Last Update : 03-May-2012, Thursday

 
લશ્કરના વિશેષાધિકાર
જમ્મુ-કાશ્મીર, આસામ, મણીપુર જેવા વિસ્તારોમાં અશાંતિ કાબૂમાં રાખવા માટે ભારતીય સૈન્ય વિશેષ અધિકારો સાથે તહેનાત છે. આ અધિકાર તેમને આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર એક્ટ (આફસ્પા) અંતર્ગત મળ્યા છે. ત્રાસવાદની સતત ભીતિ ધરાવતા વિસ્તારોમાં અમર્યાદ સત્તા બહુ લપસણી સાબીત થઇ શકે છે. તેમાં વાજબી અને ગેરવાજબી, ન્યાયી અને અન્યાયી, યોગ્ય અને અયોગ્ય વચ્ચેની ભેદરેખા વ્યક્તિએ વ્યક્તિએ બદલાઇ શકે છે. કાયદો ખુદ નિરંકુશ સત્તા આપતો હોય ત્યારે ‘કાયદાનું શાસન’ જેવા રૂઢ શબ્દપ્રયોગનો અર્થ પણ ઘૂંધળો બની જાય છે.
આંતરિક કે બાહ્ય તત્ત્વો દ્વારા અશાંતિગ્રસ્ત બનેલા વિસ્તારોમાં બંદૂકની અણીએ શાંતિ અને સામાન્ય સ્થિતિ જાળવવાનું કામ બેધારું નીવડી શકે છે ઃ સામાન્ય કાયદા દ્વારા કામ ચલાવવાનું અને ધારી અસર પાડવાનું અઘરૂં પડે છે અને અસામાન્ય કાયદાના દુરુપયોગની સંભાવના ડગલે ને પગલે રહે છે. જમ્મુ-કાશ્મીર અંગે દૂર બેસીને દેશભક્તિના નારા પોકારવા એક વાત છે અને ત્યાંની જમીની સ્થિતિ ઘ્યાનમાં લઇને લશ્કર સામેની વાજબી ફરિયાદો ચકાસવી એ સાવ બીજી વાત છે. પાકિસ્તાન સામે બાવડાં ફુલાવવાની બહાદુરી બરાબર છે, પણ ખુદ આપણા જ દેશના નિર્દોષ નાગરિકોને ભારતના સૈન્યની આત્યંતિકતાઓ સામે ફરિયાદ કરવાપણું થાય એ ચંિતાજનક છે.
બાર વર્ષ પહેલાં એવા જ એક એન્કાઉન્ટરમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર નકલી હોવાનો એટલે કે પાંચે જણ સામસામી ઝપાઝપીમાં નહીં, પણ સૈન્ય દ્વારા ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારાયા હોવાનો આરોપ થયો. એ કેસમાં શ્રીનગરના સ્થાનિક મેજિસ્ટ્રેટની કક્ષાએથી કાર્યવાહીનો આરંભ થયો. આ કેસમાં મે, ૨૦૦૬માં સીબીઆઇએ લશ્કરી જવાનો-અફસરો સામે આરોપનામું રજૂ કર્યું ત્યારે સૈન્ય તરફથી અદાલતમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર એક્ટની સાતમી કલમનો હવાલો આપ્યો. એ કલમ અંતર્ગત અદાલતમાં એવી રજૂઆત કરવામાં આવી કોઇ પણ સૈનિક સામે સત્તાવાર રાહે ખટલો ચલાવતાં પહેલાં કેન્દ્ર સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે.
સીબીઆઇનું વલણ એવું રહ્યું કે આવી કોઇ પરવાનગીની જરૂર નથી. કારણ કે લશ્કરી જવાનોની કાર્યવાહી ઠંડા કલેજે કરાયેલી હત્યાઓ જ છે અને એ બદલ સંબંધિત લોકોને દાખલો બેસે એવી સજા થવી જોઇએ. આ મુદ્દે લાંબા કાનૂની જંગ પછી સર્વોચ્ચ અદાલતે પોતાનો ફેંસલો આપ્યો છે. તેમાં અદાલતે પહેલી સ્પષ્ટતા એ કરી આપી છે કે કોઇ પણ ફૌજી સામે અદાલતી કાર્યવાહી પહેલાં, આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર એક્ટની કલમ હેઠળ, કેન્દ્ર સરકારની આગોતરી પરવાનગી લેવા જરૂરી છે. એટલે કે સીબીઆઇએ અત્યાર સુધી પરવાનગીના મુદ્દે કરેલી રજૂઆતો યોગ્ય નથી. એટલે કે કેન્દ્ર સરકાર પરવાનગી આપે તો જ સૈનિકો સામે કાનૂની કાર્યવાહી થઇ શકે. સર્વોચ્ચ અદાલતે બીજો ચુકાદો એ આપ્યો છે કે આ કેસના આરોપીઓ સામે લશ્કરી ઢબે કોર્ટર્માર્શલની કાર્યવાહી કરવી કે સામાન્ય આરોપીઓ સામે થાય છે એવી અદાલતી કાર્યવાહી કરવી, એ સૈન્યના તંત્રે નક્કી કરવાનું છે. એ કોર્ટમાર્શલ કરવા ઇચ્છે તો આગળ અદાલતી કાર્યવાહીનો પ્રશ્ન રહેતો નથી.
સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટતા પછી સીબીઆઇએ બાર વર્ષ જૂના કેસમાં નવેસરથી કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની રહે છે. પરંતુ આ ચોક્કસ કેસમાં થયેલા (રાબેતા મુજબના) વિલંબને ઘ્યાનમાં રાખતાં, સર્વોચ્ચ અદાલતે હવે પછીની કાર્યવાહી માટેની મુદતો બાંધી આપી છે. જેમ કે, સૌથી પહેલાં લશ્કરી તંત્રે કોર્ટમાર્શલ કરવો છે કે સાદી અદાલતી કાર્યવાહી એ અંગે આઠ અઠવાડિયામાં નિર્ણય કરીને શ્રીનગરના મેજિસ્ટ્રેટને જણાવવાનું રહેશે. સૈન્ય કોર્ટમાર્શલને બદલે અદાલતી કાર્યવાહીનો નિર્ણય કરે તો પછીના એક મહિનામાં સીબીઆઇએ કેન્દ્ર સરકારની પરવાનગી માટે રજૂઆત કરવી પડશે. સીબીઆઇની રજૂઆત પછી ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારે સૈનિકો સામે નકલી એન્કાઉન્ટરના મામલે અદાલતી કાર્યવાહીની પરવાનગી આપવી કે નહીં તે નક્કી કરવું પડશે.
સૈન્યના વિશેષાધિકારો અંગેના આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કોઇ પણ એન્કાઉન્ટર અસલી છે કે નકલી તે ક્યારે નક્કી થાય, એનો પણ ખુલાસો કર્યો છે. અદાલતના મતે, કાર્યવાહી પાછળનો હેતુ એન્કાઉન્ટરને અસલી કે નકલી બનાવે છે. કેવળ ફરજનિષ્ઠાથી દોરવાઇને કરાયેલા સશસ્ત્ર હુમલામાં કોઇ નિર્દોષ માણસનું મૃત્યુ થાય તો તેને નકલી એન્કાઉન્ટર ગણી શકાય નહીં, એવી અદાલતે ચોખવટ કરી છે. સાથોસાથ, કોઇ પણ સૈનિક કાર્યવાહીને નકલી એન્કાઉન્ટર સાબીત કરવા માટે, એન્કાઉન્ટર કરનારની બદદાનતના નક્કર પુરાવા હોવા જોઇએ, એવું પણ અદાલતે જણાવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં સૈન્યને વિશેષાધિકારોની જેટલી જરૂર છે, એટલી જ જરૂર સામાન્ય પ્રજાને- નિર્દોષ માણસોને સૈન્યની બીક ન લાગે, તેમના મનમાં સૈન્ય પ્રત્યે ભરોસો બેસે, તેની પણ છે. એ કામ અદાલતોનું નહીં, પણ સરકારોનું, નેતાઓનું અને સમાજના આગેવાન ગણાતા લોકોનું છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમિતાભ તથા જયા બચ્ચન લાંબા સમય બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે
કેટરિના કૈફનું આ વર્ષ માત્ર ખાન ત્રિપુટી માટે અનામત
એકશન ફિલ્મોના બોક્સ ઓફિસ પરના નબળાં દેખાવથી બોલીવૂડમાં આશ્ચર્ય
બીજાને બદલે 'તેરે બિન લાદેન'નો ત્રીજો ભાગ બનશે ઃ અલી ઝાફર યથાવત્
કારકિર્દીની પ્રથમ કમર્શિયલ ફિલ્મમાં અનુરાગ કશ્યપે પત્નીને સ્થાન ન આપ્યું
પક્ષીઓની પાંખો કાપી નાંખ્યા બાદ વેચી દેવાનુ નેટવર્ક ઝડપાયુ
કતારગામમાં ૫૦૦ના ટોળાએ ડિમોલીશન અટકાવી દીધું
અમેરિકી દળોને પાછા ખેંચી લીધા પછી સુરક્ષાની જવાબદારી કાબુલનીઃ ઓબામા

ઇજીપ્તમાં સંરક્ષણ મંત્રાલય નજીક અથડામણ ઃ ૨૦નાં મોત

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯ વિસ્ફોટો ઃ બે પોલીસ સહિત છ ઘાયલ
ભારત વંશીય અમેરિકન વી.જે. સિંહની પેન્ટાગોનમાં મહત્વનાં પદે નિયુકિત
ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્થળનું નામ બદલવામાં આવ્યું
જામનગરમાં IPLના મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશઃ ત્રણ શખ્સો ઝબ્બે
ખેડા જિલ્લામાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પોકાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved