Last Update : 04-May-2012, Friday

 

ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો

નિફટીએ ૫૨૦૦ની સપાટી ગુમાવીઃ ઓટો ઈન્ડેક્ષ ૨૫૪ પોઈન્ટ, મેટલ ઈન્ડેક્ષ ૧૯૨, બેંકેક્ષ ૨૦૭ પોઈન્ટ ગબડયા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતની કથળતી આર્થિક હાલતમાં હવે માર્ચ મહિનામાં નિકાસમાં ૫.૭ ટકાની નેગેટીવ વૃધ્ધિએ વેપાર ખાધમાં જંગી વધારા અને વધતી રાજકીય અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં ઈન્ડિયા એક્ઝિટનો વિકલ્પ અપનાવતા અને ઓઈલ રીફાઈનરીઓ, આયાતકારોએ ડોલરમાં ખરીદી વધારતા રૃપિયો સામે ડોલર આજે ૫૩ની સપાટી કુદાવી જઈ ૫૩.૨૨ની ઊંચાઈએ પહોંચી જવાની નેગેટીવ અસરે આજે ઓટોમોબાઈલ, મેટલ, બેંકિંગ, પીએસયુ શેરોમાં ફંડોની મોટાપાયે વેચવાલી નીકળતા સેન્સેક્ષ ૧૫૧ પોઈન્ટ અને નિફટી ૫૧ પોઈન્ટ ગબડયા હતા.
બેંકો માટે રિઝર્વ બેંકની બેઝલ- થ્રી અંતિમ માર્ગરેખા ઃ માર્ચ ૨૦૧૮ સુધીમાં કેપિટલ બફર નિર્માણ જરૃરીઃ બેંક શેરોમાં ગાબડાં
કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હિન્દુસ્તાન યુનીલીવર, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંકની સારી ત્રિમાસિક કામગીરી સામે ભારતી એરટેલના નબળા પરિણામની અસરથી વિશેષ આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકો માટે બેઝલ-થ્રી મૂડી નિયમોના અમલ માટેની અંતિમ માર્ગરેખાઓ તૈયાર કરીને બેંકો માટે ધીમે ધીમે માર્ચ ૨૦૧૮ સુધીમાં કેપિટલ બફર ઊભું કરવાનું આવશ્યક બનાવતા બેંકિંગ શેરોમાં ફંડો- ઈન્વેસ્ટરોનું મોટું ઓફલોડીંગ થતાં અને ડોલર રૃ.૫૩.૨૨ની સપાટીએ પહોંચતા ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવાના અને એને પરિણામે પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વધારો અનિવાર્ય બનવાના નેગેટીવ પરિબળે ઓટોમોબાઈલ કંપનીઓની એપ્રિલમાં નબળી પડેલી વાહનોની વેચાણ વૃધ્ધિ વધુ નબળી પડવાના સંકેતે ઓટો શેરોમાં હીરો મોટોકોર્પ પાછળ ગાબડાં પડયા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૩૦૧.૯૧ સામે ૧૭૨૭૧.૭૭ મથાળે ખુલીને આરંભથી ઓટો જાયન્ટ હીરો મોટકોર્પ માટે સ્થાનિક માગ સામે નિકાસ મોરચે મોટા પડકારના એનાલીસ્ટોના અંદાજોએ શેરમાં મોટું ઓફલોડીંગ થતાં અને મારૃતી સુઝુકી, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સમાં વેચવાલી બાદ બેંકિંગ શેરો બેઝલ- થ્રી માર્ગરેખા જાહેર થતાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં વેચવાલી સાથે ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર, એનટીપીસી, ડીએલએફ સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષ એક સમયે ૧૮૧.૦૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૧૨૦.૮૬ સુધી ગબડી ગયો હતો. જે અંતે આઈટી શેરો વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસીસ સાથે હિન્દુસ્તાન યુનીલીવર, ભેલ, એચડીએફસી બેંક, સન ફાર્માની મજબૂતીએ ૧૫૦.૭૨ પોઈન્ટના ઘટાડે ૧૭૧૫૧.૧૯ બંધ રહ્યો હતો. એફઆઈઆઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઈન્ડેક્ષ ફયુચર્સમાં વેચવાલ બન્યા હતા.
નિફટી સ્પોટ ૫૨૦૦ની સપાટી ગુમાવી ૫૧૮૦ તળીયેઃ ઓટો, બેંક શેરોમાં ગાબડાં
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૩૯.૧૫ સામે ૫૨૧૧.૨૦ મથાળે ખુલીને ૫૨૧૭.૩૦ થઈ હીરો મોટોકોર્પ, એકસીસ બેંક, બેંક ઓફ બરોડા, મારૃતી સુઝુકી, આઈડીએફસી, ટાટા સ્ટીલ, પીએનબી, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, ટાટા પાવર, જિન્દાલ સ્ટીલ, એસીસીમાં ધોવાણથી ૫૨૦૦ની સપાટી ગુમાવી દઈને નીચામાં ૫૧૮૦.૬૫ સુધી ગબડી જઈને અંતે ૫૦.૭૫ પોઈન્ટ તૂટીને ૫૧૮૮.૪૦ બંધ રહ્યો હતો.
નિફટી ૫૨૦૦નો પુટ ૮૧.૪૫થી ઉછળી ૧૧૨.૮૦, ૫૩૦૦નો કોલ ૭૫.૮૫થી તૂટી ૫૭.૦૫ બોલાયા
ડેરીવેટીવ્ઝમાં નિફટી મે ફયુચર ૨,૫૦,૬૦૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૫૨૮.૫૮ કરોડના ટર્નઓવરે ૫૨૪૬.૯૫ સામે ૫૨૨૪ ખુલી ઉપરમાં ૫૨૩૩.૯૫થી નીચામાં ૫૧૮૯ સુધી ગબડી જઈને અંતે ૫૨૦૬.૦૫ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૭૫.૮૫ સામે ૬૭.૦૫ ખુલી ઉપરમાં ૭૧.૪૦થી નીચામાં ૫૭.૦૫ સુધી ગબડી જઈ અંતે ૬૦.૯૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૮૧.૪૫ સામે ૯૦ ખુલી નીચામાં ૮૮થી ઉપરમાં ૧૧૨.૮૦ સુધી જઈ છેલ્લે ૧૦૧ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૨૭૦થી તૂટી ૧૦૦૮૪ બોલાયોઃ ૪૮૦૦નો નિફટી પુટ ૯.૪૦થી ઉછળી ૧૧.૬૫
નિફટી ૫૦૦૦નો પુટ ૨૮.૫૫ સામે ૩૨.૬૦ ખુલી નીચામાં ૩૨.૨૫થી ઉપરમાં ૪૪.૧૦ સુધી જઈ અંતે ૩૭.૪૦ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૪૮.૮૦ સામે ૫૮.૫૦ ખુલી નીચામાં ૫૪.૪૦થી ઉપરમાં ૭૨ સુધી જઈ છેલ્લે ૬૨.૯૫ હતો. નિફટી ૪૮૦૦નો પુટ ૯.૪૦ સામે ૧૧ ખુલી નીચામાં ૧૦.૫૦થી ઉપરમાં ૧૪.૮૦ સુધી જઈ છેલ્લે ૧૧.૬૫ હતો. બેંક નિફટી મે ફયુચર ૭૯૫૨૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૦૧૭.૭૯ કરોડના ટર્નઓવરે ૧૦૨૭૦.૯૫ સામે ૧૦૨૪૦ ખુલી નીચામાં ૧૦૦૮૪ સુધી પટકાઈને અંતે ૧૦૧૨૫ બોલાતો હતો.
બેઝલ- થ્રી માર્ગરેખાએ સ્ટેટ બેંક રૃ.૫૪, બીઓઆઈ રૃ.૧૪, એકસીસ રૃ.૪૪, બીઓબી રૃ.૨૭ તૂટયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો માટે માર્ચ ૨૦૧૮ સુધીમાં તેમના કેપિટલ બફર્સનું નિર્માણ કરવું આવશ્યક બનાવતા બેઝડ-થ્રી મૂડી નિયમોના અમલની અંતિમ માર્ગરેખાઓ જાહેર કરતા બેંક શેરોમાં ગાબડાં પડયા હતા. બેઝલ- થ્રી નિયમો મુજબ બેંકોએ ન્યુનતમ શેરહોલ્ડર રેશીયો અથવા તેમના કુલ રીસ્ક વેઈટેજ એસેટસના ટકાવારીની રીતે ૧, જાન્યુઆરી, ૨૦૧૩ સુધીમાં ૪.૫ ટકા કોમન ઈક્વિટી અને ત્યારબાદ એ વધારી ૩૧, માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫.૫ ટકા નિર્માણ કરવી અને આ સાથે ટીયર-૧ કેપિટલ રેશીયો પણ આ સમયગાળામાં ૬ ટકાથી વધારી ૭ ટકા કરવો જરૃરી રહેશે. આ સમયગાળા દરમિયાન બેંકોએ કુલ મૂડી પર્યાપ્તિ પ્રમાણ (કેપિટલ એડિકવસી રેશીયો) ૯ ટકા જાળવવો જરૃરી રહેશે. આ કડક માર્ગરેખાએ બેંક શેરોમાં ફંડો વેચવાલ હતા. બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૪.૨૦ તૂટીને રૃ.૩૩૩.૬૦, એકસીસ બેંક રૃ.૪૩.૮૦ ગબડીને રૃ.૧૦૫૮.૪૦, બેંક ઓફ બરોડા રૃ.૨૬.૫૦ તૂટીને રૃ.૭૩૦.૯૦, યશ બેંક રૃ.૧૦.૫૦ ઘટીને રૃ.૩૭૭.૮૫, આઈડીબીઆઈ બેંક રૃ.૩ ઘટીને રૃ.૯૮.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૪.૧૫ ઘટીને રૃ.૮૫૭.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૫૪.૨૫ ઘટીને રૃ.૨૦૮૫.૨૦, પીએનબી રૃ.૨૧.૫૦ ઘટીને રૃ.૮૪૪.૨૦, આઈઓબી રૃ.૩.૫૫ ઘટીને રૃ.૮૫.૭૦, દેના બેંક રૃ.૩.૨૦ ઘટીને રૃ.૯૧.૯૫, યુનાઈટેડ બેંક રૃ.૨ ઘટીને રૃ.૬૫.૫૦, સેન્ટ્રલ બેંક રૃ.૨.૭૦ ઘટીને રૃ.૯૫.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૦૬.૫૯ પોઈન્ટ તૂટીને ૧૧૬૫૩.૭૦ રહ્યો હતો.
ઓટોમોબાઈલ નબળા વેચાણ આંકડા બાદ હવે ડોલરનો ઉછાળો ક્રુડ ઓઈલની આયાત મોંઘી કરશેઃ પેટ્રોલ- ડીઝલના ભાવો વધશે
ઓટોમોબાઈલ કંપનીઓના એપ્રિલ ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણમાં સાધારણથી નબળી વૃધ્ધિના આંકડાએ ઓટો ઉદ્યોગ માટે તીવ્ર હરિફાઈ સાથે મોંઘવારીના દિવસોમાં પડકારરૃપ સમય આવી રહ્યાના સંકેત આપી દીધા સાથે હવે ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવ હવે રૃપિયા સામે ડોલરની રૃ.૫૩ની સપાટી કુદાવી રૃ.૫૪ તરફની કૂચથી ભારતની ક્રુડ ઓઈલની આયાત મોંઘી બનવા સાથે પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો અનિવાર્ય બનવાના નેગેટીવ પરિબળે ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા.
હીરો મોટોકોર્પ ઓપીએમ ઘટયું ઃ ભાવ વધારાએ પડકારરૃપ સમયના એંધાણે શેર રૃ.૧૭૩ તૂટયોઃ મારૃતી રૃ.૪૧ ગબડયો
હીરો મોટોકોર્પ દ્વારા ગઈકાલે ચોથા ત્રિમાસિકનો ચોથો નફો ૨૦.૩૩ ટકા વધીને રૃ.૬૦૩.૫૯ કરોડ અને કુલ આવક ૧૨.૨૨ ટકા વધીને રૃ.૬૧૩૯.૯૦ કરોડ થવા છતાં ઓપરેટીંગ પ્રોફીટ માર્જીન ૧૦ બેઝિઝ પોઈન્ટ ઘટીને ૧૫.૩ ટકા મેળવતા અને કંપનીના વાહનોના ભાવમાં રૃ.૫૦૦થી ૧૦૦૦ વધારાની નેગેટીવ અસરે પડકારરૃપ સમયના એંધાણે શેરમાં ફંડોનું મોટું ઓફલોડીંગ થતાં રૃ.૧૭૨.૬૫ તૂટીને રૃ.૨૦૭૨.૩૫ રહ્યો હતો. અન્ય ઓટો શેરોમાં મારૃતી સુઝુકી તાજેતરમાં ત્રિમાસિક નેટ નફામાં ત્રણ ટકા ઘટાડા સાથે એપ્રિલના વેચાણમાં પણ નબળી વૃધ્ધિએ શેર રૃ.૪૦.૭૦ ઘટીને રૃ.૧૨૯૧.૪૦, અપોલો ટાયર્સ રૃ.૩.૦૫ ઘટીને રૃ.૮૪.૮૦, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩.૭૫ ઘટીને રૃ.૧૨૧.૮૦, અશોક લેલેન્ડ રૃ.૨૯.૭૫, બજાજ ઓટો રૃ.૩૨.૭૦ ઘટીને રૃ.૧૫૬૦.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૯.૬૫ ઘટીને રૃ.૭૦૫.૩૦, ભારત ફોર્જ રૃ.૩.૫૫ ઘટીને રૃ.૩૨૨.૩૫, ટાટા મોટર્સનું એપ્રિલમાં વેચાણ સાત ટકા ઘટતા શેર રૃ.૩.૩૦ ઘટીને રૃ.૩૦૧.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૨૫૩.૮૬ પોઈન્ટ તૂટીને ૧૦૨૦૯.૦૪ રહ્યો હતો.
લંડન મેટલમાં નરમાઈ પાછળ મેટલ ઈન્ડેક્ષ ૧૯૨ પોઈન્ટ તૂટયોઃ ટાટા સ્ટીલ રૃ.૧૪ તૂટીને રૃ.૪૪૮
મેટલમાં યુરોપમાં લંડન મેટલ એક્ષચેન્જમાં નોન- ફેરસ મેટલના ભાવો ઘટતા અને સ્થાનિકમાં મેટલની ઔદ્યોગિક માગ મંદ પડી રહ્યાના નિર્દેશે મેટલ માઈનીંગ શેરોમાં વેચવાલી હતી. ટાટા સ્ટીલ રૃ.૧૩.૮૫ તૂટીને રૃ.૪૪૮.૩૦, કોલ ઈન્ડિયા રૃ.૮.૩૫ ઘટીને રૃ.૩૩૭.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૧૬.૫૦ ઘટીને રૃ.૬૮૦.૦૫, જિન્દાલ સ્ટીલ રૃ.૧૦.૨૫ ઘટીને રૃ.૪૯૪.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૧૯૨.૪૩ પોઈન્ટ તૂટીને ૧૦૮૩૩.૯૦ રહ્યો હતો.
ડોલર ઉછળી રૃ.૫૩.૪૭ નવી ચાર મહિનાની ટોચ બનાવી રૃ.૫૩.૪૧ઃ વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસીસ વધ્યા
રૃપિયા સામે ડોલર મજબૂત બનતો જઈ આજે રૃ.૫૩.૪૭ની ચાર મહિનાની નવી ઊંચાઈને આંબી જઈ અં રૃ.૫૩.૪૧ બંધ રહ્યા. સાથે યુ.એસ.માં રીકવરીએ આઈટી કંપનીઓનો આઉટસોર્સીંગ બિઝનેસ વધવાના સંયોગો અને આઈટી કંપનીઓ ટીસીએસ સહિતના ઊજળા અંદાજોએ શેરોમાં લેવાલી રહી હતી. ટીસીએસ રૃ.૧૨.૬૫ વધીને રૃ.૧૨૮૦.૩૫, વિપ્રો રૃ.૭.૮૦ વધીને રૃ.૪૧૨.૩૦, ઈન્ફોસીસ રૃ.૧૩.૧૦ વધીને રૃ.૨૪૮૪.૩૫ રહ્યા હતા.
યુનાઈટેડ ફોસ્ફરસ બાયબેક સમાચારે રૃ.૭ વધ્યોઃ એશીયન પેઈન્ટસ રૃ.૩૬૦૦ રેકોર્ડ ઃ પીપાવાવ, લીવર વધ્યા
ખરાબ બજારે વધનાર અન્ય શેરોમાં યુનાઈટેડ ફોસ્ફરસમાં કંપનીના શેર બાય બેકના સમાચારે શેર રૃ.૭.૧૦ વધીને રૃ.૧૨૬.૮૫, પીપાવાવ ડીફેન્સ રૃ.૬.૮૦ વધીને રૃ.૮૬.૭૦, ગોદરેજ કન્ઝયુમર રૃ.૧૮.૭૫ વધીને રૃ.૫૬૬.૭૫, હિન્દુસ્તાન યુનીલીવર નફો ૨૧ ટકા વધતા સતત લેવાલીએ રૃ.૮.૬૦ વધીને રૃ.૪૩૩.૬૦, એશીયન પેઈન્ટસ રૃ.૬૭.૪૫ વધીને રૃ.૩૬૦૦.૯૦ રેકોર્ડ નવી ઊંચાઈએ, વોખાર્ટ રૃ.૧૨.૨૦ વધીને રૃ.૭૩૪.૨૫, બજાજ ફીનસર્વ રૃ.૧૧.૨૫ વધીને રૃ.૭૪૯.૪૦ રહ્યા હતા.
આઈઆરબી ઈન્ફ્રા. ચેરમેનની તપાસે રૃ.૧૮ તૂટયોઃ વીઆઈપી, એમસીએક્સ ગબડયા
તૂટનાર અન્ય શેરોમાં આઈઆરબી ઈન્ફ્રા.ના ચેરમેનની મર્ડર કેસમાં તપાસના અહેવાલ વચ્ચે શેર રૃ.૧૮.૩૦ ગબડીને રૃ.૧૪૯.૬૫, આદિત્ય બિરલા નુવો રૃ.૪૬.૭૦ તૂટીને રૃ.૮૮૪.૪૦, જયુબિલન્ટ ફૂડ રૃ.૫૫.૫૫ તૂટીને રૃ.૧૧૨૮.૨૦, મન્નપુરમ ફાઈનાન્સ રૃ.૧.૦૫ તૂટીને રૃ.૨૭.૮૫, એસ્સાર ઓઈલ રૃ.૧.૭૫ ઘટીને રૃ.૫૧.૬૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ નફામાં ગાબડુ ં પડતા રૃ.૬.૨૫ તૂટીને રૃ.૮૬.૭૫, એજ્યુકોમ્પ રૃ.૧૦.૬૫ તૂટીને રૃ.૧૮૬.૫૫, એરલાઈન્સોની રૃ.૧૦૦૦૦ કરોડની ખોટના અહેવાલે જેટ એર ઈન્ડિયા રૃ.૧૬.૫૦ તૂટીને રૃ.૩૧૨.૩૫, એમસીએક્સ રૃ.૫૧.૮૦ તૂટીને રૃ.૧૦૫૬.૫૦ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ ખરાબઃ ૧૭૧૯ શેરોમાં નરમાઈઃ ૧૯૮ શેરોમા મંદીની સર્કિટ
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના પણ સંખ્યાબંધ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૮૧ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૯ અને વધનારની ૧૦૫૫ રહી હતી. ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહ્યા સામે ૧૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સ્પેન, ફ્રાંસ પાછળ યુરોપમાં ૩૦થી ૭૫ પોઈન્ટનો સુધારોઃ સોસાયટી જનરલનો નફો ધારણાથી ઓછો ઘટયો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૨૯.૩૦ પોઈન્ટ વધીને ૯૩૮૦.૨૫, હોંગકોંગનો હેંગસેંગ ૫૯.૫૫ પોઈન્ટ ઘટીને ૨૧૨૪૯.૫૩ રહ્યા હતા. યુરોપમાં સોસાયટી જનરલ અને બેયરીસ મોટોરેન વેર્ક એજી દ્વારા નબળી ધારણાથી વિપરીત નફામાં ઓછો ઘટાડો નોંધાવતા અને સ્પેનનું બોન્ડસ વેચાણનું લક્ષ્ય પાર પડતા તેમજ ફ્રાંસનો ઋણ ખર્ચ ઘટતા સાંજે ચાલુ બજારે યુરોપના બજારોમાં ૩૦થી ૭૫ પોઈન્ટનો સુધારો હતો.
ડીઆઈઆઈની રૃ.૩૪૭ કરોડના શેરોની વેચવાલી
એફઆઈઆઈની આજે ગુરુવારે રૃ.૭૩.૭૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી સામે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાની રૃ.૩૪૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved