Last Update : 04-May-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૦૫-૨૦૧૨, શુક્રવાર
વૈશાખ સુદ તેરસ
‘ગુજરાત સમાચાર’ના વાત્સ્લ્યમૂર્તિ ધર્મપરાયણ
સ્વ. વિમળાબેન શાં. શાહની છઠ્ઠી માસિક પુણ્યતિથિ.

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ,

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૫ મિ. (સૂ) ૬ ક. ૫૬ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૧૦ ક. ૧૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ હસ્ત સવારના ૧૧ ક. ૪૪ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૦ ક. ૧૯ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮.
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ દિ. વૈ. ૧૪ માસ-તિથિ-વાર વૈશાખ સુદ તેરસ ને શુક્રવાર. નૃસંિહ જયંતી, ધોલેરા, મદનમોહનજીનો પાટોત્સવ.
‘ગુજરાત સમાચાર’ના વાત્સ્લ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની છઠ્ઠી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ઃ હમકારો ૧૪૩૩ જમાદિઉલ આખર માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૨૦ રોજ બહેરામ
હમકારો

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે રસકસના, અનાજ કરિયાણાના વેપાર, ધંધામાં, શેરોની લે-વેચમાં જાગૃતિ, સાવધાની રાખવી. હરિફ વર્ગથી સંભાળવું.

 

વૃષભ ઃ બેંકના, શેરોના, કમિશનના કામમાં, નાણાંકીય જવાબદારીમાં આપે અન્યના દોરવાયા દોરવાઇ જવું નહીં. જોખમ કરવું નહીં.

 

મિથુન ઃ ચા- પત્થર- કાચ પ્લાસ્ટીકના, લોખંડના, ક્રુડ ઓઇલના વેપાર ધંધામાં, સોના, તાંબાના વેપારમાં, સટ્ટામાં નોકરીમાં સંભાળવું પડે.

 

કર્ક ઃ યાત્રા-પ્રવાસ- મુલાકાતમાં, નોકર ચાકર, કારીગર, ઉપરીવર્ગના કાકમાજમાં સોના-ચાંદી- લોખંડના વેપાર ધંધામાં બેકાળજી રાખવી નહીં.

 

સંિહ ઃ નાણાંકીય નુકસાની, ચોરી, ખાવાપીવામાં, યાત્રા-પ્રવાસમાં તકલીફ, બિમારી વિવાદથી સંભાળવું પડે. રસકસના અનાજના ધંધામાં ચંિતા રહે.

 

કન્યા ઃ આપની માનસિક અસ્વસ્થતા વ્યગ્રતા ચંિતામાં, અનંિદ્રામાં તેમજ નોકરી-ધંધાના કામમાં પીછેહઠ, નિરાશા, નાણાંકીય ખેંચથી કંઇ ગમે નહીં.

 

તુલા ઃ નસીબ બે ડગલાં પીછેહઠ કરતું જણાય. પરંતુ સાંજ પછી જેમ જેમ રાત્રિ પસાર થતી જાય તેમ તેમ શાંતિ, હળવાશ, અનુભવાય. આશા જીવંત રહે.

 

વૃશ્ચિક ઃ આજે વાણીની મીઠાસ, વ્યવહારમાં નમ્રતા, ધીરજ, શાંતિ રાખવી જરૂરી રહેશે. જીદ-મુમત અહમ ઘમડના ટકરાવમાં પીછેહઠ થાય.

 

ધન ઃ મકાન- વાહનના વેપાર ધંધામાં પત્નીના નામે ધંધો હોય તો તેમાં જોખમ કરવું નહીં. પત્નીની બિમારી સ્વભાવ તમને ચંિતા રખાવે.

 

મકર ઃ આજે આપે યાત્રા-પ્રવાસ મુલાકાતમાં, આક્ષેપ અપયશ ટીકા ટીપ્પણ વિવાદમાં શારીરિક માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી રહેશે.

 

કુંભ ઃ નાણાંકીય નુકસાન, કૌટુંબિક વિવાદ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. બેંકના કામમાં, નોકરી-ધંધાના કામમાં સાવધાની રાખવી.

 

મીન ઃ ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. સગા સંબંધી મિત્રવર્ગ પરિવારથી ચંિતા, ઉચાટ, અસંતોષ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૦૫-૨૦૧૨, શુક્રવાર

આજથી શરૂ થતું આપનું જન્મ વર્ષ સારા-નબળા અનુભવનું રહે. તેમ છતાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એકંદરે ઘણુ રાહતવાળુ તેમજ સાનુકુળ રહે. મકાન-વાહનની ખરીદી, વેચાણનો પ્રશ્ન ઉકેલાય. સંયુકત મીલકતની વહેંચણી કે વેચાણનો પ્રશ્ન, ધંધાનો પ્રશ્ન હોય તે ઉકેલાતા તમે હળવાશ, રાહત અનુભવો.

 

* શારિરીક માનસિક સ્વસ્થતામાં સુધારો થતો જાય. હતાશા-નિરાશા દૂર થતી જાય.

 

* નોકરી-ધંધાના કામમાં સારી તક પ્રાપ્ત થાય. યશ પદ, ધનમાં, માન, સન્માનમાં વધારો થતો જાય. જેમને આવક ન હોય તેમને આવક આવવાની શરૂઆત થાય.

 

* સ્ત્રીવર્ગને યશ સફળતા મળે. કામની કદર થાય. અવિવાહીતને વિવાહ લગ્નનું નક્કી થાય. લગ્ન પછી જેમને સંતાન થવામાં વિલંબ થયો હોય તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભાસની પ્રગતિ, સફળતાથી કારકિર્દીના ઘડતરનો માર્ગ મોકળો થતો જાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીનો તે દિવસ સવારથી જ ખરાબ રહેલો. એ પોતાની જાતને એ માટે દોષિત ગણવા લાગી. ઘરે સાંજે આવી ત્યારે ઘરમાં એની મમ્મી અને ભાઈ જ હતા. મમ્મી ઘરનું કામ કરતી હતી અને ભાઈ એકલો પત્તા ટીપતો હતો. ઘરમાં પ્રવેશતા જ લીલી બળાપો કરતા બોલી, ‘મને બધા જ ધિક્કારે છે... દુનિયામાં મને કોઇ પ્રેમ કરનાર છે જ નહી.’
ભાઈ લલ્લુ પત્તા ટીચતા ટીચતા બોલ્યો, ‘એવું નથી... દુનિયામાં ઘણા તને ઓળખતા પણ નથી..’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved