૧૨ ૯૨૯.૪૦ ૯૪૨.૯૦ ૯૨૮.૦૦ ૯૪૦.૭૦ ૧૩.૨૦
નિકલ-મિની ૩૧-૦૫-૧૨ ૯૨૮.૧૦ ૯૪૨.૮૦ ૯૨૮.૧૦ ૯૪૦.૬૦ ૧૩.૧૦
જસત ૩૧-૦૫-૧૨ ૧૦૭.૨૫ ૧૦૭.૭૦ ૧૦૭.૧૦ ૧૦૭.૩૫ ૦.૦૫
જસત-મિની ૩૧-૦૫-૧૨ ૧૦૭.૪૫ ૧૦૭.૭૦ ૧૦૭.૧૦ ૧૦૭.૩૫ ૦.૦૫
તાંબુ ૨૯-૦૬-૧૨ ૪૪૫.૦૦ ૪૪૬.૪૦ ૪૪૩.૬૦ ૪૪૫.૪૫ ૦.૬૦
તાંબુ-મિની ૨૯-૦૬-૧૨ ૪૪૪.૮૫ ૪૪૬.૩૫ ૪૪૩.૬૦ ૪૪૫.૪૦ ૦.૫૫
ક્રૂડ તેલ ૨૧-૦૫-૧૨ ૫૫૯૯.૦૦ ૫૬૧૫.૦૦ ૫૫૯૪.૦૦ ૫૬૦૭.૦૦ ૧૧.૦૦
બ્રેન્ટ ક્રૂડ તેલ ૧૦-૦૫-૧૨ ૬૩૦૧.૦૦ ૬૩૦૮.૦૦ ૬૨૭૧.૦૦ ૬૨૯૩.૦૦ ૧૬.૦૦
નેચરલ ગેસ ૨૫-૦૫-૧૨ ૧૨૧.૦૦ ૧૨૨.૭૦ ૧૨૧.૦૦ ૧૨૨.૪૦ ૧.૧૦
સીપીઓ ૩૧-૦૫-૧૨ ૬૨૯.૦૦ ૬૨૯.૯૦ ૬૨૨.૫૦ ૬૨૩.૦૦ -૫.૭૦
એલચી ૧૫-૦૫-૧૨ ૧૧૭૦.૦૦ ૧૨૦૧.૬૦ ૧૧૪૭.૦૦ ૧૧૯૮.૬૦ ૩૨.૦૦
ખાંડ-એમ કોલ્હાપુર ૧૮-૦૫-૧૨ ૨૮૮૫.૦૦ ૨૯૨૫.૦૦ ૨૮૭૦.૦૦ ૨૮૯૨.૦૦ ૨૩.૦૦
બટેટા-આગ્રા ૧૫-૦૫-૧૨ ૧૧૧૭.૬૦ ૧૧૨૧.૮૦ ૧૧૦૯.૧૦ ૧૧૧૨.૭૦ ૧.૯૦
બટેટા-તારકેશ્વર ૧૫-૦૫-૧૨ ૯૨૬.૦૦ ૯૨૭.૧૦ ૯૧૫.૦૦ ૯૧૭.૮૦ -૪.૭૦
મેન્થા તેલ ૩૧-૦૫-૧૨ ૧૪૫૩.૨૦ ૧૪૫૩.૨૦ ૧૪૩૮.૩૦ ૧૪૩૮.૩૦ -૫૯.૯૦
રૃ ૩૧-૦૫-૧૨ ૧૭૮૦૦.૦૦ ૧૭૯૦૦.૦૦ ૧૭૭૯૦.૦૦ ૧૭૮૮૦.૦૦ ૫૦.૦૦

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved